Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    ભાવનગર સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી:26 એપ્રિલે મતદાન, શાંતિપૂર્ણ માહોલ માટે પોલીસતંત્ર સજ્જ; 1700 પોલીસ અને 2205 હોમગાર્ડ-GRD જવાનોનો લોખંડી પહેરો રહેશે

    17 hours ago

    આગામી તા. 26 એપ્રિલે ભાવનગર જિલ્લામાં યોજાનારી સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીને ધ્યાનમાં રાખીને પોલીસ તંત્ર દ્વારા જડબેસલાક બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો છે. જિલ્લામાં કુલ 1152 બિલ્ડિંગમાં આવેલા મતદાન કેન્દ્રોમાં શાંતિપૂર્ણ અને સુમેળભર્યું મતદાન થાય તે માટે ખાસ આયોજન કરવામાં આવ્યું છે, જેમાં 12 અતિ સંવેદનશીલ, 260 સંવેદનશીલ તથા 880 સામાન્ય બુથનો સમાવેશ થાય છે. આ તમામ સ્થળોએ કડક સુરક્ષા માટે કુલ 1700 પોલીસ જવાનો, 2205 હોમગાર્ડ અને GRDના જવાનો સાથે SRPની ટીમ પણ તહેનાત રહેશે જ્યારે SP, ASP, DYSP, PI અને PSI સહિતના અધિકારીઓ દ્વારા સમગ્ર ચૂંટણી પ્રક્રિયા પર સતત બાજ નજર રાખવામાં આવશે. પેરોલફલો સ્કવોડ સહિત 6 ટીમો સહિતના અધિકારીઓ હથિયારો સાથે તૈનાત સ્થાનિક સ્વરાજય સંસ્થાઓની આગામી 26મી એપ્રિલે ભાવનગર મહાનગરપાલિકા, જિલ્લાપંચાયત, તાલુકાપંચાયત તેમજ 3 નગરપાલિકાની યોજાનારી ચૂંટણી સંદર્ભે જિલ્લાની 1152 બિલ્ડીંગોમાં અતિ સંવેદનશીલ-12, સંવેદનશીલ-260, સામાન્ય-880ના કુલ 1977 બુથો માટે પોલીસ બંદોબસ્ત ગોઠવાયો છે. કોન્સ્ટેબલો-હેડ કોન્સ્ટેબલો તથા ASI મળીને કુલ 1700 પોલીસ જવાનો 2205 હોમગાર્ડ-GRD જવાનો SRPની 1 કંપની, SP, DYSP-7, ASP-2 , PI-35, PSI- 57, ગ્રુપ મોબાઈલ 115, QRT વાહન 24, રેન્જ આઈ.જી. સ્ટ્રાઈકિંગ ફોર્સ, SP સ્ટ્રાઈકિંગ ફોર્સ, ચૂંટણી દરમિયાન જિલ્લાનું મોનીટરીંગ માટે LCB, SOG, પેરોલફલો સ્કવોડ સહિત 6 ટીમો સહિતના અધિકારીઓ હથિયારો સાથે તૈનાત રહેશે. 800થી વધુ CCTV દરેક હિલચાલ પર સતત મોનિટરિંગ કરાશે ચૂંટણીમાં પ્રક્રિયામાં કાયદો અને વ્યવસ્થા જળવાઈ રહે તે માટે ભાવનગર પોલીસ દ્વારા લોખંડી બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો છે. આ પ્રક્રિયા દરમિયાન તમામ સુપરવિઝન અધિકારીઓ અને ગ્રુપ મોબાઈલ ટીમો સરકારી કેમેરાથી સજ્જ રહેશે, જ્યારે સાયબર ક્રાઈમની ટીમો સોશિયલ મીડિયાના દરેક પ્લેટફોર્મ પર 'બાજ નજર' રાખી રહી છે. ખાસ કરીને સિહોર, મહુવા, પાલીતાણા અને ભાવનગર શહેરમાં 'નેત્ર પ્રોજેક્ટ' હેઠળના 800થી વધુ સીસીટીવી કેમેરા દ્વારા દરેક હિલચાલ પર સતત મોનિટરિંગ કરવામાં આવશે. પોલીસ પ્રશાસન દ્વારા સ્પષ્ટ ચેતવણી આપવામાં આવી છે કે, જો કોઈ પણ શખ્સ શાંતિ ડહોળવાનો કે અફવા ફેલાવવાનો પ્રયાસ કરશે, તો તેની સામે કડક કાયદેસરની કાર્યવાહી કરવામાં આવશે, જેથી સમગ્ર ચૂંટણી પ્રક્રિયા શાંતિપૂર્ણ માહોલમાં સંપન્ન થઈ શકે
    Click here to Read More
    Previous Article
    મહેસાણા LCBની મોટી સફળતા:વસઈમાં 64 લાખની લૂંટનો ભેદ ઉકેલાયો, બે આરોપીઓ જેલના સળિયા પાછળ
    Next Article
    પાટણના ધારાસભ્ય કિરીટ પટેલે ચંદ્રુમાણામાં સભા સંબોધી:કોંગ્રેસના ઉમેદવારોને જીતાડવા અપીલ કરી

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment