Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    RTO દ્વારા ખાનગી વાહનો રિક્વિઝિશન:ચૂંટણી માટે EVM અને પોલિંગ સ્ટાફને બુથ સુધી પહોંચાડવા અધિગ્રહણ

    9 hours ago

    સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી માટે જિલ્લા વહીવટી તંત્ર દ્વારા તૈયારીઓને આખરી ઓપ આપવામાં આવ્યો છે. મતદાન પ્રક્રિયા શાંતિપૂર્ણ અને સુવ્યવસ્થિત રીતે સંપન્ન થાય તે સુનિશ્ચિત કરવા RTO વિભાગ દ્વારા ખાનગી વાહનો રિક્વિઝિશન કરવામાં આવ્યા છે. આ વાહનો EVM મશીન અને પોલિંગ સ્ટાફને બુથ સુધી પહોંચાડશે. ચૂંટણીના દિવસે જિલ્લાના અંતરિયાળ વિસ્તારો અને દરેક પોલિંગ બુથ સુધી EVM મશીન તેમજ મતદાન માટે નિયુક્ત પોલિંગ પાર્ટીઓને સમયસર પહોંચાડવી એ એક મોટો પડકાર છે. આ કામગીરીને સરળ બનાવવા માટે જિલ્લા વહીવટી તંત્ર અને RTO વિભાગે સંયુક્ત કવાયત હાથ ધરી છે. જિલ્લામાં ઉપલબ્ધ 30 થી વધુ ખાનગી ઇકો વાહનોનું અધિગ્રહણ કરવામાં આવ્યું છે. RTO વિભાગના અધિકારીઓના જણાવ્યા અનુસાર, મતદાન મથકો સુધી સામગ્રી અને સ્ટાફને સુરક્ષિત રીતે પહોંચાડવા માટે આ ખાનગી વાહનોને ફરજ પર લગાડવામાં આવ્યા છે. આ વાહનો દ્વારા EVM મશીન અને ચૂંટણી સ્ટાફને તેમના નિર્ધારિત પોલિંગ બુથ પર પહોંચાડવાની કામગીરી વહેલી સવારથી જ શરૂ કરી દેવામાં આવશે. જિલ્લા કલેક્ટર અને ચૂંટણી અધિકારી દ્વારા તમામ નાગરિકોને લોકશાહીના આ પર્વમાં ઉત્સાહભેર ભાગ લેવા અને અચૂક મતદાન કરવા અપીલ કરવામાં આવી છે. વધુમાં, કોઈપણ પ્રકારની અફવાઓથી દૂર રહેવા અને શાંતિ જાળવવા માટે પણ નાગરિકોને સૂચના આપવામાં આવી છે.
    Click here to Read More
    Previous Article
    ગીર સોમનાથમાં 26 એપ્રિલે સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી:જિલ્લા પંચાયત, તા.પંચાયત, નગરપાલિકાની બેઠકો પર મતદાન; તંત્ર સજ્જ
    Next Article
    Redmi A7 Pro 4G vs Vivo Y05 4G vs Realme P4 Lite 4G: Price in India, Specifications Compared

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment