Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    દાહોદના ખરેડીમાં જનકલ્યાણ શિબિર યોજાઈ:લાભાર્થીઓને PMJAY કાર્ડનું વિતરણ કરાયું, વિવિધ યોજનાઓ વિશે માહિતી અપાઈ

    1 week ago

    દાહોદ તાલુકાના ખરેડી ગામે રાજ્ય સરકારની જનકલ્યાણલક્ષી યોજનાઓનો લાભ છેવાડાના નાગરિકો સુધી પહોંચાડવાના ઉદ્દેશ્ય સાથે એક વિશેષ જનકલ્યાણ શિબિરનું આયોજન કરવામાં આવ્યું હતું. ખરેડી પ્રાથમિક શાળા ખાતે યોજાયેલી આ શિબિરમાં આરોગ્ય સેવાઓ ઘરઆંગણે ઉપલબ્ધ કરાવવા પર ભાર મૂકવામાં આવ્યો હતો. આ શિબિરમાં દાહોદના ધારાસભ્ય કનૈયાલાલ કિશોરી અને તાલુકા પંચાયત પ્રમુખ અનિલ કિશોરીની ઉપસ્થિતિમાં આયુષ્યમાન ભારત પ્રધાનમંત્રી જન આરોગ્ય યોજના (PMJAY) હેઠળના કાર્ડનું લાભાર્થીઓને વિતરણ કરવામાં આવ્યું હતું. મહાનુભાવોએ રાજ્ય સરકારની વિવિધ યોજનાઓ વિશે માહિતી આપી હતી. PMJAY ઉપરાંત નમો શ્રી યોજના અને વય વંદના યોજના અંગે પણ જાગૃતિ લાવવામાં આવી હતી, જેમાં નાગરિકોને પાત્રતા અને અરજી પ્રક્રિયા વિશે માર્ગદર્શન અપાયું હતું. કાર્યક્રમ દરમિયાન સ્થળ પર જ ડોક્યુમેન્ટ વેરિફિકેશન કરીને અનેક લાભાર્થીઓની નોંધણી કરવામાં આવી હતી. શિબિરમાં 44 વ્યક્તિઓએ આયુષ્યમાન કાર્ડ માટે, 11 મહિલાઓએ નમો શ્રી યોજના માટે અને 8 વરિષ્ઠ નાગરિકોએ વય વંદના યોજના માટે નોંધણી કરાવી હતી. આ સ્થળ પરની સેવાને કારણે ગ્રામજનોનો સમય બચ્યો હતો. આરોગ્ય વિભાગ દ્વારા યોજાયેલી તપાસ શિબિરમાં મોટી સંખ્યામાં ગ્રામજનોએ લાભ લીધો. કુલ 163 વ્યક્તિઓની સામાન્ય તપાસ (OPD), 41 બાળકોની RBSK અંતર્ગત આરોગ્ય તપાસ અને 38 વ્યક્તિઓના બ્લડ પ્રેશરની તપાસ કરવામાં આવી હતી. આરોગ્ય નિષ્ણાતોએ જરૂરિયાતમંદોને યોગ્ય સારવાર અને સલાહ આપી હતી. આ આયોજનમાં પૂર્વ તાલુકા પંચાયત પ્રમુખ, ગામના સરપંચ, મામલતદાર, તાલુકા વિકાસ અધિકારી, પ્રાથમિક આરોગ્ય કેન્દ્રના મેડિકલ ઓફિસર, આરોગ્ય વિભાગના કર્મચારીઓ અને આશા બહેનો સહિત મોટી સંખ્યામાં ગ્રામજનો સહભાગી થયા હતા. શિબિર દરમિયાન ગ્રામજનોમાં ઉત્સાહ જોવા મળ્યો હતો અને તેમણે સરકારી સેવાઓ સીધી રીતે પ્રાપ્ત થતા તંત્રની કામગીરીની પ્રશંસા કરી હતી.
    Click here to Read More
    Previous Article
    જોરાવરનગર પોલીસે રતનપર બાયપાસ પરથી દારૂ ઝડપ્યો:રૂ. 2.59 લાખનો વિદેશી દારૂ જપ્ત, એક આરોપી ફરાર
    Next Article
    Surat shocking incident | નશામાં ધૂત પોલીસકર્મીની કાર BRTS બસ સાથે અથડાઈ | News18 Gujarati

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment