Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    રાજકોટમાં રમતા જોવા મળશે સેહવાગ-દ્રવિડની જોડી!:વીરેન્દ્ર-રાહુલના પુત્ર આર્યવીર અને અન્વયનું ઈન્ડિયા U-19 ટીમમાં સિલેક્શન; ગુજરાતના બે ખેલાડીઓને પણ તક મળી

    9 hours ago

    પૂર્વ ભારતીય ઓપનર વીરેન્દ્ર સેહવાગના પુત્ર આર્યવીરને પહેલીવાર ભારતની અંડર-19 ટીમમાં પસંદ કર્યો છે. તેને ઓસ્ટ્રેલિયા સામે રમાનારી ત્રણ વન-ડે મેચની સિરીઝ માટે ટીમમાં સ્થાન મળ્યું છે. ત્રણેય મેચ સપ્ટેમ્બરમાં રાજકોટમાં રમાશે. આર્યવીર રાઇટ-હેન્ડેડ બેટર છે અને હાલમાં દિલ્હી પ્રીમિયર લીગમાં વેસ્ટ દિલ્હી લાયન્સ તરફથી રમી રહ્યો છે. આર્યવીરની સાથે રાહુલ દ્રવિડના પુત્ર અન્વય દ્રવિડને પણ વન-ડે ટીમમાં સામેલ કર્યો છે. અન્વય વિકેટકીપર-બેટર છે અને શ્રીલંકા પ્રવાસ પર ભારતની U-19 ટીમ માટે 87 રનની ઇનિંગ રમી ચૂક્યો છે. જોકે, આર્યવીર અને અન્વય બંનેને ઓસ્ટ્રેલિયા સામે રમાનારી બે મલ્ટી-ડે મેચની ટીમમાં સ્થાન મળ્યું નથી. DPLમાં રમી રહ્યો છે આર્યવીર આર્યવીર સેહવાગે તાજેતરમાં દિલ્હી પ્રીમિયર લીગની 2026 સીઝનમાં વેસ્ટ દિલ્હી લાયન્સ માટે રમ્યો છે. તે આ પહેલા 2024માં કૂચ બિહાર ટ્રોફીમાં મોટી ઇનિંગ રમીને ચર્ચામાં આવ્યો હતો. તેણે મેઘાલય સામે 297 રન બનાવ્યા હતા. રાજકોટ-અમદાવાદમાં રમાશે મેચ ભારત અને ઓસ્ટ્રેલિયાની U-19 ટીમ વચ્ચે ત્રણ વન-ડે મેચ રમાશે. ત્રણેય મેચ રાજકોટમાં રમાશે. ત્રણેય મેચ સવારે 9 વાગ્યે શરૂ થશે. ગુજરાતના બે ખેલાડીઓને પણ તક મળી ઓસ્ટ્રેલિયા સામે રમાનારી U-19 મેચમાં ગુજરાતના બે ખેલાડીઓનો પણ સમાવેશ થયો છે. જેમાં વન-ડેમાં કાવ્ય પટેલને સિલેક્ટ કર્યો છે. જ્યારે મલ્ટી-ડે મેમાં કુશ પટેલનું નામ છે. આ બન્ને પ્લેયર્સ GCA (ગુજરાત ક્રિકેટ એસોસિયેશન) તરફથી રમે છે. લક્ષ્ય કેપ્ટન, યશવર્ધન વાઇસ-કેપ્ટન વન-ડે સિરીઝ માટે લક્ષ્ય રાયચંદાણીને ભારતીય ટીમનો કેપ્ટન બનાવ્યો છે, જ્યારે યશવર્ધન ચૌહાણ વાઇસ-કેપ્ટન હશે. જ્યારે મલ્ટી-ડે મેચ માટે બંનેની ભૂમિકાઓ બદલાઈ જશે. યશવર્ધન કેપ્ટન અને લક્ષ્ય વાઇસ-કેપ્ટન હશે. ભારતને વન-ડે સિરીઝ પછી બે મલ્ટી-ડે મેચ પણ રમવાની છે. પહેલી મેચ 27થી 30 સપ્ટેમ્બર સુધી રાજકોટમાં રમાશે. બીજી મલ્ટી-ડે મેચ 5થી 8 ઓક્ટોબર સુધી અમદાવાદના B ગ્રાઉન્ડ પર રમાશે. અન્વયે શ્રીલંકામાં પ્રભાવિત કર્યા હતા રાહુલ દ્રવિડના પુત્ર અન્વય દ્રવિડને વન-ડે ટીમમાં પોતાનું સ્થાન જાળવી રાખવાની તક મળી છે. તેણે જુલાઈમાં શ્રીલંકા પ્રવાસ પર ભારતની U-19 ટીમ માટે 87 રનની ઇનિંગ રમી હતી. જોકે, આ વખતે તેને પણ મલ્ટી-ડે ટીમમાં સામેલ કર્યો નથી. એટલે કે ઓસ્ટ્રેલિયા સામેની વન-ડે ટીમમાં વીરેન્દ્ર સેહવાગ અને રાહુલ દ્રવિડના પુત્રો એકસાથે જોવા મળશે. ભારતની U-19 વન-ડે ટીમ લક્ષ્ય રાયચંદાણી (કેપ્ટન), યશવર્ધન ચૌહાણ (વાઇસ-કેપ્ટન), રજત બઘેલ, આર્યવીર સેહવાગ, વીકે વિનીત, કુશાગ્ર ઓઝા, અર્જુન રાજપૂત, મનાલ ચૌહાણ, અન્વય દ્રવિડ (વિકેટકીપર), વી યશવીર, રોહિત યાદવ, શાવિન વિનોદ, મોહિત ઉલ્વા, ચિગુરુપતિ વેંકટ અને કાવ્ય પટેલ. મલ્ટી-ડે ટીમમાં આર્યવીર-અન્વય નહીં બે મલ્ટી-ડે મેચ માટે ભારતની અલગ ટીમ પસંદ કરવામાં આવી છે. તેમાં યશવર્ધન ચૌહાણ (કેપ્ટન), લક્ષ્ય રાયચંદાણી (વાઇસ-કેપ્ટન), સાગર વિર્ક, કુશાગ્ર ઓઝા, મનાલ ચૌહાણ, કુશ પટેલ, માનવ કૃષ્ણા, અભિપ્રાય બિસ્વાસ, રોહિત યાદવ, ઈશાન ઓમ, અયાન અકરમ, પ્રણવ રાઘવેન્દ્ર, પ્રિયાંશુ સિંહ, મોહિત ઉલ્વા અને આર્યન યાદવનો સમાવેશ થાય છે. ભારતીય ક્રિકેટમાં પિતા પછી પુત્રોની એન્ટ્રીના ઉદાહરણો ભારતીય ક્રિકેટમાં ઘણા એવા પરિવારો રહ્યા છે, જ્યાં પિતા પછી પુત્રએ પણ ક્રિકેટને કારકિર્દી બનાવી છે.
    Click here to Read More
    Previous Article
    અંદાજે 3 કલાક પછી ભારતે રાહતનો શ્વાસ લીધો:શ્રીલંકન બેટર્સે જીવ અધ્ધર કર્યા હતા, માનવે સાતમો ઝટકો આપીને 112 રનની ભાગીદારી તોડી; સોનલ ક્રિઝ પર ટક્યો
    Next Article
    નેપાળમાં ભૂસ્ખલનને કારણે આવ્યું વિનાશક પૂર:210 લોકોનાં મોત, 300 ભારતીયો ગુમ, તિબેટમાં 550 લોકો ગાયબ; આજે 21 ભારતીયોનું રેસ્ક્યુ

    Related સપોર્ટ Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment