Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    સિટી એન્કર:રાજ્યમાં 2587 દર્દી કિડની ટ્રાન્સપ્લાન્ટ માટે વેઈટિંગમાં, દર 10માંથી 9 દર્દી અમદાવાદના : ડાયાબિટીસ, બ્લડ પ્રેશરથી કિડની ફેલ્યોરનું જોખમ

    18 hours ago

    આજે ‘વર્લ્ડ કિડની ડે’ નિમિત્તે ચિંતાજનક સ્થિતિ સામે આવી છે. રાજ્યમાં 2587 દર્દી કિડની ટ્રાન્સપ્લાન્ટ માટે વેઈટિંગમાં છે. જેમાંથી 90 ટકા દર્દી એટલે કે દર 10માંથી 9 દર્દી અમદાવાદના છે. શહેરના 2587માંથી 2322 દર્દી કિડની ટ્રાન્સપ્લાન્ટની રાહ જોઈ રહ્યા છે. શહેરની હોસ્પિટલોમાં આવતા દર્દીમાં મોટાભાગના કેસોમાં અનિયંત્રિત ડાયાબિટીસ અને બ્લડ પ્રેશર કિડની ફેલ થવાનું મુખ્ય કારણ બની રહ્યા છે. 70 ટકાથી વધુ દર્દીઓમાં આ બંને બીમારીઓના કારણે કિડનીની કાર્યક્ષમતા ધીમે ધીમે ઘટે છે અને અંતે કિડની નિષ્ફળ થવાની સ્થિતિ સર્જાય છે. લાંબા સમય સુધી બ્લડ શુગર અને બ્લડ પ્રેશર નિયંત્રણમાં ન રહે તો કિડનીના ફિલ્ટરિંગ યુનિટ્સને નુકસાન પહોંચે છે. ઉપરાંત નાની-મોટી શારીરિક પીડા માટે ડૉક્ટરની સલાહ વગર પેઇનકિલર લેવાની આદત પણ કિડની માટે જોખમ ઊભું કરે છે. ભોજનમાં વધુ મીઠું, જંકફૂડ અને ઓછું પાણી પીવાની આદત કિડનીને નુકસાન પહોંચાડે છે. ખોરાકમાં ઉપરથી ઉમેરાતું મીઠું શરીરમાં સોડિયમનું પ્રમાણ વધારી બ્લડ પ્રેશરને અનિયંત્રિત બનાવે છે. ડાયાબિટીસ-બીપીના દર્દીએ 3 મહિને કિડની ફંક્શન ટેસ્ટ કરાવવો ડાયાબિટીસ અને બ્લડ પ્રેશરના દર્દીએ દર 3 મહિને કિડની ફંક્શન અને યુરિન ટેસ્ટ કરાવવો જોઈએ. ઘણી વખત કિડની 70 ટકા સુધી ડેમેજ ન થાય ત્યાં સુધી શરીરમાં કોઈ ખાસ દુ:ખાવો કે મોટા લક્ષણો દેખાતા નથી. 73 ટકા કિડની મેળવનાર 40થી ઓછી ઉંમરના છે કિડની હોસ્પિટલમાં 2025માં 500મું કિડની ટ્રાન્સપ્લાન્ટ પૂર્ણ કરીને નવો રેકોર્ડ બનાવ્યો હતો. 2024માં પણ ત્યાં 443 ટ્રાન્સપ્લાન્ટ થયા હતા. 3 હજાર દર્દીઓના પર કરાયેલા અભ્યાસ મુજબ, 73 ટકા એટલે કે દર ચારમાંથી ત્રીજો દર્દી 40 વર્ષથી ઓછી ઉંમરનો છે. ગયા વર્ષે 30 ટકા કિડની મૃત દાતાઓ પાસેથી પ્રાપ્ત થઈ હતી. પૂરતા પ્રમાણમાં પાણી પીવું જરૂરી શરીરમાંથી ઝેરી તત્વો બહાર કાઢવા માટે દિવસ દરમિયાન પૂરતું પાણી અથવા પ્રવાહી લેવું જરૂરી છે. ડૉક્ટરની સલાહ વગર વારંવાર પેઇનકિલર લેવાની આદત કિડનીને નુકસાન પહોંચાડી શકે છે. આવી દવા લોહીના પ્રવાહને અસર કરે છે.
    Click here to Read More
    Previous Article
    ફરિયાદ:પીજીમાં રહેતી દિલ્હીની યુવતી સાથે પ્રેમનું નાટક કરી યુવકે 12 લાખ પડાવ્યા
    Next Article
    ભાસ્કર એક્સક્લુઝિવ:શેલા, શીલજ, બોપલ સહિતના નવા વિસ્તારોનો ‘માસ્ટર પ્લાન’ બનશે, સુવિધા માટે સરવે કરાશે

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment