Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    26 મંદિરમાં ચોરી કરનાર ઝડપાયા, ઘોઘા ઓદરકામાં ચોરીનો ભેદ ઉકેલાયો:છતર, ચાંદીની ગદા ઓગળી નાખ્યાનું ખૂલ્યું, 7.60 લાખનો મુદ્દામાલ કબ્જે

    2 days ago

    થોડા દિવસો પૂર્વે પાલીતાણા રૂરલ પોલીસે ભાવનગર અને અમરેલી જિલ્લાના 26 જેટલા મંદિર/માતાજીના મઢમાં ચોરી કરનાર ચાર આરોપીનોએ ઝડપી પાડ્યા હતા.જે આરોપીઓનો ઘોઘા પોલીસે કબ્જો લઈ પૂછપરછ કરતા ઘોઘા તાલુકાના ઓદરકા ગામ સ્થિત ધોળીયા હનુમાનજી મંદિરમાં થયેલી ચાંદીના દાગીનાની ચોરી કર્યાની કબૂલાત આપી તેમજ ચોરી કરેલી ચાંદીની ઓળખ ન થાય તે માટે દાગીના ઓગાળી ચાંદીના ચોસલા બનાવી દીધા હોવાનું સામે આવ્યું હતું. પોલીસે ચારેય શખ્સોના કબજમાંથી રૂ.7.60 લાખની કિંમતના 3.798 કિલો ચાંદીના ચોસલા કબજે કરી ચારેય આરોપીઓની અન્ય મંદિર ચોરીઓ અંગે પણ વધુ તપાસ શરૂ કરી છે. ઓદરકા ગામે મંદિરમાં ચોરી કરીને નાસી છૂટ્યા હતા બનાવ અંગે જાણવા મળતી વિગતો અનુસાર ભાવનગર જિલ્લાના અને ઘોઘા તાલુકાના ઓદરકા ગામે રહેતા બનેસિંહ હેંમતસિંહ ગોહિલે તા.20 જુલાઈના રોજ ઘોઘા પોલીસ મથકમાં ત્રણ અજાણ્યા શખસો સામે ફરીયાદ નોંધાવી હતી કે, તા.11 જુલાઈના સાંજના 5.30 કલાકથી ગત તા.12 જુલાઈના વહેલી સવારના અરસા દરમિયાન ગામમાં આવેલા ધોળીયા ઓટાવાળા હનુમાનજી મંદિરમાં અજાણ્યા શખસોએ પ્રવેશ કરી મંદિરમાં લગાવેલા એક સીસીટીવી કેમેરો તોડી નાખી તેમજ અન્ય કેમેરાનો વાયર કાપી નાખ્યા હતાં. મંદિરમાં હનુમાન દાદાને ચડાવેલા ચાંદીનુ મોટુ છતર વજન આશરે ચાર કિલો (કિ.રૂ.2,96,000) , ચાંદીના નાના મોટા છત્તર અંદાજે 30થી 35 વજન આશરે 500 ગ્રામ (કિં.રૂા.37,000), હનુમાનજીની ગદા (કિ.રૂા. 37,000) અને હનુમાનજીની મુર્તી પર ચડાવેલ ચાંદીનો ટુંકડો (કિં.રૂા.5,000) મળી કુલ રૂા.3,75,000 ના દાગીનાની ચોરી કરી નાસી છુટ્યા હતા.બનાવ સંદર્ભે ઘોઘા પોલીસે ત્રણ અજાણ્યા શખસો સામે BNS એક્ટ 305(D), 329(3), 54, મુજબ ગુનો દાખલ કર્યો હતો. 26 મંદિરોમાંથી ચાંદીના છત્તરોની ચોરી કર્યાની કબૂલાત આ અંગે ઘોઘા પોલીસે તપાસ હાથ ધરતા થોડા દિવસ પૂર્વે પાલીતાણા રૂરલ પોલીસ સ્ટાફે ભાવનગર તથા અમરેલી જિલ્લાના અલગ-અલગ મંદિરો તથા માતાજીના મઢોમાં ચોરી કરનાર આંતર જિલ્લા ટોળકીને ઝડપી પાડી હતી તેમા ઝડપાયેલ મેહુલ ગણેશભાઈ મકવાણા,અસ્વીન અશોકભાઈ મકવાણા, ભરત વજેરામભાઈ જાની (રહે.ત્રણેય ભાખલગામ સિહોર) અને પ્રત્યક્ષ હસમુખભાઈ પાટડીયા (રહે.મણિનગર અમદાવાદ)ની પૂછપરછ દરમ્યાન ભાવનગર તથા અમરેલી જિલ્લાના વિવિધ મંદિરો અને માતાજીના મઢો માંથી ચાંદીના છત્તરો અને અન્ય ચાંદીની વસ્તુઓની ચોરી કર્યાની ખુલવા પામ્યું હતું. જેમા ચારેય આરોપીઓએ 26 જેટલા મંદિરો/માતાજીના મઢોમાંથી ચાંદીના છત્તરોની ચોરી કર્યાની કબૂલાત આપી હતી.જેને લઈ ઘોઘા પોલીસે ચારેય શખ્સોનો કબ્જો મેળવી સઘન અને ઝીણવટભરી પૂછપરછ કરતા ચારેયે ઓદરકા ગામે આવેલ ધોળીયા હનુમાનજી મંદિર માંથી ચાંદીના નાના-મોટા છત્તરો, ચાંદીથી મઢેલી ગદા ચોરી કર્યાની કબૂલાત આપી હતી. છતર, ચાંદીની ગદા ઓગળી નાખ્યાનું ખૂલ્યું, 7.60 લાખનો મુદ્દામાલ કબ્જે બાદ આરોપીઓએ ચોરી કરેલ ચાંદીની વસ્તુઓની ઓળખ ન થાય તે માટે ચાંદીના દાગીના ઓગાળી નાંખી ચાંદીના ચોસલા બનાવી દીધેલ હોવાનું તપાસ દરમ્યાન ખુલવા પામેલ હતુજેથી ઘોઘા પોલીસે આરોપીઓની વધુ પૂછપરછ તથા તપાસ હાથ ધરી ચોરી થયેલ ચાંદીની વસ્તુઓ ઓગાળી બનાવમાં આવેલ ચાંદીના ચોસલા કુલ વજન 3 કિલો 798.5. ગ્રામ, જેની અંદાજિત બજાર કિંમત રૂ.7,60,000, રોકડ રૂ. 5,20,000, બાઈક કિ.રૂ.60,000, મોબાઈલ 4 કિ.રૂ.55,000, લોખંડના નાના-મોટા બે કટર, આરીપાનું સહિતનો મુદ્દામાલ કબ્જે કરી ચારેય આરોપી દ્વારા કરવામાં આવેલ અન્ય ચોરીઓ અંગે પણ વધુ તપાસ હાથ ધરી કાયદેસરની કાર્યવાહી કરવામાં આવી છે.
    Click here to Read More
    Previous Article
    ભૂખી ખાડી છલકાઈ, પરીએજ ગામ સંપર્ક વિહોણું:નીચાણવાળા વિસ્તારોમાં પૂર જેવી સ્થિતિ, 50થી વધુ લોકોને સલામત સ્થળે ખસેડાયા
    Next Article
    નદીકાંઠે હાથ ધોવા ગયેલી બાળકીને મગર ખેંચી ગયો:વડોદરાના પાદરા તાલુકાનો બનાવ, ફાયર, SDRF સહિતની ટીમોએ શોધખોળ હાથ ધરી

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment