Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    AMCની કામગીરી:મચ્છરજન્ય રોગ અટકાવવા કેટલી કન્સ્ટ્રક્શન સાઈટો અને એકમો સીલ કર્યા એની માહિતી ન આપી, એક કરોડનો દંડ વસૂલાયો

    6 hours ago

    અમદાવાદ શહેરમાં ચોમાસાની ઋતુ દરમિયાન ડેન્ગ્યુ, મેલેરિયા અને ચિકનગુનિયા જેવા મચ્છરજન્ય રોગોનો ઉપદ્રવ ન વધે તે માટે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન (AMC) ના આરોગ્ય વિભાગ દ્વારા સઘન ચેકિંગ અને મચ્છર નિયંત્રણની વિશેષ ઝુંબેશ હાથ ધરવામાં આવી છે. આ કામગીરી અંતર્ગત શહેરના રહેણાંક વિસ્તારો, બાંધકામ હેઠળની સાઇટ્સ તેમજ કોમર્શિયલ એકમોમાં સઘન તપાસ દરમિયાન મચ્છરોના બ્રીડિંગ મળી આવતાં નિયમભંગ કરનારાઓ સામે નોટિસ ફટકારી મોટો વહીવટી ચાર્જ વસૂલ કરવામાં આવ્યો છે. મનપા તંત્ર દ્વારા માત્ર કન્સ્ટ્રક્શન સાઇટ્સ અને કોમર્શિયલ એકમો મળી કુલ 14,759 સંસ્થાઓ પાસેથી જ રૂ. 1.07 કરોડથી વધુનો વહીવટી દંડ વસૂલવામાં આવ્યો છે, જોકે કેટલી સાઇટ્સ કે એકમો સીલ કરાયા તેની યાદી જાહેર કરવામાં આવી નથી. કન્સ્ટ્રક્શન સાઇટ્સ અને કોમર્શિયલ એકમો સામે કડક કાર્યવાહી મ્યુનિસિપલ કોર્પોરેશનના મુખ્ય આરોગ્ય અધિકારી ડો. ભાવિન સોલંકીના જણાવ્યા અનુસાર, મેલેરિયા અને ડેન્ગ્યુ નિયંત્રણ માટે શહેરમાં અત્યાર સુધીમાં કુલ 9,677 કન્સ્ટ્રક્શન સાઇટ્સનું ચેકિંગ કરવામાં આવ્યું હતું. જેમાંથી મચ્છરોના બ્રીડિંગ મળી આવતાં 3,529 બાંધકામ સાઇટોને નોટિસ આપી 65.66 લાખનો વહીવટી ચાર્જ વસૂલ કરાયો છે. આ ઉપરાંત શહેરના જુદા-જુદા વિસ્તારોમાં 82,383 કોમર્શિયલ એકમોની તપાસ કરી તે પૈકી 11,230 એકમોને નોટિસ પાઠવી 41.61 લાખનો વહીવટી ચાર્જ વસૂલ કરવામાં આવ્યો છે. રહેણાંક સોસાયટીઓ, સરકારી અને ખાનગી પરિસરોમાં સઘન તપાસ સામાન્ય રીતે રહેણાંક વિસ્તારોમાં પણ મચ્છરજન્ય રોગો ઝડપથી ફેલાતા હોવાથી AMC ની ટીમો દ્વારા પોરાનાશક કામગીરી તેજ કરવામાં આવી છે. છેલ્લા 1 અઠવાડિયા દરમિયાન 828 રહેણાંક સોસાયટીઓમાં જનજાગૃતિ કાર્યક્રમો યોજવામાં આવ્યા હતા, જેમાં બ્રીડિંગ મળતાં 1,145 એકમોને નોટિસ આપી રૂ. 26,300 નો દંડ વસૂલાયો હતો. આ ઉપરાંત છેલ્લા સપ્તાહમાં 1,292 સરકારી અને અર્ધસરકારી કચેરીઓની તપાસ દરમિયાન 64 સ્થળોએ તેમજ 2,039 ખાનગી પ્રિમાઇસિસના ચેકિંગ દરમિયાન 259 સ્થળોએ મચ્છરના જીવતા બ્રીડિંગ મળી આવ્યા હતા. 258 ફોગિંગ મશીન અને 5100થી વધુ ઓઇલ બોલનો ઉપયોગ શહેરમાં મચ્છરોનો ઉપદ્રવ નિયંત્રિત કરવા માટે તમામ વોર્ડમાં મળીને કુલ 258 ફોગિંગ મશીન સતત કાર્યરત રાખવામાં આવ્યા છે. જ્યાં સામાન્ય જંતુનાશક દવાનો છંટકાવ શક્ય નથી તેવા અવાવરૂ સ્થળોએ 5,100 થી વધુ ઓઇલ બોલ મુકવામાં આવ્યા છે. નાના-મોટા 1,635 પાણી ભરેલા પડલ્સમાં મેલેરિયા લાર્વિસાઇડ ઓઇલ અને BTI નો છંટકાવ કરવામાં આવ્યો છે, જ્યારે મોટા ખાડાઓમાં મચ્છરોના પોરાનો કુદરતી રીતે નાશ કરવા માટે 147 સ્થળોએ ગંબુશિયા માછલીઓ છોડવામાં આવી છે. 6.66 લાખ ઘરોમાં ડોર-ટુ-ડોર તપાસ અને તાવના દર્દીઓના બ્લડ સેમ્પલ લેવાયા AMCના આરોગ્ય કર્મચારીઓ દ્વારા ઘરની અગાસી પર પડેલા જૂના ટાયર, પ્લાસ્ટિકના ડબ્બા, કૂંડા, કૂલર, ફ્લાવર પોટ, પક્ષીઓના કુંડા તેમજ ખુલ્લી પાણીની ટાંકીઓની ચકાસણી કરવામાં આવી રહી છે. શહેરમાં અત્યાર સુધીમાં કુલ 6.66 લાખ ઘરોમાં ઇન્ટ્રા-ડોમેસ્ટિક કામગીરી પૂર્ણ કરવામાં આવી છે, જેમાંથી 16,752 સ્થળોએ મચ્છરના પોરા મળી આવ્યા હતા. આ સર્વેલન્સ દરમિયાન તાવના લક્ષણો ધરાવતા 3,677 દર્દીઓના ઘરે જ સ્થળ પર લોહીના નમૂના લઈને લેબોરેટરી પરીક્ષણ માટે મોકલી આપવામાં આવ્યા છે.
    Click here to Read More
    Previous Article
    સંઘ અને સુપ્રીમના ટાર્ગેટ પર મોદી?:મુસ્લિમો વિશે ભાગવતે અમેરિકાથી ગાંધીજીની વાત દોહરાવી, જસ્ટિસ ભુયાને કહ્યું-જેન ઝી સવાલો પૂછે તો ધમકાવી ના શકો
    Next Article
    હીંચકામાંથી પટકાતાં 7 મહિનાના બાળકનું મોત:રાજકોટમાં કચરો વીણતી વખતે ટીપરવાનમાંથી ઉડેલું પતરૂ લાગી જતાં મહિલાનું મોત

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment