Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    અમદાવાદના 26 વર્ષીય યુવકને 20 વર્ષની કેદ:ફૂગ્ગો આપવાનું કહી 6 વર્ષીય બાળક સાથે સૃષ્ટિ વિરૂદ્ધનુ કૃત્ય આચર્યુ , બાળકને 4 લાખનું વળતર

    6 hours ago

    અમદાવાદના નારણપુરા પોલીસ મથકે ચાલુ વર્ષે 26 વર્ષીય આરોપી ગૌતમ ઠાકોર સામે BNS અને પોક્સો એક્ટ અંતર્ગત ગુનો નોંધાયો હતો. જેનો કેસ અમદાવાદ સીટી સેશન્સ કોર્ટ ખાતે આવેલી પોક્સોની વિશેષ અદાલતમાં ચાલી જતા જજ એચ.એન.દેસાઈએ સરકારી વકીલ દિલીપસિંહ.એમ.ઠાકોરની દલીલો, સાક્ષીઓ અને પુરાવા તપાસીને આરોપીને 20 વર્ષ કેદની સજા ફટકારી છે. ફૂગ્ગો આપવાની લાલચ આપી ઘરે બોલાવી દુષ્કૃત્ય આચર્યું કેસને વિગતે જોતા આરોપી 6 વર્ષીય બાળકની પડોશમાં રહેતો હતો. તેને બાળકને ફુગ્ગો અપાવવાની લાલચ આપીને પોતાના ઘરે બોલાવ્યો હતો. ત્યારબાદ તેની સાથે સૃષ્ટિ વિરુદ્ધનું કૃત્ય આચર્યુ હતું. બાળક પોતાના ઘરે દુઃખથી દોડતો પહોંચ્યો હતો અને ઊંધો ઊંઘી ગયો હતો. તે ગભરાયેલો લાગતા તેની માતાએ અંગે પૂછપરછ કરી હતી.બાળકે માતા સમક્ષ સંપૂર્ણ હકીકત જણાવી હતી. જેથી માતાએ પોલીસ પોલીસ ફરિયાદ નોંધાવી હતી. કોર્ટે આરોપીને 20 વર્ષની કેદ ઉપરાંત બાળકને 4 લાખ રૂપિયા વળતર ચૂકવવા માટે ઓથોરિટીને આદેશ કર્યો છે.
    Click here to Read More
    Previous Article
    સેન્ટ ઝેવિયર્સના અચાનક નિર્ણયના કારણે વિદ્યાર્થીઓ અને વાલીઓમાં રોષ:પરીક્ષાના 24 કલાક પહેલાં 65ની જગ્યાએ 75 ટકા હાજરીનો નિયમ લાગુ કરતા વિવાદ
    Next Article
    AMCની દક્ષિણ ઝોન ઓફિસ બની 'ઘર':ચંડોળા તળાવના રહેવાસીઓ ગાદલા-ગોદડા લઈ ઓફિસમાં સૂઈ ગયા, મકાનો હવે નહીં ફાળવે તો કમિશનરના ઘરે પણ જઈશું

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment