Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    અમદાવાદમાં 25 કરોડના ડ્રગ્સ સાથે UP-દિલ્હીના 3 કુખ્યાતની ધરપકડ:રાજ્યભરના અલગ-અલગ સ્થળે ડ્રગ્સ મોકલવાનું હતું, અમદાવાદ-સુરત ક્રાઈમ બ્રાંચનું સંયુક્ત ઓપરેશન

    8 hours ago

    અમદાવાદ ક્રાઈમ બ્રાન્ચે સુરત ક્રાઈમ બ્રાન્ચ સાથે સંયુક્ત ઓપરેશન કરીને 25 કરોડથી વધુનું ડ્રગ્સ ઝડપ્યું છે. CTM એક્સપ્રેસ હાઈવે પર ટોલનાકા પાસેથી પોલીસે ડ્રગ્સના જથ્થા સાથે મૂળ દિલ્હી અને ઉત્તરપ્રદેશના ત્રણ આરોપીની ધરપકડ કરી છે. આ ડ્રગ્સ ગુજરાતના અલગ અલગ સ્થળોએ મોકલવાનું હોવાનું સામે આવ્યું છે. હાલ ત્રણેય આરોપીની ધરપકડ કરી પૂછપરછ કરવામાં આવી રહી છે. ત્રણેય આરોપીનો ગુનાહિત ઈતિહાસ પકડાયેલા આરોપીઓમાં તિફેલ નોખેજ (ઉંમર 44, રહે.નવી દિલ્હી) સામેલ છે, જે વર્ષ 2014માં અમૃતસરમાં 100 ગ્રામ હેરોઈન અને 2019માં 300 કિલો હેરોઇનની દાણચોરીમાં પાયલોટિંગ કરવાના ગંભીર ગુનાનો ઇતિહાસ ધરાવે છે.બીજો આરોપી મોહમ્મદ ઈમરાન અલ્વી (ઉંમર 38, રહે.મેરઠ, ઉત્તરપ્રદેશ), જે છેડતી, કબૂતરબાજી (માનવ તસ્કરી) અને છેતરપિંડી જેવા અનેક ગુનાઓમાં સંડોવાયેલો કુખ્યાત શખ્સ છે. જ્યારે ત્રીજો આરોપી કફીલ અહેમદ (ઉંમર 59, રહે.નવી દિલ્હી) છે, જે અગાઉ જયપુરમાં 18.5 કિલો ચરસ, અમદાવાદમાં 100 ગ્રામ એમ.ડી. અને રાજસ્થાનમાં પેરોલ પર છૂટતી વખતે 3 કિલો એલ્પાઝોલમ સાથે પકડાયાનો મોટો ગુનાહિત રેકોર્ડ ધરાવે છે. હેરોઈન અને મેફેડ્રોન ડ્રગ્સનો જથ્થો જપ્ત આ ત્રણેય કુખ્યાત પેડલરો પાસેથી પોલીસે કુલ 2497.490 ગ્રામ એમ.ડી. (મેફેડ્રોન) (જેની કિંમત 1.2 કરોડ રૂપિયા પ્રતિ કિલો છે) અને 4531.220 ગ્રામ હેરોઇન (જેની કિંમત 5 કરોડ રૂપિયા પ્રતિ કિલો છે) જપ્ત કર્યું છે. આંતર-રાજ્ય ડ્રગ્સ નેટવર્કનો પર્દાફાશ અમદાવાદના એક્સપ્રેસ હાઈવે CTM ટોલનાકા પાસે રામોલ પોલીસ સ્ટેશનની હદમાંથી આંતર-રાજ્ય ડ્રગ્સ નેટવર્ક ઝડપી પાડ્યું છે. પોલીસે કરોડો રૂપિયાની કિંમતના ડ્રગ્સ સાથે ત્રણ કુખ્યાત આરોપીને ઝડપી પાડ્યા છે.
    Click here to Read More
    Previous Article
    કાઠી સમાજના યુવાનો માટે આધુનિક ‘કાઠિયાવાડ ભવન’ તૈયાર:GPSCથી લઈને કોન્સ્ટેબલની ભરતીની તૈયારી માટે સ્માર્ટ ક્લાસ, લાઈબ્રેરી-હોસ્ટેલ; ગાંધીનગરમાં CM આજે લોકાર્પણ કરશે
    Next Article
    બૉલીવુડ સુપરસ્ટાર બોબી દેઓલ ભાવનગરના આંગણે:‘કેરેસિલ’ના કાર્યક્રમમાં આપશે હાજરી, ૩ દિવસ માણશે મહેમાનગતિ

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment