Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    મહેસાણા LCBની મોટી સફળતા:વસઈમાં 64 લાખની લૂંટનો ભેદ ઉકેલાયો, બે આરોપીઓ જેલના સળિયા પાછળ

    15 hours ago

    મહેસાણા જિલ્લાના વસઈ પોલીસ સ્ટેશનની હદમાં ગત તારીખ 20 એપ્રિલ, 2026ના રોજ થયેલી 64 લાખ રૂપિયાની તોતિંગ લૂંટનો ભેદ મહેસાણા લોકલ ક્રાઈમ બ્રાન્ચ દ્વારા ગણતરીના દિવસોમાં જ ઉકેલી કાઢવામાં આવ્યો છે. આ ગંભીર ગુનામાં સંડોવાયેલા બે મુખ્ય આરોપીઓને પોલીસે પકડી પાડ્યા છે અને તેમની પાસેથી લૂંટમાં વપરાયેલી સ્વિફ્ટ ડિઝાયર કાર તથા 14 લાખ અને 10 લાખ મળીને કુલ 24 લાખ રૂપિયાની રોકડ રકમ કબજે કરી છે. આ સફળ કામગીરીને લઈને પોલીસ તંત્રની કામગીરીની પ્રશંસા થઈ રહી છે. હથિયાર બતાવી 64 લાખની લૂંટ ચલાવી ફરાર થઈ ગયા હતા ગુનાની વિગતો મુજબ આરોપી નિલેશભાઈ બ્રહ્મભટ્ટે ફરિયાદીના દીકરા સિદ્ધાર્થ તથા સાહેદ મુકેશભાઈ વણઝારાને વિદેશ (ઓસ્ટ્રેલિયા) મોકલવાનું આશ્વાસન આપી વિશ્વાસમાં લીધા હતા અને તેમને દિલ્હી બોલાવી બાદમાં મહેસાણા ખાતે રાધે ગેસ્ટહાઉસમાં એકત્રિત કર્યા હતા. આ દરમિયાન 19 એપ્રિલના રોજ બપોરે દોઢેક વાગ્યાના સુમારે અજાણ્યા શખ્સો ગેસ્ટહાઉસમાં ઘૂસી આવ્યા હતા અને ફરિયાદીના દીકરા તથા અન્ય સાહેદોને પિસ્તોલ જેવા હથિયાર બતાવી 64 લાખ રૂપિયાની લૂંટ ચલાવી ફરાર થઈ ગયા હતા. CCTVના આધારે તપાસનો ધમધમાટ શરૂ કર્યો હતો આ ઘટનાની ગંભીરતાને ધ્યાને લઈ ગાંધીનગર રેન્જના નાયબ પોલીસ મહાનિરીક્ષક વીરેન્દ્રસિંહ યાદવ તથા પોલીસ અધિક્ષક હિમાશું સોલંકીએ LCB પોલીસ ઇન્સ્પેક્ટર એસ.આર. ચૌધરીને ત્વરિત તપાસ કરી આરોપીઓને ઝડપી પાડવા સૂચના આપી હતી. પોલીસ ઇન્સ્પેક્ટરે LCB, SOG અને પેરોલ ફર્લો સ્ક્વોડની અલગ-અલગ ટીમો બનાવી ટેકનિકલ સર્વેલન્સ અને CCTVના આધારે તપાસનો ધમધમાટ શરૂ કર્યો હતો. તપાસ દરમિયાન પોલીસને એક શંકાસ્પદ સ્વિફ્ટ ડિઝાયર કાર (નંબર RJ.19.CM.9169) મળી આવી હતી, જેનો રૂટ ટ્રેક કરતા પોલીસ આરોપીઓ સુધી પહોંચી હતી. પકડાયેલા બંને આરોપીઓનો ગુનાહિત ઇતિહાસ પણ લાંબો પોલીસની ટીમે જોધપુર (રાજસ્થાન) થી વીશનસિંગ ભંવરસિંગ રાઠોડને અને વડોદરાથી ભાવેશ ઘનશ્યામભાઈ વાળંદને ઝડપી પાડ્યા હતા. પોલીસની પૂછપરછમાં સામે આવ્યું છે કે, ભાવેશ વાળંદે જ લૂંટ કરવા માટે રાજસ્થાનથી આ શખસોને ગુજરાત બોલાવ્યા હતા. પકડાયેલા બંને આરોપીઓનો ગુનાહિત ઇતિહાસ પણ લાંબો છે. આરોપી ભાવેશ વાળંદ વિરુદ્ધ વડોદરા, મહેસાણા, ગાંધીનગર અને અમદાવાદના વિવિધ પોલીસ સ્ટેશનોમાં છેતરપિંડીના અનેક ગુનાઓ નોંધાયેલા છે એવી જ રીતે, વીશનસિંગ રાઠોડ વિરુદ્ધ પણ ગાંધીનગરમાં છેતરપિંડી તથા રાજસ્થાનમાં મારામારીના કેસ નોંધાયેલા છે. હાલમાં પોલીસે પકડાયેલા આરોપીઓ પાસેથી 24 લાખ રૂપિયા રોકડ લૂંટમાં વપરાયેલી કાર અને ત્રણ મોબાઈલ ફોન કબજે કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. આ ગુનામાં સંડોવાયેલા અન્ય ફરાર આરોપીઓની શોધખોળ માટે પણ પોલીસે ચક્રો ગતિમાન કર્યા છે.
    Click here to Read More
    Previous Article
    ઇન્ફોસિસનો નફો ચોથા ક્વાર્ટરમાં 21% વધ્યો:જે ₹8,501 કરોડ રહ્યો, રેવન્યુ 13% વધી; કંપની રોકાણકારોને 25 રૂપિયા ડિવિડન્ડ આપશે
    Next Article
    ભાવનગર સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી:26 એપ્રિલે મતદાન, શાંતિપૂર્ણ માહોલ માટે પોલીસતંત્ર સજ્જ; 1700 પોલીસ અને 2205 હોમગાર્ડ-GRD જવાનોનો લોખંડી પહેરો રહેશે

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment