Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    અમદાવાદમાં ગળે વાયર બાંધી ઇન્ટિરિયર ડિઝાઇનર સાથે સિક્યુરિટી ગાર્ડનું દુષ્કર્મ:વોકિંગ કરવા ધાબે પહોંચતા સંબંધ બાંધવા માંગ કરી, ઇન્કાર કર્યો તો મોઢું દબાવી હેવાનિયત આચરી

    12 hours ago

    અમદાવાદના આનંદનગર વિસ્તારની એક સોસાયટીમાં ફલેટ ભાડે રાખીને રહેતી યુવતી સાથે સોસાયટીના જ સિક્યુરિટી ગાર્ડે ગળે વાયર બાંધીને એક કલાક સુધી દુષ્કર્મ આચર્યું હતું. યુવતી વોકિંગ કરવા ધાબે પહોંચતા સંબંધ બાંધવા માગ કરી હતી, ઇન્કાર કર્યો તો મોઢું દબાવી હેવાનિયત આચરી હતી. સિક્યુરિટી ગાર્ડ લિફ્ટમાં ધાબા પર આવતો અને દુષ્કર્મ આચર્યા બાદ જતો હોય તે CCTVમાં કેદ થયું છે. યુવતી ઈન્ટિરિયર ડિઝાઈનિંગનો અભ્યાસ કરે છે અને હાલમાં સારવાર હેઠળ છે. આજે 9 ઓગસ્ટ વહેલી સવારે આરોપી ધર્મસિંહ રામશંકરસિંહની હેબતપુર પાસેથી ધરપકડ કરાઈ છે. ઉલ્લેખનીય છે કે, આરોપી સોસાયટીમાં 6 દિવસ પહેલા જ સિક્યુરિટી ગાર્ડની નોકરીએ લાગ્યો હતો. સમગ્ર ઘટનાક્રમ ગ્રાફિકથી સમજો આરોપી 6 દિવસ પહેલા નોકરીએ લાગ્યો હતો આરોપી ઉત્તર પ્રદેશના હરદોઈ જિલ્લાનો રહેવાસી છે અને તે હજી માંડ છ-સાત દિવસ પહેલાં જ સિક્યુરિટી ગાર્ડ તરીકે નોકરીએ લાગ્યો હતો. રાત્રે જ્યારે યુવતી ધાબા પર ગઈ ત્યારે તેની પાછળ જઈને મોકો મળતા આરોપીએ દુષ્કર્મ આચર્યું હતું. યુવતીને સારવાર માટે હોસ્પિટલ ખસેડાઈ છે. આરોપી ભોગ બનનારનો ફોન લઈને નાસી ગયો હતો સેક્ટર 1 JCP નીરજ બડગુજરે જણાવ્યું કે, દુષ્કર્મ બાદ આરોપી ભોગ બનનારનો ફોન લઈને નાસી ગયો હતો. આરોપી ધાબાનો દરવાજો બંધ કરીને જતો રહ્યો હતો. ભોગ બનનારે બૂમો પાડતા નીચે રહેતા લોકો ઉપર આવ્યા હતા. બનાવની જાણ થતા પોલીસ પણ પહોંચી હતી. આરોપી છેલ્લા 4 વર્ષથી અલગ અલગ સિક્યુરિટી એજન્સીમાં કામ કરતો હતો. અગાઉ મેઘ અને રાજપૂત સિકયુરિટી કંપનીમાં કામ કરતો હતો આ પણ વાંચો અમદાવાદમાં બે સગીરાઓ પર દુષ્કર્મનો બનાવ અમદાવાદમાં ચાંદલોડિયામાં રહેતી સગીરાને સમાજના અગ્રણીએ ઓફિસ અને ઘરે લઈ જઈને અવારનવાર દુષ્કર્મ આચર્યું હતું. તો બીજા બનાવમાં પોલીસ પર હુમલો કરવાના કેસમાં 20 વર્ષની સજા ભોગવી રહેલા ગુનેગારે પણ સગીરા સાથે દુષ્કર્મ આચરીને ગર્ભવતી બનાવી હતી. (વાંચો સંપૂર્ણ સમાચાર)
    Click here to Read More
    Previous Article
    વડોદરાના કલામંદિર જ્વેલર્સના શો-રૂમની સાઇટ પરથી ચોરી:25.82 લાખ રૂપિયાની કિંમતની 57 હાર્ડ ડિસ્ક ચોરી થઈ, સુરતની કંપનીના પ્રોજેક્ટ મેનેજર સામે પોલીસ ફરિયાદ
    Next Article
    Dharmendra Pradhan ने Resignation के 15 दिन बाद छात्र आंदोलन पर तोड़ी चुप्पी | Jantar Mantar Protest

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment