Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    અમરેલીમાં રોડકામમાં ભ્રષ્ટાચારનો ભાંડો ફૂટ્યો:એક મહિના પહેલા બનેલા 11 કરોડના RCC રોડના ગુણવત્તા સેમ્પલ ફેઈલ; તોડીને નવો બનાવાશે

    22 hours ago

    અમરેલી શહેરમાં આર્ટસ કોલેજ પાસે આશરે 11 કરોડ રૂપિયાના ખર્ચે નવનિર્મિત RCC રોડની કામગીરીમાં મોટા પાયે લોટપાણીને લાકડા થયાનું સામે આવ્યું છે. માત્ર એક મહિના પહેલા જ તૈયાર થયેલા આ રસ્તાના ગુણવત્તાના સેમ્પલ લેબોરેટરી તપાસમાં નાપાસ થતા, હવે આ માર્ગને તોડી પાડવાની કામગીરી શરૂ કરવામાં આવી છે. કોન્ટ્રાક્ટર એજન્સીએ ભૂલ સ્વીકારી રાજ્યના મંત્રી કૌશિક વેકરીયાને આ રસ્તાની નબળી ગુણવત્તા અંગે જાણ થતા તેમણે તાત્કાલિક કડક પગલાં લેવા આદેશ આપ્યા હતા. તપાસ દરમિયાન સંબંધિત કોન્ટ્રાક્ટર એજન્સીએ પણ સ્વીકાર્યું હતું કે કામગીરીમાં ખામી રહી ગઈ છે. મંત્રીની સૂચના બાદ, હાલ 125 મીટર લાંબો નબળો રોડ તોડીને તેને ફરીથી બનાવવાની પ્રક્રિયા હાથ ધરવામાં આવી છે. સમગ્ર જિલ્લામાં તપાસનો વ્યાપ વધારાયો આ ઘટનાને ગંભીરતાથી લઈને મંત્રીએ જિલ્લાના તમામ અધિકારીઓને સૂચના આપી છે કે, સમગ્ર અમરેલી જિલ્લામાં હાલમાં બનેલા તમામ રસ્તાઓના સેમ્પલ લઈને તેની ગુણવત્તા ચકાસવામાં આવે. ઉલ્લેખનીય છે કે, અગાઉ પ્રભારી મંત્રી જીતુ વાઘાણી અને ઉર્જા મંત્રી કૌશિક વેકરીયાએ સ્પષ્ટ ચેતવણી આપી હતી કે નબળું કામ કરનાર એજન્સીઓને 'બ્લેક લિસ્ટ' કરવામાં આવશે. વિપક્ષના પ્રહારો અને જનતામાં રોષ રોડ તોડવાની આ કામગીરીના વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થયા છે. આ મુદ્દે રાજકીય પ્રતિક્રિયા આપતા પૂર્વ વિપક્ષી નેતા પરેશ ધાનાણીના ભાઈ શરદ ધાનાણીએ જણાવ્યું હતું કે, અમરેલીમાં ઠેર ઠેર રસ્તાઓ ખોદી નાખવામાં આવ્યા છે. એક મહિનો જ થવા છતાં જો રોડ તોડવો પડતો હોય, તો તે સરકારી નાણાંનો વ્યય અને તંત્રની લાપરવાહી સૂચવે છે. હાલમાં એજન્સી દ્વારા પોતાના ખર્ચે ફરીથી રોડ બનાવવાની કામગીરી શરૂ કરી દેવામાં આવી છે, પરંતુ આ ઘટનાએ શહેરના અન્ય વિકાસકામોની ગુણવત્તા સામે પણ પ્રશ્નાર્થ ચિન્હ મૂક્યું છે.
    Click here to Read More
    Previous Article
    ગુજરાતમાં 254 PSI ને PI તરીકે પ્રમોશન અપાયું:518 PIની રાજ્યવ્યાપી બદલી, સાબરકાંઠામાં 8 બદલી અને 6ને પોસ્ટીંગ
    Next Article
    અમેરિકન બાયર બની કરોડોના હીરા પડાવનાર સૂત્રધાર હરેકૃષ્ણ રાવળ ઝબ્બે:વર્ચ્યુઅલ નંબર અને ફેક પ્રોફાઇલ બનાવી હોંગકોંગ-દુબઈ માલ મંગાવી પેમેન્ટ આપ્યા વગર ગેંગ રફુચક્કર થઈ જતી

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment