Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    રાજ્યમાં 254 તાલુકાઓમાં વરસાદ, મોરબીમાં 9 ઈંચથી જળબંબાકાર:મેઘરાજાએ ટંકારા, ધાંગધ્રા અને હળવદને પણ ધમરોળ્યું, રાજકોટમાં આજી-2 ડેમના ત્રણ દરવાજા ખોલાયા

    1 day ago

    1 ઓગસ્ટના રોજ દિવસ દરમિયાન ખાબકેલા વરસાદથી સૌરાષ્ટ્ર, ઉત્તર, મધ્ય અને દક્ષિણ ગુજરાતમાં તારાજી સર્જાઈ હતી. જેમાં સૌથી વધુ મેઘરાજાએ મોરબી અને સુરેન્દ્રનગરને ધમરોળ્યું છે. પાટણ, ભરૂચ અને સુરત સહિતના જિલ્લાઓમાં ભારે વરસાદથી જનજીવન પ્રભાવિત થયું હતું. સુરેન્દ્રનગરના અનેક જગ્યાએ પાણી ભરાવાથી ગામો સંપર્ક વિહોણા બન્યા હતા. વાહનવ્યવહાર સંપૂર્ણપણે ઠપ થયો હતો. વઢવાણ ભોગાવો-2 (ધોળીધજા) ડેમ અને ધ્રાંગધ્રાનું રણમલ તળાવ ઓવરફ્લો થયું હતું. સુરતમાં ફરી ખાડીપુરથી સણીયા હેમાદમાં જળબંબાકારની સ્થિતિ સર્જાઈ હતી. ઉકાઈ ડેમની જળસપાટીમાં વધારો થયો છે. તાપી નદીએ પણ પોતાનું રૌદ્ર સ્વરૂપ ધારણ કર્યું હતું. મહીસાગરના વીરપુરમાં કોઝવે પાણીમાં ગરકાવ થતાં ગામ સંપર્ક વિહોણું બન્યું હતું. રાજકોટમાં આજી-2 ડેમના ત્રણ દરવાજા ખોલાયા હતા. નવસારી બનાસકાંઠા, પાટણ, સાબરકાંઠા, મોરબી, ઊંઝા, વડોદરા સહિતના જિલ્લામાં ભારે વરસાદથી પાણી ભરાયા હતા. રાજ્યમાં સવારે 6થી રાત્રિના 10 વાગ્યા સુધી 254 તાલુકામાં વરસાદ નોંધાયો છે. જેમાં સૌથી વધુ મોરબીમાં 9 ઈંચ અને ટંકારામાં 8 ઈંચ વરસાદ ખાબક્યો હતો, જ્યારે સુરેન્દ્રનગરના ધાંગધ્રા અને મોરબીના હળવદમાં 7-7 ઈંચ વરસાદ નોંધાયો હતો. આ ઉપરાંત 25 તાલુકામાં 3થી 6 ઈંચ તો 102 તાલુકામાં 1થી 2 ઈંચ વરસાદ પડ્યો છે. જ્યારે બાકીના તાલુકામાં 1 ઈંચ કરતા ઓછો વરસાદ નોંધાયો છે. ગુજરાતમાં અત્યાર સુધીની વરસાદની સ્થિતિ દક્ષિણ ગુજરાતમાં સૌથી વધુ 91.35% વરસાદ નોંધાયો 24 કલાકમાં 34 જિલ્લાના 255 તાલુકામાં સરેરાશ 79.84 મિમી વરસાદ નોંધાયો છે. આ 24 કલાકમાં સૌથી વધુ વરસાદ સુરતના અંબિકા તાલુકામાં 22.24 ઇંચ, તાપીના ડોલવણમાં 16.73 ઇંચ, ખેડાના વસોમાં 16.38 ઇંચ, નવસારીના વાંસદામાં 16.26 ઇંચ અને ખેડાના નડિયાદમાં 13.43 ઇંચ નોંધાયો છે. રાજ્યમાં ચાલુ સિઝનમાં આજ સવારના 6 વાગ્યા સુધીમાં કુલ સરેરાશ 23.17 ઇંચ વરસાદ નોંધાયો છે, જે સિઝનના સરેરાશ વરસાદના 64.76% જેટલો થાય છે. દક્ષિણ ગુજરાતમાં સૌથી વધુ 91.35% વરસાદ નોંધાયો છે. રાજ્યના વરસાદની તસવીરો… આવતીકાલે 8 જિલ્લામાં યલો એલર્ટ રાજ્યમાં આવતીકાલથી વરસાદનું જોર ઘટશે. આવતીકાલ 2 ઓગસ્ટના રોજ કચ્છ, મોરબી, સુરેન્દ્રનગર, વાવ-થરાદ, બનાસકાંઠા, પાટણ, મહેસાણા અને સાબરકાંઠામાં છૂટા છવાયા સ્થળોએ ભારે વરસાદને લઈ યલો એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે. ચાર સિસ્ટમ સક્રિય, બંદરો પર નંબર-3નું સિગ્નલ રાજ્ય પર વેલમાર્ક લો પ્રેશર, મોનસૂન ટ્રફ, શિયર ઝોન અને વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ સહિત કુલ ચાર હવામાન પ્રણાલીઓ સક્રિય હોવાથી વરસાદી માહોલ સર્જાયો છે. દરિયાઈ સ્થિતિ ઉગ્ર બનતા 2 ઓગસ્ટ સુધી માછીમારોને દરિયો ન ખેડવાની સૂચના આપવામાં આવી છે અને રાજ્યના તમામ બંદરો પર નંબર-3નું ચેતવણી સિગ્નલ લગાવવામાં આવ્યું છે. બીજી તરફ સુરેન્દ્રનગર જિલ્લામાં 149.6 મિમી વરસાદ સાથે પાંચમી વખત રેકોર્ડબ્રેક વરસાદ નોંધાયો છે. રાજ્યમાં અત્યાર સુધી કુલ 439.9 મિમી વરસાદ નોંધાયો છે, જ્યારે સામાન્ય રીતે આ સમયગાળા દરમિયાન 380.9 મિમી વરસાદ થવો જોઈએ. એટલે કે રાજ્યમાં અત્યાર સુધી સરેરાશ કરતાં 16 ટકા વધુ વરસાદ નોંધાયો છે.
    Click here to Read More
    Previous Article
    કોમનવેલ્થમાં ભારતને બોક્સિંગમાં પહેલીવાર 6 ગોલ્ડ:પ્રીતિ, જાસ્મિન, સાક્ષી, પ્રિયા, અરુંધતી અને સચિને જીત્યા; લવલીના-જાદુમણિને સિલ્વર
    Next Article
    કોમનવેલ્થમાં ભારતને બોક્સિંગમાં પહેલીવાર 7 ગોલ્ડ:પ્રીતિ, જાસ્મિન, સાક્ષી, પ્રિયા, અરુંધતી, સચિન અને અંકુશે જીત્યા; લવલીના-જાદુમણિને સિલ્વર

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment