Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    વડોદરાના કલામંદિર જ્વેલર્સના શો-રૂમની સાઇટ પરથી ચોરી:25.82 લાખ રૂપિયાની કિંમતની 57 હાર્ડ ડિસ્ક ચોરી થઈ, સુરતની કંપનીના પ્રોજેક્ટ મેનેજર સામે પોલીસ ફરિયાદ

    9 hours ago

    વડોદરા શહેરના જેતલપુર રોડ પર એચડીએફસી બેંક સામે આવેલા કલામંદિર જ્વેલર્સના નવા બની રહેલા શોરૂમની સાઇટ પરથી રૂ.25.82 લાખની કિંમતની 57 હાર્ડ ડિસ્ક ચોરી થઈ છે. CCTV સર્વેલન્સ સિસ્ટમ માટે સુરતની કંપની પાસેથી મંગાવવામાં આવેલી Seagate 16TBની તમામ 57 હાર્ડ ડિસ્ક સાઇટ પરથી ગાયબ થઈ ગઈ હતી. બાદમાં નવી હાર્ડ ડિસ્ક મંગાવવામાં આવતા તેમાંની 17 હાર્ડ ડિસ્કના બેચ/સિરિયલ નંબર અગાઉ ચોરી થયેલી હાર્ડ ડિસ્ક સાથે એકસરખા હોવાનું બહાર આવતા સમગ્ર મામલો સામે આવ્યો છે. આ મામલે અકોટા પોલીસે તપાસ હાથ ધરી છે. સુરતના પ્રતિક રાજેશભાઈ શાહ કલામંદિર જ્વેલર્સ લિમિટેડમાં આઈટી વિભાગને લગતી કામગીરી કરે છે. નવા શોરૂમમાં CCTV કેમેરા અને સ્ટોરેજ સિસ્ટમ લગાવવાની હોવાથી સુરતની માઇક્રો હાર્ડ IT સોલ્યુશન પ્રાઇવેટ લિમિટેડ પાસેથી હાર્ડ ડિસ્ક સહિતની ઇલેક્ટ્રોનિક સામગ્રી ખરીદવાનો નિર્ણય કરવામાં આવ્યો હતો. તા.13 માર્ચ, 2026ના પરચેસ ઓર્ડરથી કુલ 57 Seagate 16TB Exos Enterprise SAS HDD મંગાવવામાં આવી હતી. એક હાર્ડ ડિસ્કની કિંમત રૂ.45,300 મુજબ 57 હાર્ડ ડિસ્કની કુલ કિંમત રૂ.25,82,100 થતી હતી. કંપની દ્વારા મોકલવામાં આવેલ માલ તા.11 એપ્રિલ, 2026ના રોજ શ્રી મહાવીર એક્સપ્રેસ સર્વિસીસ પ્રા.લિ. મારફતે જેતલપુર રોડ ખાતેના નવા શોરૂમની સાઇટ પર પહોંચાડવામાં આવ્યો હતો. શોરૂમમાં બાંધકામ સહિતની કામગીરી ચાલુ હોવાથી સામગ્રી સાઇટ પર સુરક્ષિત રાખવામાં આવી હતી. ત્યારબાદ CCTV કેમેરા અને સ્ટોરેજ સિસ્ટમના ઇન્સ્ટોલેશનની કામગીરી શરૂ કરવામાં આવી હતી. આ દરમિયાન તા.24 જુલાઈ, 2026ના રોજ માલની ચકાસણી કરતાં 57 હાર્ડ ડિસ્ક મળી આવી નહોતી. આ અંગે સાઇટ પર કામગીરી કરતા PMCના કર્મચારીઓ તેમજ માઇક્રો હાર્ડ IT સોલ્યુશન પ્રાઇવેટ લિમિટેડના ચિંતનભાઈ શાહ સાથે તપાસ કરતાં અને ઉપલબ્ધ દસ્તાવેજોની ચકાસણી કરતાં 57 હાર્ડ ડિસ્ક ચોરી થઈ હોવાનું જણાયું હતું. શોરૂમ તા.14 ઓગસ્ટ, 2026ના રોજ શરૂ કરવાનો હોવાથી અને જ્વેલરી શોરૂમ માટે CCTV સર્વેલન્સ સિસ્ટમ અત્યંત જરૂરી હોવાથી ફરીથી સમાન સ્પેસિફિકેશનની હાર્ડ ડિસ્ક મંગાવવાનો નિર્ણય કરાયો હતો. આ અંતર્ગત માઇક્રો હાર્ડ IT સોલ્યુશન દ્વારા IR Focus CCTV મારફતે નવી હાર્ડ ડિસ્ક મંગાવવામાં આવી હતી. IR Focus CCTV દ્વારા તા.4 ઓગસ્ટ, 2026ના ઇનવોઇસથી મોકલવામાં આવેલી 17 હાર્ડ ડિસ્કના મોડલ નંબર અને સીરીયલ નંબરની ચકાસણી કરતાં ચોંકાવનારી વિગતો સામે આવી હતી. આ 17 હાર્ડ ડિસ્કના બેચ/સિરિયલ નંબર અગાઉ તા.11 એપ્રિલે કલામંદિર જ્વેલર્સની વડોદરા સાઇટ પર પહોંચાડવામાં આવેલી 57 હાર્ડ ડિસ્ક પૈકીની હાર્ડ ડિસ્ક સાથે સંપૂર્ણપણે સમાન હોવાનું જાણવા મળ્યું હતું. આ અંગે તપાસ કરતાં આ હાર્ડ ડિસ્ક ગોપી સિક્યુરિટી સિસ્ટમ એટેન્ડન્સ સોલ્યુશનના કૌશિકભાઈ પટેલ તથા તેમના માણસ જયદીપભાઈ સોલંકી મારફતે ચિરાગભાઈ પીપળીયા પાસેથી ખરીદવામાં આવી હોવાનું જણાવાયું હતું. માઇક્રો હાર્ડ IT સોલ્યુશન પ્રાઇવેટ લિમિટેડના પ્રોજેક્ટ મેનેજર ચિરાગભાઈ પીપળીયા દ્વારા એકલા હાથે અથવા સાઇટ પર કામગીરી કરતા અન્ય કોઈ વ્યક્તિના સહકારથી 57 હાર્ડ ડિસ્કની ચોરી કરવામાં આવી હોવાના આક્ષેપ ફરિયાદમાં કરવામાં આવ્યો છે. પોલીસે ફરિયાદના આધારે સમગ્ર મામલે વધુ તપાસ હાથ ધરી છે.
    Click here to Read More
    Previous Article
    યુવાનની રેઈનકોટ અને હેલ્મેટ સાથે બોડી મળી:સુરતમાં 7 જુલાઈએ ભારે વરસાદમાં ખાડીમાં તણાયા બાદ એક મહિને મૃતદેહ મળ્યો, 4 પુત્રોએ પિતાની છત્રછાયા ગુમાવી
    Next Article
    અમદાવાદમાં ગળે વાયર બાંધી ઇન્ટિરિયર ડિઝાઇનર સાથે સિક્યુરિટી ગાર્ડનું દુષ્કર્મ:વોકિંગ કરવા ધાબે પહોંચતા સંબંધ બાંધવા માંગ કરી, ઇન્કાર કર્યો તો મોઢું દબાવી હેવાનિયત આચરી

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment