Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    લુણાવાડામાં ચૂંટણી સ્ટાફની તાલીમ યોજાઈ:સ્થાનિક સ્વરાજની ચૂંટણી માટે કલેક્ટર સાગરે માર્ગદર્શન આપ્યું

    12 hours ago

    આગામી સ્થાનિક સ્વરાજની ચૂંટણીના સુચારુ સંચાલન માટે જિલ્લા વહીવટી તંત્ર દ્વારા તૈયારીઓ તેજ કરવામાં આવી છે. આ અંતર્ગત આજે લુણાવાડા તાલુકાના ચૂંટણી ફરજ પરના અધિકારીઓ અને કર્મચારીઓ માટે 'વાઇબ્રન્ટ વેવ્સ' સ્કૂલ ખાતે વિશેષ તાલીમનું આયોજન કરવામાં આવ્યું હતું. આ તાલીમ વર્ગની જિલ્લા કલેક્ટર અર્પિત સાગરે રૂબરૂ મુલાકાત લીધી હતી. તેમણે ઉપસ્થિત તમામ તાલીમાર્થીઓને ચૂંટણી પ્રક્રિયામાં કોઈ પણ પ્રકારની ક્ષતિ ન રહે તે માટે પૂરતી સાવચેતી રાખવા અને નિષ્ઠાપૂર્વક ફરજ અદા કરવા પ્રોત્સાહિત કર્યા હતા. ચૂંટણી પ્રક્રિયાના સુદૃઢ વ્યવસ્થાપન માટે તંત્ર દ્વારા માઇક્રો લેવલનું આયોજન કરવામાં આવ્યું છે. લુણાવાડા તાલુકામાં ચૂંટણી કામગીરી માટે કુલ 1121 કર્મચારીઓની નિમણૂક કરવામાં આવી છે. જેમાં 193 પ્રિસાઇડિંગ ઓફિસર, 182 આસિસ્ટન્ટ પ્રિસાઇડિંગ ઓફિસર, 192 મતદાન અધિકારી, 368 મહિલા મતદાન અધિકારી અને 186 અન્ય સ્ટાફનો સમાવેશ થાય છે. સમગ્ર તાલીમ દરમિયાન ચૂંટણીલક્ષી ઝીણવટભરી બાબતોનું માર્ગદર્શન પૂરું પાડવામાં આવ્યું હતું. આ તાલીમનો મુખ્ય ઉદ્દેશ્ય ચૂંટણી પ્રક્રિયાને પારદર્શક અને શાંતિપૂર્ણ રીતે સંપન્ન કરવાનો છે.
    Click here to Read More
    Previous Article
    વડોદરામાં ગેરકાયદે ઇન્જેક્શન બનાવનાર કંપનીનું લાયસન્સ રદ્દ:અધિકારીએ નકલી ગ્રાહક બનીને ઓનલાઇન ઓર્ડર આપ્યો અને ગોરખ ધંધાનો પર્દાફાશ થયો
    Next Article
    સાબરકાંઠામાં 26 એપ્રિલે મતદાન:838 ઉમેદવારો મેદાનમાં, ચૂંટણી માટે 932 પોલીસકર્મી, 7438થી વધુ કર્મચારીઓ તૈનાત રહેશે

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment