Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    ગેરકાયદે ટેમ્પરરી સ્ટ્રક્ચરો પર મનપાની તવાઈ:તમામ વ્યાપારી શેડ-સ્ટ્રક્ચરનું ફરજિયાત એસેસમેન્ટ થશે, કરોડોની ટેક્સ ચોરી ડામવા ડેપ્યુટી કમિશનરનો આદેશ

    7 hours ago

    સુરત મહાનગરપાલિકા માટે છેલ્લા ઘણા સમયથી ગંભીર માથાનો દુખાવો સાબિત થઈ રહેલા અનધિકૃત ટેમ્પરરી સ્ટ્રક્ચરો સામે આખરે વહીવટી તંત્ર સફાળું જાગ્યું છે. સુરત શહેરના તમામ ઝોન વિસ્તારોમાં બિલાડીના ટોપની જેમ મોટા પાયે ટેમ્પરરી સ્ટ્રક્ચરો ખડકાઈ ગયા છે. આ પ્રકારના મોટાભાગના સ્ટ્રક્ચરો પાલિકાના આકારણી ચોપડે દાખલ ન થવાને કારણે મહાનગરપાલિકાને વર્ષોથી કરોડો રૂપિયાનું આર્થિક નુકસાન સહન કરવાનો વારો આવી રહ્યો હતો. આ ગંભીર બેદરકારીને ધ્યાને રાખીને તંત્ર દ્વારા હવે શહેરના તમામ ઝોનમાં ઊભા કરાયેલા ટેમ્પરરી સ્ટ્રક્ચરોને તત્કાળ આકારણી ચોપડે દાખલ કરવા માટેનો આદેશ જારી કરવામાં આવ્યો છે. ફાયર સેફ્ટીના અભાવે અગાઉ આગની દુર્ઘટનાઓ સર્જાઈ સુરત મહાનગરપાલિકાના તમામ ઝોન હેઠળ આવતા વિસ્તારોમાં ફૂડ કોર્ટથી માંડીને મોટા ગોડાઉનો જેવા વ્યાપારી હેતુઓ માટે ખુલ્લા પ્લોટોમાં મોટા પાયે આવા ટેમ્પરરી સ્ટ્રક્ચરો ઊભા કરી દેવામાં આવે છે. આ પ્રકારના અસ્થાયી બાંધકામોમાં પૂરતી ફાયર સેફ્ટીની સુવિધા ન હોવાને કારણે ભૂતકાળમાં આગ લાગવા જેવી ભયાનક દુર્ઘટનાઓમાં આસપાસની અન્ય મિલકતોને પણ મોટું નુકસાન ભોગવવું પડ્યું છે. આ ઉપરાંત, સ્થાનિક ઝોનના કેટલાક અધિકારીઓની મિલીભગતને કારણે આ ગેરકાયદે સ્ટ્રક્ચરો સામે કોઈ કાર્યવાહી ન થતાં પાલિકાની તિજોરીને વ્યાપક નુકસાન પહોંચતું હતું. ડેપ્યુટી કમિશનર નિધી સિવાચની અધ્યક્ષતામાં બેઠક આ અનિયંત્રિત પરિસ્થિતિને અંકુશમાં લેવા માટે ડેપ્યુટી કમિશનર નિધી સિવાચની અધ્યક્ષતામાં શહેરના તમામ ઝોનના આસિસ્ટન્ટ મ્યુનિસિપલ કમિશનરો (AMC) સાથે મહત્વપૂર્ણ બેઠક યોજવામાં આવી હતી. આ બેઠકમાં તેમણે અધિકારીઓની ઝાટકણી કાઢતાં કડક તાકીદ કરી હતી કે, 7 દિવસની અંદર તમામ ઝોનમાં ઝુંબેશરૂપે સઘન સર્વે હાથ ધરીને તમામ ટેમ્પરરી સ્ટ્રક્ચરને ફરજિયાત આકારણી દફતરે દાખલ કરવામાં આવે. ARO સહિતનો મહેકમ સ્ટાફ ગ્રાઉન્ડ સર્વેમાં જોતરાયો ડેપ્યુટી કમિશનરના આ કડક વલણ અને સીધા આદેશને પગલે પાલિકા તંત્રમાં ભારે ફફડાટ વ્યાપી ગયો છે. શહેરના તમામ ઝોનના એ.આર.ઓ. (ARO) સહિતનો સમગ્ર મહેકમ સ્ટાફ તાત્કાલિક ધોરણે સર્વેની કામગીરીમાં જોડાઈ ગયો છે. ખુલ્લા પ્લોટોમાં ચાલતી વ્યાપારી પ્રવૃત્તિઓ અને શેડની માપણી કરી મિલકતવેરાના ચોપડે ચડાવવાની પ્રક્રિયા યુદ્ધના ધોરણે શરૂ થતાં ઝોન કક્ષાએ ભારે દોડધામ મચી ગઈ છે.
    Click here to Read More
    Previous Article
    અડાલજમાં ફિલ્મી ઢબે અપહરણ:નોકરી છોડી નવો ધંધો શરૂ કરનાર યુવકનું પૂર્વ શેઠ અને પુત્રએ અપહરણ કર્યું, ખેતરમાં લઈ જઈ ઢોરમાર મારી છોડી મુક્યો
    Next Article
    સારોલી આગ કાંડમાં ક્રાઈમ બ્રાન્ચની એન્ટ્રી:250થી વધુ CCTV ચકાસ્યા, ક્લેમ પકવવા આગ લગાવી કે જૂના સ્ટાફનો બદલો? શંકાસ્પદ બાઈકસવારની કડી મળી

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment