Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    કેનેડા મોકલવાના બહાને મહેસાણાના યુવક સાથે રૂ.25.51 લાખની છેતરપિંડી:વિઝા એજન્ટ પિતા-પુત્ર અને અમદાવાદની મહિલા સામે ગુનો નોંધાયો

    1 week ago

    મહેસાણા જિલ્લાના જોટાણા તાલુકાના કસલપુરા ગામે રહેતા ખેડૂત પુત્ર અભયકુમાર ખોડીદાસ પટેલે કેનેડા મોકલવાના નામે લાખો રૂપિયાની છેતરપિંડી આચરવા બદલ ઊંઝાના પિતા-પુત્ર અને અમદાવાદની એક મહિલા એજન્ટ વિરૂદ્ધ સાંથલ પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી છે. પોલીસે વિશ્વાસઘાત અને નાણાકીય છેતરપિંડીનો ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે. પુત્ર અભયને કેનેડા મોકલવા માટે સંપર્ક કર્યો ને ફસાયા કસલપુરા ગામે રહેતા અને મિનરલ વોટરનો પ્લાન્ટ ચલાવતા ખોડીદાસ પટેલના પાડોશી માધવલાલની દોહિત્રી નીલમબેને આશરે સાડા ત્રણ વર્ષ પહેલાં વાત કરી હતી કે તેના સસરા અને પતિ વિદેશ જવા માટે વિઝા એજન્ટ તરીકે કામ કરે છે. જેથી ખોડીદાસભાઈએ પોતાના પુત્ર અભયને કેનેડા મોકલવા માટે નીલમબેનના સસરા જયંતિભાઈ ભગવાનદાસ પટેલ (રહે. સુરજનગર, ઊંઝા)નો સંપર્ક કર્યો હતો. જયંતિભાઈએ તેમના પુત્ર કૃણાલ પટેલ સાથે મુલાકાત કરાવી હતી. અમદાવાદની શેફાલી શાહે પરીક્ષા પાસ કરાવી દેવાની ખાતરી આપી જુલાઈ 2023માં મહેસાણા માલગોડાઉન ખાતે આવેલી જયંતિભાઈની ઓફિસે વાતચીત દરમિયાન કેનેડા મોકલવા માટે રૂ.40 લાખનો ખર્ચ અને ટોફેલની પરીક્ષા પાસ કરવી પડશે તેમ જણાવ્યું હતું. અભયે પોતે પરીક્ષા પાસ કરી શકે તેમ ન હોવાનું કહેતા, જયંતિભાઈ અને અમદાવાદના એકોલેટ-2 કોમ્પ્લેક્સમાં ક્લાસ ચલાવતા શેફાલીબેન શાહે ગમે તેમ કરીને પરીક્ષા પાસ કરાવી દેવાની ખાતરી આપી હતી. આ પેટે ઓગસ્ટ 2023માં રૂ. 2 લાખ રોકડા લેવામાં આવ્યા હતા. ત્યારબાદ 23 ઓગસ્ટ 2023ના રોજ મહેસાણાની જે.એમ.ચૌધરી સ્કૂલમાં અભયે પરીક્ષા આપી હતી, જેમાં શેફાલીબેને તેનું 8 બેન્ડનું નકલી કે સાચું પરિણામ બતાવી વિઝા પ્રક્રિયા શરૂ કરી હતી. ટૂકડે-ટૂકડે રૂ.25.51 લાખ ખંખેરી લીધા પરીક્ષા બાદ આરોપીઓએ ટૂકડે-ટૂકડે રૂ. 13 લાખ રોકડા પડાવ્યા હતા. ત્યારબાદ કોલેજ ફીના નામે મે 2024માં ખોડીદાસભાઈ અને તેમના પુત્રવધૂના બેંક ખાતામાંથી જયંતિભાઈ અને કૃણાલભાઈના ખાતામાં રૂ. 16 લાખ આરટીજીએસ દ્વારા ટ્રાન્સફર કરવામાં આવ્યા હતા. આ સિવાય એડમિશન પ્રોસેસ અને બાયોમેટ્રિક ફીના નામે શેફાલીબેન શાહે ઓનલાઈન ફોન-પે દ્વારા બે વખત મળીને કુલ રૂ. 51,980 પડાવ્યા હતા. તેમજ ઓગસ્ટ 2024માં સ્પોન્સર લેટરના નામે વધુ રૂ. 2 લાખ આરટીજીએસથી મેળવ્યા હતા. આમ, આરોપીઓએ કુલ રૂ. 33,51,980 પડાવી લીધા હતા. ફોન સ્વિચ ઓફ કરી દીધો અને આરોપી ઓસ્ટ્રેલિયા જતો રહ્યો અમદાવાદ અગોરા મોલ ખાતે નવેમ્બર 2024માં અભયનું બાયોમેટ્રિક કરાવ્યા બાદ પણ લાંબો સમય સુધી વિઝા ન આવતા ભોગ બનનાર પરિવારે વિદેશ જવાનું માંડી વાળ્યું હતું અને પોતાના પૈસા પરત માંગ્યા હતા. વારંવારની ઉઘરાણી બાદ એજન્ટ પિતા-પુત્રએ ચેક અને બેંક ટ્રાન્સફર દ્વારા કુલ રૂ. 8 લાખ પરત કર્યા હતા. જોકે, બાકીના રૂ. 25,51,980 પરત ન આપી ફોન સ્વિચ ઓફ કરી દીધા હતા અને આરોપી કૃણાલ પટેલ ઓસ્ટ્રેલિયા જતો રહ્યો હતો. વિઝા એજન્ટ પિતા-પુત્ર અને અમદાવાદની મહિલા સામે ગુનો અંતે આ મામલે છેતરાયાનો અહેસાસ થતાં અભયકુમાર પટેલે (1) પટેલ કૃણાલભાઈ જયંતિભાઈ (હાલ રહે. મેલબોર્ન, ઓસ્ટ્રેલિયા), (2) પટેલ જયંતિભાઈ ભગવાનદાસ (રહે. સુરજનગર, ઊંઝા) અને (3) શેફાલીબેન જયમીનભાઈ પટેલ (શાહ) (રહે. ઘાટલોડિયા, અમદાવાદ) વિરૂદ્ધ સાંથલ પોલીસ સ્ટેશનમાં કાયદેસરની ફરિયાદ નોંધાવતા પોલીસે તપાસના ચક્રો ગતિમાન કર્યા છે.
    Click here to Read More
    Previous Article
    નવસારીની દીકરી મૈત્રી મણિયારની ભારતીય U-19 મહિલા ક્રિકેટ ટીમમાં પસંદગી:શ્રીલંકા સામેની હોમ સીરીઝ માટે તક મળી, નવસારી માટે ગૌરવની ક્ષણ
    Next Article
    માળિયા મિયાણામાં બે નાસતા ફરતા આરોપી ઝડપાયા:ગુનામાં વપરાયેલા હથિયારો અને મોબાઈલ ફોન કબજે કરાયા

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment