Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    જોરાવરનગર પોલીસે રતનપર બાયપાસ પરથી દારૂ ઝડપ્યો:રૂ. 2.59 લાખનો વિદેશી દારૂ જપ્ત, એક આરોપી ફરાર

    1 सप्ताह पहले

    સુરેન્દ્રનગર જિલ્લાના જોરાવરનગર પોલીસે રતનપર બાયપાસ રોડ પરથી રૂ. 2.59 લાખનો વિદેશી દારૂનો જથ્થો ઝડપી પાડ્યો છે. આ મામલે એક આરોપી વિરુદ્ધ ગુનો નોંધી તેને પકડવા માટે કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. પોલીસને મળેલી બાતમી મુજબ, રોહિત ઉર્ફે ઘોઘો જીલુભાઈ કુરીયા રતનપર બાયપાસ રોડ, રાજગોર હોટેલ પાછળ આવેલી ખુલ્લી પડતર જગ્યામાં ગેરકાયદેસર વિદેશી દારૂ રાખી તેનું વેચાણ કરતો હતો. આ બાતમીના આધારે પોલીસે સદરહુ જગ્યાએ રેઇડ કરી હતી. રેઇડ દરમિયાન આરોપી સ્થળ પર હાજર મળ્યો ન હતો, પરંતુ અવાવરું જગ્યામાં મીણિયાના કાગળ નીચે છુપાવેલો ભારતીય બનાવટનો વિદેશી દારૂ અને બિયરની કુલ 455 બોટલો/ટીન મળી આવ્યા હતા. આ જથ્થાની કુલ કિંમત રૂ.2.59 લાખનો આંકવામાં આવી છે. જપ્ત કરાયેલા મુદ્દામાલમાં રોયલ સ્ટેગ વ્હીસ્કી (750 એમ.એલ.) 36 બોટલ (રૂ. 46,800/-), રોયલ ચેલેન્જ વ્હીસ્કી (750 એમ.એલ.) 48 બોટલ (રૂ. 62,400/-), ગ્રીન લેબલ એક્ષપોર્ટ સ્પેશ્યલ વ્હીસ્કી (750 એમ.એલ.) 36 બોટલ (રૂ. 39,600/-), ગ્રીન લેબલ એક્ષપોર્ટ સ્પેશ્યલ વ્હીસ્કી (180 એમ.એલ.) 191 નંગ (રૂ. 42,020/-), વ્હાઇટ લેક જામુન વોડકા (180 એમ.એલ.) 144 નંગ (રૂ. 31,680/-) અને કિંગફિશર સુપર સ્ટ્રોંગ પ્રીમિયમ બિયર (500 એમ.એલ.) 108 નંગ (રૂ. 34,060/-) નો સમાવેશ થાય છે. આ કેસમાં ફરાર આરોપી રોહિત ઉર્ફે ઘોઘો જીલુભાઈ કુરીયા (રહે. રતનપર ખાણ વિસ્તાર, તા. વઢવાણ, જી. સુરેન્દ્રનગર) વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.
    Click here to Read More
    Previous Article
    ખેડૂતોના મુદ્દે ગાંધીનગરમાં ટ્રેક્ટર કૂચ:20થી વધુ ખેડૂત સંગઠનો જોડાશે, AAPએ જાહેર કર્યું સંપૂર્ણ સમર્થન
    Next Article
    દાહોદના ખરેડીમાં જનકલ્યાણ શિબિર યોજાઈ:લાભાર્થીઓને PMJAY કાર્ડનું વિતરણ કરાયું, વિવિધ યોજનાઓ વિશે માહિતી અપાઈ

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment