Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    સારોલી આગ કાંડમાં ક્રાઈમ બ્રાન્ચની એન્ટ્રી:250થી વધુ CCTV ચકાસ્યા, ક્લેમ પકવવા આગ લગાવી કે જૂના સ્ટાફનો બદલો? શંકાસ્પદ બાઈકસવારની કડી મળી

    7 hours ago

    સુરતના સારોલી સ્થિત શ્યામ સંગીની ટેક્સટાઇલ માર્કેટના છઠ્ઠા માળે દુકાનોમાં લાગેલી આગના મામલે સુરત ક્રાઇમ બ્રાન્ચ અને સારોલી પોલીસે સંયુક્ત તપાસ તેજ કરી છે. પોલીસે અત્યાર સુધીમાં 250થી વધુ CCTV કેમેરાના ફૂટેજ ચકાસતાં એક સ્પ્લેન્ડર બાઇક સવાર શખ્સ નજરે પડ્યો છે, જે ઘટનાને અંજામ આપીને કડોદરા તરફ ફરાર થઈ ગયો હતો. તપાસ એજન્સીઓ હાલ સમગ્ર કેસમાં બે મુખ્ય થિયરી પર ધ્યાન કેન્દ્રિત કરી રહી છે: પહેલી, વીમા ક્લેમ પકવવાનું ષડયંત્ર અને બીજી, નોકરીમાંથી કાઢી મુકાયેલા કોઈ જૂના કર્મચારીની અંગત અદાવત. વેપારીઓની પોલિસીઓની ઊંડાણપૂર્વક તપાસ પ્રથમ થિયરી અંતર્ગત તપાસ ટીમો માર્કેટના અસરગ્રસ્ત વેપારીઓ દ્વારા લેવામાં આવેલા તમામ ઇન્સ્યોરન્સની વિગતો મેળવી રહી છે. પોલીસને પ્રાથમિક દ્રષ્ટિએ શંકા છે કે માર્કેટમાં આર્થિક નુકસાનની ભરપાઈ કરવા અથવા મોટો ઇન્સ્યોરન્સ ક્લેમ સહેલાઈથી પાસ કરાવવા માટે સુનિયોજિત કાવતરું ઘડી આગ લગાવવામાં આવી હોઈ શકે છે. આ એંગલને ધ્યાનમાં રાખી તમામ વીમા પોલિસીઓ અને ક્લેમ અરજીઓની બારીકાઈથી ચકાસણી શરૂ કરાઈ છે. છેલ્લા દોઢ વર્ષના રેકોર્ડ્સની સ્ક્રૂટિની બીજી તરફ, પોલીસે વેપારીઓના સ્ટાફ હિસ્ટ્રીની પણ તપાસ હાથ ધરી છે. છેલ્લા એકથી દોઢ વર્ષ દરમિયાન કયા કર્મચારીઓ નોકરી કરતા હતા, કોઈની સાથે પગાર વિવાદ થયો હતો કે ગેરવર્તણૂક કરીને કાઢી મૂકવામાં આવ્યા હતા તે તમામની વિગતો એકત્ર કરવામાં આવી રહી છે. પોલીસને આશંકા છે કે વેપારીઓને મોટું આર્થિક નુકસાન પહોંચાડવા અને બદલો લેવાના ઇરાદે કોઈ નારાજ પૂર્વ કર્મચારીએ આ કૃત્ય આચર્યું હોઈ શકે છે. આરોપી પકડવા 6 સ્પેશિયલ ટીમો તૈનાત આરોપી જે સહજતાથી માર્કેટમાં પ્રવેશી સીધો છઠ્ઠા માળના પેસેજ સુધી પહોંચ્યો હતો, તેના પરથી સ્પષ્ટ થાય છે કે તે માર્કેટની ભૌગોલિક રચનાથી સારી રીતે વાકેફ છે. આરોપીને ઝડપી પાડવા સારોલી પોલીસની 3 અને ક્રાઇમ બ્રાન્ચની 3 મળી કુલ 6 સ્પેશિયલ ટીમો બનાવવામાં આવી છે. કડોદરા હાઇવે તરફના રૂટ પર વધુ ટેકનિકલ સર્વેલન્સ અને હ્યુમન ઇન્ટેલિજન્સની મદદથી શંકાસ્પદની શોધખોળ પૂરજોશમાં ચાલી રહી છે.
    Click here to Read More
    Previous Article
    ગેરકાયદે ટેમ્પરરી સ્ટ્રક્ચરો પર મનપાની તવાઈ:તમામ વ્યાપારી શેડ-સ્ટ્રક્ચરનું ફરજિયાત એસેસમેન્ટ થશે, કરોડોની ટેક્સ ચોરી ડામવા ડેપ્યુટી કમિશનરનો આદેશ
    Next Article
    તરણેતર મેળામાં 25 પરંપરાગત સ્પર્ધાઓનું આયોજન:વાદન, ગાયન, લોકનૃત્ય સહિત ગ્રામીણ કળા અને લોકસંસ્કૃતિનો મહાસંગમ જોવા મળશે

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment