Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    સેન્ટ ઝેવિયર્સના અચાનક નિર્ણયના કારણે વિદ્યાર્થીઓ અને વાલીઓમાં રોષ:પરીક્ષાના 24 કલાક પહેલાં 65ની જગ્યાએ 75 ટકા હાજરીનો નિયમ લાગુ કરતા વિવાદ

    5 hours ago

    સેન્ટ ઝેવિયર્સ કોલેજમાં પરીક્ષાના 24 કલાક પહેલાં જ 75 ટકા કરતાં ઓછી હાજરી ધરાવતા વિદ્યાર્થીઓને પરીક્ષામાં બેસવા દેવાનો ઇનકાર કરવામાં આવતા વિવાદ સર્જાયો છે. પરીક્ષાની તૈયારી કરવાના સમયે વિદ્યાર્થીઓને છેલ્લી ઘડીએ કોલેજ અને યુનિવર્સિટીના ધક્કા ખાવાનો વારો આવ્યો છે. તો અંતિમ સેમેસ્ટરના વિદ્યાર્થીઓનું એક વર્ષ બગડવાની ભીતિ વચ્ચે કોલેજના નિર્ણય સામે વિદ્યાર્થીઓમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે. અચાનક જ કડક નિયમો કરી દેવામાં આવ્યો હોવાનો વિદ્યાર્થીઓએ દાવો કરી ભારે નારાજગી વ્યક્ત કરી છે. પરીક્ષા શરૂ થવાના 24 કલાક પહેલા જ નિયમમાં ફેરફાર કરાયો સેન્ટ ઝેવિયર્સ કોલેજમાં આવતીકાલથી કેટલાક સેમેસ્ટરની પરીક્ષાઓ શરૂ થવા જઈ રહી છે. જો તેના 24 કલાક પહેલા કોલેજ દ્વારા એક નિર્ણય લેવામાં આવતા વિદ્યાર્થીઓ અને વાલીઓમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે. આવતીકાલથી એટલે કે 19 નવેમ્બરથી કેટલાક સેમેસ્ટરની પરીક્ષાઓ શરૂ થઈ રહી છે. ત્યારે પરીક્ષાના ગણતરીના કલાકો પહેલાં જ 75 ટકા કરતાં ઓછી હાજરી ધરાવતા વિદ્યાર્થીઓને પરીક્ષામાં બેસવા નહીં દેવાનો નિર્ણય કરી હોલ ટિકિટ જાહેર કરવામાં આવી નથી. તેમજ અંતિમ સેમેસ્ટરમાં અભ્યાસ કરતા વિદ્યાર્થીઓને પરીક્ષામાં બેસતા અટકાવવામાં આવે તો તેમનું એક આખું શૈક્ષણિક વર્ષ બગડવાની ભીતિ ઊભી થઈ છે. જો કે અગાઉ 65 ટકા હાજરી ધરાવતા વિદ્યાર્થીઓને પણ પરીક્ષામાં બેસવા દેવામાં આવ્યા હોવાનું પણ જાણવા મળ્યું છે. ત્યારે અચાનક 75 ટકા હાજરી ફરજિયાત કરવાનો નિર્ણય લેવામાં આવતા અનેક વિદ્યાર્થીઓ મૂંઝવણમાં મુકાયા છે. નિયમ પ્રમાણે બે દિવસ પહેલા હોલ ટિકિટ આપવામાં આવતી હોય છે પરંતુ સેન્ટ ઝેવિયર્સ કોલેજ દ્વારા 24 કલાક પહેલા હોલ ટિકિટ જાહેર કરીને વિદ્યાર્થીઓને મુશ્કેલીમાં મૂકી દીધા છે. વિદ્યાર્થીઓ સમસ્યાના નિરાકરણ માટે યુનિવર્સિટી પહોંચ્યા કોલેજના આ નિર્ણય સામે મોટી સંખ્યામાં વિદ્યાર્થીઓ પ્રિન્સિપાલ સમક્ષ રજૂઆત કરવા પહોંચ્યા હતા, પરંતુ વિદ્યાર્થીઓ અને વાલીઓની કોઈપણ માંગ સ્વીકારવામાં આવી નથી. બીજી તરફ, કેટલાક વિદ્યાર્થીઓ પોતાની સમસ્યાનું નિરાકરણ લાવવા ગુજરાત યુનિવર્સિટી ખાતે પણ રજૂઆત કરવા પહોંચ્યા હતા, જોકે ત્યાંથી પણ તેમને સંતોષકારક જવાબ મળ્યો નથી. પરીક્ષાના એક દિવસ પહેલાં જ લેવાયેલા આ નિર્ણયને કારણે વિદ્યાર્થીઓમાં ભારે નારાજગી જોવા મળી રહી છે. પરીક્ષામાં બેસવા દેવાનો ઇનકાર કરી દેવામાં આવતા મોટી સંખ્યામાં વિદ્યાર્થીઓ વર્ષ બગડે અથવા પરીક્ષા આપવાથી વંચિત રહેવું પડે તેવી સ્થિતિ સર્જાઈ છે. 65 ટકાની જગ્યાએ 75 ટકા હાજરી ફરજિયાત કરવામાં આવી દિવ્ય ભાસ્કર સાથેની વાતચીતમાં કેટલાક વિદ્યાર્થીઓએ જણાવ્યું હતું કે, અમને આજે જ જાણ થઈ છે કે પરીક્ષામાં બેસવા દેવામાં આવશે. જે વિષયમાં હાજરી ઓછી તે વિષયમાં પરીક્ષા ન આપવા દેવાનો નિર્ણય કોલેજ દ્વારા લેવામાં આવ્યો છે. ફેમિલી પ્રોબ્લના કારણે કોલેજમાં ઘણી વખત આવી શકાયુ નથી. જે માટે જાણ કરીએ તો તેના પણ પુરાવાઓ માંગીને કડક નિયમો આગળ ધરી દેવામાં આવે છે. હવે ઘરમાં પારિવારિક સમસ્યા હોય તો ન આવી શકીએ તે સ્વાભાવિક છે. જો કે અગાઉ 65 ટકા હાજરી હોય તો પણ પરીક્ષામાં બેસવા દેવામાં આવ્યા હતા. પરંતુ આ વખતે અચાનક 75 ટકા હાજરી હશે તો પરીક્ષા આપવા દેવાનું કહી દેવામાં આવ્યું છે. અન્ય કેટલાક વિદ્યાર્થીઓએ દિવ્ય ભાસ્કર સાથેની વાતચીતમાં જણાવ્યું હતું કે, પરીક્ષાના 24 કલાલ પહેલા જ હોલ ટિકિટ જાહેર કરવામાં આવી છે. પરીક્ષાના બે દિવસ પહેલા જો હોલ ટિકિટ જાહેર કરવામાં આવે તો કોઈ રજૂઆત કરીને પ્રશ્નનું નિરાકરણ લાવી શકીએ છીએ પરંતુ કાલે પરીક્ષા છે અને આજે જ હોલ ટિકિટ જાહેર કરવામાં આવી છે જેથી હવે રજૂઆત કરવા માટે આવ્યા તો પરીક્ષા આપવાનો સ્પષ્ટ ઇનકાર કરી દેવામાં આવ્યો છે. 72થી 73 ટકા હાજરી હોવા છતાં પરીક્ષા નહી આપવા દઈએ તેવું કહેવામાં આવી રહ્યું છે. આપવીતી જણાવતા વિદ્યાર્થિની રડી પડી વિદેશ જવા માટે ઇચ્છતી એક વિદ્યાર્થીનીએ રડતા રડતા જણાવ્યું હતું કે, મારી 70 ટકા હાજરી છે છતાં પરીક્ષા નહી આપવા દઇએ તેવું કહેવામાં આવ્યું છે. રજૂઆત કરવા માટે આવી ત્યારે એવું કહેવામાં આવ્યું કે જુલાઈમાં તમને પરીક્ષા આપવા દઈશું. પરંતુ મારે જૂન મહિનામાં વિદેશ જવાનું છે તેથી આ પરીક્ષા આપવી ખૂબ જરૂરી છે. મેડિકલ અને ફેમિલી પ્રોબ્લેમ ના કારણે કેટલાક દિવસ કોલેજ આવી શકી ન હતી. મેડિકલ સર્ટી વિભાગમાં જમા કરાવ્યું હતું પરંતુ માન્ય ગણવામાં આવ્યું હતું. મારી સાયકોલોજી વિષયની 5માં સેમેસ્ટરની કાલથી પરીક્ષા છે. હવે જૂન મહિનામાં વિદેશ જવા માટે પણ સમસ્યા ઉભી થવાની છે. બધા ડિપાર્ટમેટમાં અગાઉ એવું કહેવામાં આવ્યું હતું કે 70 ટકા હાજરી હશે તો પણ ચલાવી લેવામાં આવશે. પરંતુ પરીક્ષાના એક દિવસ પહેલા જ હોલ ટિકિટ જાહેર કરી હવે રજૂઆત કરીએ તો પરીક્ષા આપવામાં આવતી નથી.
    Click here to Read More
    Previous Article
    ટ્રમ્પ, પુતિન અને શી જિનપિંગની ડિનર પર મુલાકાત:ત્રણેય નેતાઓની કાલે બેઠક; ચીનના રાષ્ટ્રપતિ પહેલીવાર પ્રોટોકોલ તોડીને વિદેશી નેતાનું સ્વાગત કરવા પહોંચ્યા
    Next Article
    અમદાવાદના 26 વર્ષીય યુવકને 20 વર્ષની કેદ:ફૂગ્ગો આપવાનું કહી 6 વર્ષીય બાળક સાથે સૃષ્ટિ વિરૂદ્ધનુ કૃત્ય આચર્યુ , બાળકને 4 લાખનું વળતર

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment