Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    નદીકાંઠે હાથ ધોવા ગયેલી બાળકીને મગર ખેંચી ગયો:વડોદરાના પાદરા તાલુકાનો બનાવ, ફાયર, SDRF સહિતની ટીમોએ શોધખોળ હાથ ધરી

    2 days ago

    વડોદરા જિલ્લાના પાદરા તાલુકામાં એક અત્યંત હૃદયદ્રાવક ઘટના સામે આવી છે. પાદરા તાલુકાના મેઢાદ ગામ નજીકથી પસાર થતી વિશ્વામિત્રી નદીના કિનારે 12 વર્ષની બાળકીને મગર પાણીમાં ખેંચી ગયો હતો. સવારના સમયે બનેલી આ ઘટનાથી સમગ્ર વિસ્તારમાં અરેરાટી વ્યાપી ગઈ છે અને ગ્રામજનોમાં ભારે ભયનો માહોલ સર્જાયો છે. નદીકાંઠે હાથ ધોવા ગયેલી બાળકીને ખેંચી ગયો પ્રાપ્ત વિગતો અનુસાર, આ બાળકી સવારના સમયે કુદરતી હાજતે ગઈ હતી. હાજતેથી તે વિશ્વામિત્રી નદીના પાણીમાં હાથ ધોવા માટે ગઈ હતી, તે જ સમયે પાણીમાં તક જોઈને છુપાયેલા મગરે અચાનક ઝાપટ મારી બાળકીને ઊંડા પાણીમાં ખેંચી લીધી હતી. આ ઘટનાને દીકરીના દાદા અને અન્ય બે વ્યક્તિએ નજરે જોતા તેઓ ચોંકી ગયા હતા અને આ મામલે ફાયરને જાણ કરતા ફાયર બ્રિગેડની ટીમ ઘટના સ્થળે દોડી આવી હતી. બાળકીની શોધખોળ હાથ ધરવામાં આવી ઘટનાની જાણ થતાં જ કરજણ ફાયર વિભાગની ટીમે તાત્કાલિક ઘટનાસ્થળે પહોંચીને શોધખોળ હાથ ધરી હતી. ઘટનાની ગંભીરતા જોઈને વડોદરા ફાયર વિભાગ, SDRF અને NDRFની ટીમો પણ મદદે દોડી આવી હતી. આ ઉપરાંત કરજણ અને પાદરાના RFO સહિતની વન વિભાગની ટીમ અને સ્થાનિક પોલીસ પણ ઘટનાસ્થળે પહોંચીને કામગીરીમાં જોડાઈ છે. બાળકીને શોધવા માટે હાથ ધરાયેલા આ સર્ચ ઓપરેશનને 4 કલાકથી વધુનો સમય વીતી ચૂક્યો છે, છતાં હજુ સુધી બાળકીનો કોઈ અતોપતો મળ્યો નથી. નદીના ઊંડા પાણી અને મગરોની હાજરી વચ્ચે તમામ રેસ્ક્યૂ ટીમો દ્વારા બાળકીની શોધખોળ કરવામાં આવી રહી છે.
    Click here to Read More
    Previous Article
    26 મંદિરમાં ચોરી કરનાર ઝડપાયા, ઘોઘા ઓદરકામાં ચોરીનો ભેદ ઉકેલાયો:છતર, ચાંદીની ગદા ઓગળી નાખ્યાનું ખૂલ્યું, 7.60 લાખનો મુદ્દામાલ કબ્જે
    Next Article
    યુપીમાં રેપની પીડિતા પર જ પોલીસ અધિકારીએ કર્યો રેપ:વિદ્યાર્થિનીનો આરોપ- પોલીસ સ્ટેશન બોલાવીને કહ્યું, તારો રેપ કેસ જૂનો થઈ ગયો છે, એકવાર મારી સાથે સંબંધ બાંધીશ તો મેડિકલ રિપોર્ટ સાચો આવશે; SSI સસ્પેન્ડ

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment