Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    સાબરકાંઠામાં 26 એપ્રિલે મતદાન:838 ઉમેદવારો મેદાનમાં, ચૂંટણી માટે 932 પોલીસકર્મી, 7438થી વધુ કર્મચારીઓ તૈનાત રહેશે

    10 hours ago

    સાબરકાંઠા જિલ્લામાં 26 એપ્રિલના રોજ જિલ્લા પંચાયત, આઠ તાલુકા પંચાયત અને ત્રણ નગરપાલિકાની ચૂંટણી માટે મતદાન યોજાશે. વહીવટી તંત્ર દ્વારા ચૂંટણીની મોટાભાગની તૈયારીઓને આખરી ઓપ આપી દેવામાં આવ્યો છે. કાયદો અને વ્યવસ્થા જાળવવા માટે જિલ્લા પોલીસ તંત્રએ પણ સ્ટાફની ફાળવણી પૂર્ણ કરી છે. જિલ્લા કલેક્ટર નારાયણસિંઘ સાદુ, અધિક કલેક્ટર ક્રિષ્ના વાઘેલા અને જિલ્લા પોલીસવડા ડૉ. પાર્થરાજસિંહ ગોહિલે પત્રકાર પરિષદમાં આ માહિતી આપી હતી. જિલ્લા પંચાયતની 34 બેઠકો માટે કુલ 107 ઉમેદવારો મેદાનમાં છે. જેમાં ભાજપ અને કોંગ્રેસના 34-34, આમ આદમી પાર્ટીના 26, અન્ય પક્ષોના 9 અને 4 અપક્ષ ઉમેદવારોનો સમાવેશ થાય છે. આઠ તાલુકા પંચાયતની 500 બેઠકો માટે ભાજપના 166, કોંગ્રેસના 165, આમ આદમી પાર્ટીના 118, અન્ય પક્ષોના 31 અને 20 અપક્ષ ઉમેદવારો વચ્ચે જંગ ખેલાશે. સાબરકાંઠાની ત્રણેય નગરપાલિકાની 96 બેઠકો પર કુલ 231 ઉમેદવારો ચૂંટણી લડી રહ્યા છે. આમાં ભાજપના 93, કોંગ્રેસના 89, આમ આદમી પાર્ટીના 21, અન્ય પક્ષોના 4 અને 24 અપક્ષ ઉમેદવારોનો સમાવેશ થાય છે. ચૂંટણી દરમિયાન કાયદો અને વ્યવસ્થા જાળવવા માટે 1 એસપી, 4 ડીવાયએસપી સહિત પોલીસ, હોમગાર્ડ અને અન્ય કર્મચારીઓ મળીને અંદાજે 932 પોલીસકર્મીઓને ફરજ પર તૈનાત કરવામાં આવશે. જિલ્લામાં કુલ 1210 જિલ્લા-તાલુકા પંચાયતના અને 137 નગરપાલિકાઓના મતદાન મથકો તૈયાર કરવામાં આવશે. જિલ્લા પંચાયતની 34 બેઠકો માટે કુલ 9,18,194 મતદારો નોંધાયા છે, જેમાં 4,73,69 પુરુષ મતદારો અને 4,44,825 સ્ત્રી મતદારો છે. ત્રણ નગરપાલિકાના કુલ મતદારોની સંખ્યા 1,17,976 છે, જેમાં 60,373 પુરુષ મતદારો અને 57,603 સ્ત્રી મતદારોનો સમાવેશ થાય છે. ચૂંટણીના સુચારુ સંચાલન માટે તાલુકા-જિલ્લા પંચાયતોના મતદાન મથકો પર 7,438 કર્મચારીઓ, નગરપાલિકાઓમાં 941 કર્મચારીઓ, જિલ્લા-તાલુકા પંચાયતોમાં 156 ઝોનલ અધિકારીઓ અને નગરપાલિકામાં 22 ઝોનલ અધિકારીઓ ફરજ બજાવશે.
    Click here to Read More
    Previous Article
    લુણાવાડામાં ચૂંટણી સ્ટાફની તાલીમ યોજાઈ:સ્થાનિક સ્વરાજની ચૂંટણી માટે કલેક્ટર સાગરે માર્ગદર્શન આપ્યું
    Next Article
    IPL સટ્ટો રમાડતો એક ઝડપાયો:પંચમહાલ LCBએ ગોધરામાંથી આરોપીને રોકડ સાથે પકડ્યો

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment