Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    મોરબી જલારામધામમાં રામનવમીની ઉજવણી:ભગવાન રામનું પૂજન, મહાઆરતી અને મહાપ્રસાદ યોજાયા

    1 day ago

    મોરબીના જલારામ ધામ ખાતે રામનવમી પર્વની ભક્તિભાવપૂર્વક ઉજવણી કરવામાં આવી. આ પ્રસંગે ભગવાન શ્રી રામનું પૂજન, મહાઆરતી અને મહાપ્રસાદ સહિતના ત્રિવિધ કાર્યક્રમોનું આયોજન કરાયું હતું, જેમાં મોટી સંખ્યામાં શ્રદ્ધાળુઓ જોડાયા હતા. સનાતન હિન્દુ ધર્મના આરાધ્ય દેવ પ્રભુ શ્રી રામના જન્મોત્સવ નિમિત્તે શ્રી જલારામ સેવા મંડળ, મોરબી દ્વારા આ કાર્યક્રમ યોજાયો હતો. કાર્યક્રમ અંતર્ગત સૌપ્રથમ પ્રભુ શ્રી રામનું પૂજન કરવામાં આવ્યું હતું. ત્યારબાદ બપોરે 12 કલાકે મહાઆરતી યોજાઈ હતી અને અંતે ફરાળ મહાપ્રસાદનું વિતરણ કરાયું હતું. આ ધાર્મિક પ્રસંગે મોરબી જિલ્લા ભાજપના પ્રમુખ જયંતીભાઈ રાજકોટિયા, મહામંત્રી તપનભાઈ દવે તેમજ નિર્મલભાઇ જારીયા સહિતના ભાજપના આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા. તેમની સાથે અનેક સામાજિક અગ્રણીઓ અને બહોળી સંખ્યામાં ધર્મપ્રેમી જનતાએ પણ કાર્યક્રમમાં ભાગ લીધો હતો અને જલારામ ધામ ખાતે મહાપ્રસાદનો લાભ લીધો હતો. આ સમગ્ર કાર્યક્રમને સફળ બનાવવા માટે શ્રી જલારામ સેવા મંડળના હોદ્દેદારો ઉપરાંત ગીરીશભાઈ ઘેલાણી, નિર્મિતભાઈ કક્કડ, ભાવિનભાઈ ઘેલાણી, ચિરાગભાઈ રાચ્છ સહિતના સમાજના અગ્રણીઓએ જહેમત ઉઠાવી હતી.
    Click here to Read More
    Previous Article
    ઈરાનની હોર્મુઝ બાદ બાબ અલ-મંદેબ સ્ટ્રેટ પર હુમલાની ધમકી:કહ્યું- ખાર્ગ આઇલેન્ડ પર એટેક સહન નહીં કરવામાં આવે; અમેરિકી મિલિટરી બેઝ અહીંથી 30 કિમી દૂર
    Next Article
    ગુજરાતમાં 254 PSI ને PI તરીકે પ્રમોશન અપાયું:518 PIની રાજ્યવ્યાપી બદલી, સાબરકાંઠામાં 8 બદલી અને 6ને પોસ્ટીંગ

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment