Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    IPL સટ્ટો રમાડતો એક ઝડપાયો:પંચમહાલ LCBએ ગોધરામાંથી આરોપીને રોકડ સાથે પકડ્યો

    9 hours ago

    પંચમહાલ એલસીબી પોલીસે ગોધરા શહેરમાં આઈપીએલ ક્રિકેટ મેચ પર સટ્ટો રમાડતા એક ઇસમને ઝડપી પાડ્યો છે. આરોપી પાસેથી રોકડ રકમ અને સટ્ટાના હિસાબ લખેલા કાગળો મળી આવ્યા હતા. પોલીસને મળેલી બાતમીના આધારે આ કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી. એલસીબી સ્ટાફે ગોધરા શહેરના સાંપા રોડ પર આવેલ શ્યામલનગર સોસાયટી વિસ્તારમાં દરોડો પાડ્યો હતો. દરોડા દરમિયાન સંજય ઉર્ફે સંજુ પરષોત્તમ તારાની નામનો આરોપી મોબાઈલ ફોન દ્વારા મુંબઈ ઇન્ડિયન્સ અને ગુજરાત ટાઇટન્સ વચ્ચેની આઈપીએલ મેચ પર સટ્ટો રમાડતો રંગેહાથ ઝડપાયો હતો. પોલીસે તેની તલાશી લેતા તેની પાસેથી રૂ. 16,500 રોકડા, એક બોલપેન અને અંગ્રેજીમાં આંકડા લખેલ કાગળો મળી આવ્યા હતા. આરોપી સટ્ટા માટે હારજીતના હિસાબો રાખતો હોવાનું તપાસમાં બહાર આવ્યું છે. પંચમહાલ પોલીસના ઉચ્ચ અધિકારીઓની સૂચના અનુસાર જિલ્લામાં ચાલતી જુગાર અને દારૂ જેવી અસામાજિક પ્રવૃત્તિઓને નાબૂદ કરવા માટે વિશેષ અભિયાન ચાલી રહ્યું છે. પકડાયેલ આરોપી સંજય ઉર્ફે સંજુ તારાની વિરુદ્ધ ગોધરા શહેર એ ડિવિઝન પોલીસ સ્ટેશનમાં જુગારધારા હેઠળ ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરવામાં આવી રહી છે.
    Click here to Read More
    Previous Article
    સાબરકાંઠામાં 26 એપ્રિલે મતદાન:838 ઉમેદવારો મેદાનમાં, ચૂંટણી માટે 932 પોલીસકર્મી, 7438થી વધુ કર્મચારીઓ તૈનાત રહેશે
    Next Article
    SpaceX Executive Outearns Elon Musk With Rs 800 Crore Salary A Year

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment