Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    ભાસ્કર એક્સક્લુસિવ:રાજકોટમાં 25816 શ્વાન, બચકું ભરે તો મનપા ફરિયાદ લેશે, પાછળ દોડે તો નહીં

    3 days ago

    રાજકોટ શહેરમાં રખડતા શ્વાનનો ત્રાસ હવે નાગરિકો માટે જીવનું જોખમ બની રહ્યો છે. સરકારની કડક સૂચના બાદ રાજકોટ મહાનગરપાલિકાએ ખાનગી એજન્સી મારફતે શહેરના તમામ વોર્ડમાં સરવે કરાવ્યો હતો, જેમાં શહેરમાં કુલ 25,816 રખડતા શ્વાન હોવાનો સત્તાવાર રિપોર્ટ આવ્યો છે. જોકે આ ભયજનક આંકડા વચ્ચે મનપાના તંત્રએ વિચિત્ર અને આઘાતજનક વલણ અપનાવ્યું છે. હવેથી શહેરમાં જો કોઈ શ્વાન જોરજોરથી ભસીને લોકોની ઊંઘ હરામ કરતું હોય અથવા વાહનચાલકો પાછળ દોડીને અકસ્માત સર્જતું હોય, તો તેની ફરિયાદ મનપા દ્વારા લેવામાં આવશે નહીં. તંત્રએ મૌખિક રીતે એવું નક્કી કર્યું છે કે, જો શ્વાન કોઈ નાગરિકને બચકું ભરે (ડોગ બાઈટ) તો જ તેની ફરિયાદ નોંધી કાર્યવાહી કરવામાં આવશે.તાજેતરમાં સુપ્રીમ કોર્ટ દ્વારા રખડતા શ્વાનના ત્રાસ અંગે નવી ગાઈડલાઈન જાહેર કરવામાં આવી છે. જેમાં સ્પષ્ટ જણાવાયું છે કે, દરેક મનપા અને નગરપાલિકાએ શ્વાનનો સચોટ સરવે કરી નાગરિકોને રક્ષણ આપવાની જવાબદારી નિભાવવી પડશે. આ આદેશના પગલે રાજકોટ મનપાએ શહેરની 7 સરકારી હોસ્પિટલ સહિત કુલ 39 હોસ્પિટલ, મેડિકલ કોલેજ અને મનપા સંચાલિત તમામ શાળાઓને પરિપત્ર પાઠવ્યો છે. આ સંસ્થાઓના ગ્રાઉન્ડ કે પરિસરમાં શ્વાન ઘૂસી ન જાય તે માટે તાત્કાલિક ફેન્સિંગ અથવા બાઉન્ડ્રી વોલ બનાવવા આદેશ અપાયો છે. આ ઉપરાંત દરેક એકમમાં એક નોડલ ઓફિસરની નિમણૂક કરી સરકારની ગાઈડલાઈન મુજબ કામગીરી શરૂ કરવામાં આવી છે. તંત્રના આદેશ બાદ શરૂઆતમાં શ્વાન પીડિતોની ફરિયાદો લેવાનું શરૂ કરાયું હતું, જેમાં રાત્રિના સમયે ભસતા શ્વાન અંગેની અરજીઓનો ધોધ વછૂટ્યો હતો. જોકે ફરિયાદોની સંખ્યા વધતા તંત્રએ નિયમોમાં છૂટછાટ લીધી છે. હવે જો કોઈને શ્વાન કરડ્યું હોય અને તે વ્યક્તિ હોસ્પિટલના સારવારના કેસ પેપર સાથે ફરિયાદ કરે, તો જ તે વિસ્તારમાંથી શ્વાનને જપ્ત કરવામાં આવે છે. આવા શ્વાનને 15 દિવસ ઓબ્ઝર્વેશનમાં રાખ્યા બાદ ફરી એ જ વિસ્તારમાં છોડી દેવાની પ્રક્રિયા હાલ ચાલી રહી છે.બીજી તરફ, મનપાના પ્રાણી રંજાડ વિભાગના અધિકારીઓ અત્યારે બેવડી મુસીબતમાં મુકાયા છે. એક તરફ સામાન્ય નાગરિકો શ્વાનના આતંકથી મુક્તિ માગે છે, તો બીજી તરફ જીવદયાપ્રેમીઓ શ્વાન પર થતા અત્યાચારો અને તેને પકડવાની કામગીરી સામે તંત્ર પર ભારે દબાણ કરી રહ્યા છે. શૈક્ષણિક અને આરોગ્ય સંસ્થાઓને મનપાનો આદેશ મનપાએ અર્બન હેલ્થ સેન્ટરો, ગવર્નમેન્ટ સ્કૂલો અને ખાનગી શાળાઓ કે જેમના મોટા પરિસર છે, તેમને કડક સૂચના આપી છે કે રખડતા શ્વાન પ્રિમાઇસીસમાં ઘૂસી ન જાય તેની સંપૂર્ણ જવાબદારી સંસ્થાની રહેશે. આ માટે નોડલ ઓફિસરની નિમણૂક કરી મોનિટરિંગ વધારવા જણાવાયું છે. રાજકોટમાં શ્વાન સરવે અને ફરિયાદના નવા નિયમો લોકો રાત્રે પર્સનલ નંબર પર ફોન કરી હેરાન કરે છે: તંત્ર સુપ્રીમ કોર્ટના આદેશ બાદ શ્વાનના ત્રાસ અંગેની ફરિયાદોમાં મોટો ઉછાળો આવ્યો છે. મનપાના પ્રાણી વિભાગના કર્મચારીઓનું કહેવું છે કે, લોકો સિવિક સેન્ટરમાં ફરિયાદ કરવાને બદલે ગમે ત્યાંથી અમારા પર્સનલ મોબાઈલ નંબર મેળવી લે છે. રાત્રે જ્યારે અમે સુતા હોઈએ ત્યારે પણ ‘અમારા ઘર પાસે શ્વાન ભસે છે’ તેવી ફરિયાદો કરવા ફોન આવે છે.
    Click here to Read More
    Previous Article
    મંડે પોઝિટીવ:મેટોડાની ગુજરાતી શાળામાં હિન્દી ભાષી શ્રમિકોના સંતાનોનું 2 વર્ષથી 100% રિઝલ્ટ
    Next Article
    કોર્ટના આદેશથી પોલીસની કાર્યવાહી:મૃતક બિલ્ડર મુકેશ જમનાદાસ શાહ સહિત 2 પુત્ર સામે 5 કરોડનો બંગલો પચાવ્યાની ફરિયાદ

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment