Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    ગીર સોમનાથમાં 26 એપ્રિલે સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી:જિલ્લા પંચાયત, તા.પંચાયત, નગરપાલિકાની બેઠકો પર મતદાન; તંત્ર સજ્જ

    11 hours ago

    ગીર સોમનાથ જિલ્લામાં 26 એપ્રિલે યોજાનારી સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી માટે વહીવટી તંત્રે તમામ તૈયારીઓ પૂર્ણ કરી લીધી છે. જિલ્લા ચૂંટણી અધિકારી અને કલેક્ટર એન.વી. ઉપાધ્યાયે પત્રકાર પરિષદમાં જણાવ્યું કે ચૂંટણી શાંતિપૂર્ણ, નિષ્પક્ષ અને પારદર્શક રીતે યોજવા માટે તંત્ર સંપૂર્ણ સજ્જ છે. આ ચૂંટણીમાં જિલ્લા પંચાયતની 28 બેઠકો માટે 85 ઉમેદવારો મેદાનમાં છે. જ્યારે તાલુકા પંચાયતની 128 બેઠકો માટે 354 ઉમેદવારો વચ્ચે સ્પર્ધા થશે. કેટલીક બેઠકો બિનહરીફ જાહેર થઈ છે. નગરપાલિકા ક્ષેત્રે વેરાવળ-પાટણ, તાલાળા, સૂત્રાપાડા અને ઉના સહિત કુલ 128 બેઠકો માટે મતદાન થશે, જેમાંથી 10 બેઠકો બિનહરીફ જાહેર કરાઈ છે. મતદાન પ્રક્રિયા સવારે 7 થી સાંજે 6 વાગ્યા સુધી ચાલશે. જિલ્લામાં કુલ 815 મતદાન મથકો (પંચાયત) અને 195 મતદાન મથકો (નગરપાલિકા) ગોઠવવામાં આવ્યા છે. સંવેદનશીલ અને અતિસંવેદનશીલ મથકો પર વિશેષ પોલીસ બંદોબસ્ત ગોઠવાયો છે. ચૂંટણીમાં હજારો કર્મચારીઓ અને ઈ.વી.એમ. મશીનો કાર્યરત રહેશે. ઉનાળાની ગરમીને ધ્યાનમાં રાખીને મતદારો માટે વિશેષ સુવિધાઓ ઉપલબ્ધ કરાઈ છે. મતદાન મથકો પર છાંયો માટે પંડાલ, પીવાનું પાણી, ઓ.આર.એસ. અને પ્રાથમિક સારવારની વ્યવસ્થા રહેશે. દિવ્યાંગ મતદારો માટે વ્હીલચેર અને સહાયકની પણ વ્યવસ્થા કરવામાં આવી છે. કલેક્ટરએ મતદારોને અપીલ કરતાં જણાવ્યું કે મતદાન માટે ફોટાવાળું માન્ય ઓળખપત્ર ફરજિયાત છે. ચૂંટણી કાર્ડ ઉપરાંત આધાર કાર્ડ, પાન કાર્ડ સહિતના અન્ય વિકલ્પો પણ માન્ય ગણાશે. તેમણે નાગરિકોને મોટી સંખ્યામાં મતદાન કરી લોકશાહીના પર્વમાં ભાગ લેવા અનુરોધ કર્યો હતો. જિલ્લામાં કાયદો અને વ્યવસ્થા સંપૂર્ણ નિયંત્રણમાં હોવાનું જણાવતાં કલેક્ટરએ કહ્યું કે ચૂંટણી દરમિયાન પૂરતો પોલીસ બંદોબસ્ત રહેશે અને શાંતિપૂર્ણ મતદાન સુનિશ્ચિત કરવા માટે તમામ જરૂરી પગલાં લેવામાં આવ્યા છે.
    Click here to Read More
    Previous Article
    કોંગ્રેસ ઉમેદવાર નશામાં કાર ચલાવતા ઝડપાયા:પોરબંદરના વોર્ડ 3ના ઉમેદવાર સામે પોલીસ ફરિયાદ
    Next Article
    RTO દ્વારા ખાનગી વાહનો રિક્વિઝિશન:ચૂંટણી માટે EVM અને પોલિંગ સ્ટાફને બુથ સુધી પહોંચાડવા અધિગ્રહણ

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment