Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    ખેડૂતોના મુદ્દે ગાંધીનગરમાં ટ્રેક્ટર કૂચ:20થી વધુ ખેડૂત સંગઠનો જોડાશે, AAPએ જાહેર કર્યું સંપૂર્ણ સમર્થન

    1 week ago

    ખેડૂતો પર થયેલા કથિત અત્યાચાર, ખેતરોમાં ખાનગી કંપનીઓ દ્વારા બળજબરીથી થાંભલા ઊભા કરવાના મુદ્દા અને યોગ્ય વળતરની માંગ સાથે સમગ્ર ગુજરાતના ખેડૂતો આવતીકાલે, 15 જૂનના રોજ ગાંધીનગરમાં વિશાળ ટ્રેક્ટર રેલી યોજવા જઈ રહ્યા છે. આ રેલીને આમ આદમી પાર્ટી (AAP) દ્વારા સંપૂર્ણ સમર્થન જાહેર કરવામાં આવ્યું છે. ગુજરાતમાં ખેડૂતોની સ્થિતિ દયનીય બની છે AAPના ખેડૂત નેતા અને ફ્રંટલ સંગઠનના પ્રદેશ પ્રમુખ પ્રવીણ રામે વીડિયો સંદેશ મારફતે જણાવ્યું કે, હાલ ગુજરાતમાં ખેડૂતોની સ્થિતિ દયનીય બની છે. એક તરફ કુદરતી આફતો ખેડૂતોને અસર કરી રહી છે, તો બીજી તરફ બિયારણ અને ખાતરના વધતા ભાવ સહિત અનેક પડકારોનો ખેડૂતોને સામનો કરવો પડી રહ્યો છે. તેમણે આક્ષેપ કર્યો કે, કેટલીક ખાનગી કંપનીઓ પોલીસ પ્રોટેક્શન સાથે ખેડૂતોના ખેતરોમાં જઈને થાંભલા નાખવાનું કામ કરી રહી છે, જેના કારણે ખેડૂતો અને તેમના પરિવારજનો પર અત્યાચાર થઈ રહ્યો છે. મહિલાઓની અટકાયત કરવામાં આવી રહી છે અને નાના બાળકોને પણ રસ્તા પર ઉતરવાની ફરજ પડી રહી છે, જે ગંભીર ચિંતાનો વિષય છે. રેલીમાં 20થી વધુ ખેડૂત સંગઠનો જોડાશે પ્રવીણ રામના જણાવ્યા અનુસાર ખેડૂતોના ખેતરોમાં કથિત રીતે ગેરરીતે નાખવામાં આવેલા થાંભલાઓ સામે વિરોધ અને અસરગ્રસ્ત ખેડૂતોને યોગ્ય વળતર મળે તે માટે રાજ્યભરના ખેડૂતો ગાંધીનગર તરફ ટ્રેક્ટર કૂચ કરશે. આ રેલીમાં અંદાજે 20થી વધુ ખેડૂત સંગઠનો જોડાવાના છે. તેમણે વધુમાં જણાવ્યું કે, આમ આદમી પાર્ટીના પ્રદેશના નેતાઓ પણ ટ્રેક્ટર રેલીમાં હાજર રહી ખેડૂતોને સમર્થન આપશે. ખેડૂતોના પ્રશ્નોનું નિરાકરણ નહીં આવે ત્યાં સુધી આમ આદમી પાર્ટી ખેડૂતોની સાથે ખભેખભો મિલાવીને લડત ચાલુ રાખશે.
    Click here to Read More
    Previous Article
    ચોમાસાને લઈને ચિંતાજનક ચેતવણી:ભાજપનેતા પર જીવલેણ હુમલાનો VIDEO, ઝેરી દવા પી ખેડૂતનો આપઘાત; અધિક માસના સ્નાન માટે ગયેલી મહિલાઓની બસ પલટી
    Next Article
    જોરાવરનગર પોલીસે રતનપર બાયપાસ પરથી દારૂ ઝડપ્યો:રૂ. 2.59 લાખનો વિદેશી દારૂ જપ્ત, એક આરોપી ફરાર

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment