Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    ગુજરાતમાં 254 PSI ને PI તરીકે પ્રમોશન અપાયું:518 PIની રાજ્યવ્યાપી બદલી, સાબરકાંઠામાં 8 બદલી અને 6ને પોસ્ટીંગ

    1 day ago

    પોલીસ વિભાગ દ્વારા રાજ્યમાં 254 PSI ને PI તરીકે પ્રમોશન આપી પોસ્ટીંગ આપવામાં આવ્યું છે. આ ઉપરાંત, રાજ્યભરમાં 518 PI ની બદલીના આદેશો પણ જારી કરવામાં આવ્યા છે. આ બદલીઓમાં સાબરકાંઠા જિલ્લાના 8 PI નો સમાવેશ થાય છે, જ્યારે 8 નવા PI ની સાબરકાંઠા જિલ્લામાં બદલી થઈ છે. લાંબા સમયથી રાહ જોવાઈ રહી હતી તે 254 PSI ને PI તરીકે પ્રમોશન આપી દેવાયું હતું, પરંતુ તેમને પોસ્ટીંગ મળ્યું ન હતું. રામનવમીના દિવસે આ પ્રમોટેડ PI ને પોસ્ટીંગ આપવામાં આવ્યું છે. સાબરકાંઠા જિલ્લામાં ગાંભોઈ, વિજયનગર, પ્રાંતિજ, જાદર અને સાબરકાંઠા SOG PI સહિત 6 PSI ને PI તરીકે પ્રમોશન મળ્યા બાદ પોસ્ટીંગ અપાયું છે. રાજ્યમાં કુલ 518 PI ની બદલીના હુકમો થયા છે. સાબરકાંઠા જિલ્લામાંથી હિંમતનગર એ ડિવિઝન પોલીસ સ્ટેશનના બે PI, ખેડબ્રહ્મા પોલીસ સ્ટેશન, ઇડર પોલીસ સ્ટેશન, હિંમતનગર ગ્રામ્ય પોલીસ સ્ટેશન, LIB PI અને હિંમતનગરના IUCAW યુનિટના PI સહિત 8 અધિકારીઓની બદલી કરવામાં આવી છે. સાબરકાંઠા જિલ્લામાંથી બદલી થયેલા PI માં ગાંભોઈ PI સંજયકુમાર જગદીશગીરી ગોસ્વામી (CID ક્રાઈમ ગાંધીનગર), વિજયનગર PI અરવિંદકુમાર ભીખાભાઈ ચૌધરી (સાયબર સેન્ટર ઓફ એક્સેલન્સ), પ્રાંતિજ PI નારાયણસિંહ રામદેવસિંહ ઉમટ (અમદાવાદ ગ્રામ્ય), જાદર PI મમતાબેન દજુસિંહ ગઢવી (મહીસાગર), હિંમતનગર બી ડિવિઝન PI મયુરી દિનેશભાઈ ચૌહાણ (CID ક્રાઈમ) અને સાબરકાંઠા SOG PI ધર્મેન્દ્ર છગનલાલ પરમાર (અરવલ્લી) નો સમાવેશ થાય છે. અન્ય બદલીઓમાં PI જે.કે. રાઠોડ (અમદાવાદ શહેર), ખેડબ્રહ્મા PI આર.ટી. ઉદાવત (અમદાવાદ શહેર), ઇડર PI એ.જી. રાઠોડ (ખેડા), હિંમતનગર ગ્રામ્ય PI એચ.આર. હેરભા (ACB), હિંમતનગર એ ડિવિઝન PI પી.પી. વાઘેલા (અમદાવાદ શહેર), હિંમતનગર એ ડિવિઝન PI પી.એમ. ચૌધરી (સુરત), LIB PI એન.એન. રબારી (વડોદરા શહેર) અને હિંમતનગર IUCAW યુનિટ PI બી.પી. ડોડીયા (રા.અ.પો.તા.કેન્દ્ર, ચોકી સોરઠ) નો સમાવેશ થાય છે. સાબરકાંઠા જિલ્લામાં બદલી થઈને આવેલા PI માં જામનગરથી એ.આર. ચૌધરી, જૂનાગઢથી આર.એ. ચૌધરી, મોરબીથી કે.જે. માથુકીયા, ACB થી એમ.એમ. સોલંકી, અમદાવાદ શહેરથી કે.વાય. વ્યાસ, અમદાવાદ શહેરથી ડી.વી. હડાત, કચ્છ પૂર્વ ગાંધીધામથી એ.એમ. વાળા અને બનાસકાંઠાથી વી.એમ. ચૌધરીનો સમાવેશ થાય છે.
    Click here to Read More
    Previous Article
    મોરબી જલારામધામમાં રામનવમીની ઉજવણી:ભગવાન રામનું પૂજન, મહાઆરતી અને મહાપ્રસાદ યોજાયા
    Next Article
    અમરેલીમાં રોડકામમાં ભ્રષ્ટાચારનો ભાંડો ફૂટ્યો:એક મહિના પહેલા બનેલા 11 કરોડના RCC રોડના ગુણવત્તા સેમ્પલ ફેઈલ; તોડીને નવો બનાવાશે

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment