Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    યુવાનની રેઈનકોટ અને હેલ્મેટ સાથે બોડી મળી:સુરતમાં 7 જુલાઈએ ભારે વરસાદમાં ખાડીમાં તણાયા બાદ એક મહિને મૃતદેહ મળ્યો, 4 પુત્રોએ પિતાની છત્રછાયા ગુમાવી

    10 hours ago

    સુરત શહેરમાં ગત 7 જુલાઈના રોજ પડેલા ભારે વરસાદ દરમિયાન બનેલી એક દુઃખદ ઘટનામાં લાપતા થયેલા 44 વર્ષીય ઝિયાદ અહેમદનો મૃતદેહ આખરે એક મહિના જેટલા લાંબા સમય બાદ મળી આવ્યો છે. ખાડી વિસ્તારમાંથી તેમનો મૃતદેહ મળી આવતા જ પરિવારજનો પર દુઃખનો પહાડ તૂટી પડ્યો હતો. બનાવ અંગેની જાણ થતાં જ પોલીસ ઘટનાસ્થળે પહોંચી હતી અને મૃતદેહને પોસ્ટમોર્ટમ અર્થે સુરત સિવિલ હોસ્પિટલ ખાતે ખસેડ્યો હતો. અત્રે ઉલ્લેખનીય છે કે, માથા પર હેલ્મેટ અને રેનકોટ પહેરેલી હાલતમાં જ તેમની બોડી મળી આવી છે. કામ પરથી પરત ફરતી વખતે બન્યો બનાવ મૂળ ઉત્તર પ્રદેશના વતની અને સુરતના ઉન પાટિયા વિસ્તારમાં રહેતા 44 વર્ષીય ઝિયાદ અહેમદ ઉર્ફે પપ્પુ ભાઈ ઇન્ટિરિયર ડિઝાઇનમાં સુપરવાઈઝર તરીકે કામ કરી પોતાના પરિવારનું ગુજરાન ચલાવતા હતા. 7 જુલાઈના રોજ ભારે વરસાદ અને પાણી ભરાવાની સ્થિતિ વચ્ચે તેઓ કામ પરથી ઘરે પરત ફરી રહ્યા હતા. આ દરમિયાન પાંડેસરા વિસ્તારમાં પાણીનું સ્તર ખૂબ વધી જતાં તેમણે પોતાની એક્ટિવા એક પેટ્રોલ પંપ પાસે મૂકી દીધી હતી અને ત્યાંથી તેઓ પગપાળા જ ઘર તરફ નીકળ્યા હતા. ખાડી પાર કરતી વખતે બેલેન્સ ગુમાવતા તણાયા હોવાની આશંકા ઘરની નજીક પહોંચતાં જ ત્યાં આવેલી ખાડીમાં પાણીનો પ્રવાહ અત્યંત તેજ હતો. પગપાળા જતી વખતે પાણીના ભારે વહેણમાં બેલેન્સ ગુમાવી દેતાં તેઓ ખાડીના તેજ પ્રવાહમાં તણાઈ ગયા હોવાનું અનુમાન લગાવવામાં આવી રહ્યું છે. ઘટનાની જાણ થતાં જ પરિવારજનો, મિત્રો અને સ્થાનિક તંત્ર દ્વારા તેમની સતત શોધખોળ હાથ ધરવામાં આવી હતી, પરંતુ તે સમયે તેમનો કોઈ પત્તો લાગ્યો નહોતો. CCTV ફૂટેજ અને 1 મહિના બાદ લાકડા કાપવા ગયેલા યુવકે બોડી જોઈ ઘટના બાદ તપાસ દરમિયાન સીસીટીવી ફૂટેજ સામે આવ્યા હતા, જેમાં તેઓ હેલ્મેટ અને રેનકોટ પહેરીને ચાલતા જતા નજરે પડ્યા હતા. એક મહિના સુધી પરિવાર અને મિત્રો સતત તેમની શોધખોળ કરી રહ્યા હતા. આ દરમિયાન ૮ ઓગસ્ટના રોજ ખાડી નજીક લાકડા કાપવા ગયેલા એક સ્થાનિક યુવકને ઝાડીઓમાં મૃતદેહ જેવું જણાતાં તેણે સોસાયટીના લોકોને જાણ કરી હતી. સોસાયટી દ્વારા પરિવારજનો અને પોલીસને જાણ કરાતાં ટીમે સ્થળ પર પહોંચી તપાસ હાથ ધરી હતી. ખિસ્સામાંથી મળેલા પર્સ અને ડોક્યુમેન્ટ્સથી ઓળખ થઈ પાણીમાં લાંબો સમય રહેવાને કારણે મૃતદેહ સંપૂર્ણપણે ડીકમ્પોઝ થઈ ચૂક્યો હતો અને ચહેરો ઓળખવો અશક્ય હતો. જોકે, મૃતદેહ પરથી મળી આવેલા હેલ્મેટ, રેનકોટ તેમજ ખિસ્સામાંથી નીકળેલા પર્સ, ફોટો અને સરકારી દસ્તાવેજોના આધારે મૃતદેહ ઝિયાદ અહેમદનો જ હોવાની પુષ્ટિ થઈ હતી. પંચનામા બાદ પોલીસે મૃતદેહને કબ્જે લઈ રાત્રિના સમયે સુરત સિવિલ હોસ્પિટલ ખાતે પીએમ અર્થે ખસેડ્યો હતો. ચાર બાળકોએ પિતાની છત્રછાયા ગુમાવી મૃતક ઝિયાદ અહેમદ ઘરમાં એકમાત્ર કમાનાર સભ્ય હતા. તેમના પરિવારમાં પત્ની અને ચાર નાના પુત્રો છે. એક મહિનાની લાંબી અને કરુણ પ્રતીક્ષા બાદ પિતાનો મૃતદેહ મળવાના સમાચાર મળતાં જ પરિવારજનો સિવિલ હોસ્પિટલના પીએમ રૂમ ખાતે દોડી આવ્યા હતા. પિતાની છત્રછાયા ગુમાવતાં પરિવારમાં શોકનો માહોલ છવાઈ ગયો છે.
    Click here to Read More
    Previous Article
    ટ્રક અને વાન અકસ્માતમાં 6ના મોત, તમામ મૃતકો વડોદરાના રહેવાસી:બદનાવર-ઉજ્જૈન ફોરલેન પર રોંગ સાઈડથી ટ્રક આવી રહ્યો હતો; મહાકાલના દર્શન કરીને પરત ફરી રહ્યા હતા
    Next Article
    વડોદરાના કલામંદિર જ્વેલર્સના શો-રૂમની સાઇટ પરથી ચોરી:25.82 લાખ રૂપિયાની કિંમતની 57 હાર્ડ ડિસ્ક ચોરી થઈ, સુરતની કંપનીના પ્રોજેક્ટ મેનેજર સામે પોલીસ ફરિયાદ

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment