Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    પાટણના ધારાસભ્ય કિરીટ પટેલે ચંદ્રુમાણામાં સભા સંબોધી:કોંગ્રેસના ઉમેદવારોને જીતાડવા અપીલ કરી

    19 hours ago

    પાટણ: પાટણના ધારાસભ્ય ડો. કિરીટભાઈ પટેલે ગુરુવારે ચંદ્રુમાણા ગામે ચૂંટણી સભા સંબોધી હતી. તેમણે પાટણ તાલુકા અને જિલ્લા પંચાયતની ચંદ્રુમાણા અને કુણઘેર બેઠકો પર કોંગ્રેસના ઉમેદવારોને વિજેતા બનાવવા અપીલ કરી હતી. આ બેઠકો પર ભાજપ અને કોંગ્રેસ વચ્ચે મુકાબલો છે. ધારાસભ્ય કિરીટભાઈ પટેલે મતદારોને સમજાવવાનો પ્રયાસ કર્યો હતો. તેમણે પ્રશ્ન કર્યો કે અગાઉના જિલ્લા પંચાયતના પ્રતિનિધિએ ચંદ્રુમાણા ગામની કેટલી મુલાકાત લીધી અને કેટલી ગ્રાન્ટ ફાળવી તેનો હિસાબ માંગવો જોઈએ. તેમણે કહ્યું કે લોકોનો અધિકાર છે કે તેઓ તેમના પ્રતિનિધિ પાસેથી કામ કરાવે. પટેલે જણાવ્યું કે તેમની ઓફિસમાં તેમના દ્વારા ગામની મુલાકાતો અને ફાળવેલી ગ્રાન્ટનો હિસાબ ઉપલબ્ધ છે. તેમણે કુણઘેર જિલ્લા પંચાયત બેઠક પર ભાજપના ઉમેદવાર અન્ય ગામના હોવા અંગે પણ સવાલ ઉઠાવ્યો. તેમણે કહ્યું કે જો ભાજપે વિકાસ કર્યો હોત તો 19 ગામોમાંથી કોઈ યોગ્ય ઉમેદવાર ન મળ્યો? ધારાસભ્યએ મતદારોને સીધી અપીલ કરતા કહ્યું કે, "જો તમને મારું કામ ગમ્યું હોય તો કોંગ્રેસના બંને ઉમેદવારોને જીતાડજો." તેમણે ગામના ગૌરીમાતા રોડનું ટેન્ડર બે મહિનામાં થશે અને ત્યારબાદ કામ શરૂ થશે તેવી પણ માહિતી આપી. આ ચૂંટણી સભામાં જિલ્લા પંચાયતના ઉમેદવાર, તાલુકા પંચાયતના ઉમેદવાર અમરતભાઈ દેસાઈ, વિવિધ સમાજના અગ્રણીઓ અને ગ્રામજનો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા. સભા સમાપ્ત થયા બાદ ધારાસભ્યએ દિવંગત હીરાજી દરબારના ઘરે જઈને પરિવારજનોને સાંત્વના પાઠવી હતી.
    Click here to Read More
    Previous Article
    ભાવનગર સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી:26 એપ્રિલે મતદાન, શાંતિપૂર્ણ માહોલ માટે પોલીસતંત્ર સજ્જ; 1700 પોલીસ અને 2205 હોમગાર્ડ-GRD જવાનોનો લોખંડી પહેરો રહેશે
    Next Article
    IPL 2026 Live: Rohit Sharma, MS Dhoni Suspense Ends As MI Opt To Bowl vs CSK

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment