Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    કાઠી સમાજના યુવાનો માટે આધુનિક ‘કાઠિયાવાડ ભવન’ તૈયાર:GPSCથી લઈને કોન્સ્ટેબલની ભરતીની તૈયારી માટે સ્માર્ટ ક્લાસ, લાઈબ્રેરી-હોસ્ટેલ; ગાંધીનગરમાં CM આજે લોકાર્પણ કરશે

    9 hours ago

    કાઠી દરબાર સમાજના યુવાનોને સ્પર્ધાત્મક પરીક્ષાઓની તૈયારી માટે સુવિધા પૂરી પાડવાના હેતુથી ગાંધીનગરમાં તૈયાર કરાયેલા ‘કાઠિયાવાડ ભવન’નું આજે 22 ઓક્ટોબરે બપોરે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ અને સંતો-મહંતોની ઉપસ્થિતિમાં લોકાર્પણ થશે. કાઠી દરબાર એજ્યુકેશન ટ્રસ્ટ દ્વારા તૈયાર કરાયેલા આ ભવનમાં યુવાનોને રહેવા, જમવા અને ગુણવત્તાયુક્ત કોચિંગની સુવિધા મળશે. ટ્રસ્ટના ટ્રસ્ટી અને ગુજરાત એનર્જી લિમિટેડમાં કાર્યરત રણજીતભાઈ ધાધલના જણાવ્યા અનુસાર, આ ભવન પાછળ આશરે ₹ 7થી 8 કરોડનો ખર્ચ થયો છે. અહીં એકસાથે 80 વિદ્યાર્થીઓ કોચિંગ મેળવી શકશે. સ્માર્ટ ક્લાસ, લાઇબ્રેરી અને હોસ્ટેલની સુવિધા કાઠિયાવાડ ભવનમાં આધુનિક સ્માર્ટ ક્લાસરૂમ, લાઇબ્રેરી, હોસ્ટેલ, ભોજનાલય અને અન્ય જરૂરી સુવિધાઓ ઊભી કરવામાં આવી છે. કોચિંગ માટે નિષ્ણાત શિક્ષકોને જોડવાની સાથે ઓનલાઇન શિક્ષણની સુવિધા પણ રાખવામાં આવી છે. કોઈ નિષ્ણાત શિક્ષક પ્રત્યક્ષ હાજર રહી ન શકે તો પોતાના સ્ટુડિયોમાંથી લાઇવ ક્લાસ લઈ શકે તેવી વ્યવસ્થા કરવામાં આવી છે. આ સુવિધાનો લાભ રાજકોટ અને બોટાદની બોર્ડિંગમાં રહેતા વિદ્યાર્થીઓને પણ મળે તેવો ટ્રસ્ટનો પ્રયાસ છે. વિદ્યાર્થીઓ પાસેથી નજીવી ફી લેવાનું આયોજન વિદ્યાર્થીઓને ઓછા ખર્ચે રહેવાની, ભોજનની અને ગુણવત્તાયુક્ત કોચિંગની સુવિધા આપવાનો ટ્રસ્ટનો હેતુ છે. આ માટે ટોકન ફી લેવાનો વિચાર છે, જોકે ફીની ચોક્કસ રકમ હજુ નક્કી કરવામાં આવી નથી. દીકરીઓ માટે પણ અલગ સંકુલ બનાવવાનો વિચાર હાલનું કાઠિયાવાડ ભવન યુવાનો માટે તૈયાર કરવામાં આવ્યું છે, પરંતુ ભવિષ્યમાં સમાજની દીકરીઓને પણ આવી જ સુવિધા મળે તે માટે અલગ સંકુલ બનાવવાનો વિચાર છે. સાવરકુંડલાના પીઠાબાપુ વાસુરબાપુ ખુમાણ ટ્રસ્ટ દ્વારા આ દિશામાં પ્રયાસ કરવામાં આવી રહ્યો છે. યોગ્ય સરકારી જમીન અથવા અન્ય વ્યવસ્થા ઉપલબ્ધ થાય તો દીકરીઓ માટે પણ અલગ સંકુલ ઊભું કરવાની યોજના છે. 600થી વધુ રજિસ્ટ્રેશન, પરીક્ષા બાદ 50 વિદ્યાર્થીઓની પસંદગી કાઠિયાવાડ ભવનમાં શરૂ થનારી પ્રથમ બેચ માટે 600થી વધુ યુવાનોએ રજિસ્ટ્રેશન કરાવ્યું હતું. તેમાંથી 224 ઉમેદવારોએ પ્રવેશ પરીક્ષા આપી હતી. પરીક્ષામાં મેરિટના આધારે 50 વિદ્યાર્થીઓની પસંદગી કરવામાં આવી છે. આ વિદ્યાર્થીઓનું કોચિંગ 25 ઓક્ટોબરથી શરૂ કરવાનું આયોજન છે. પસંદગી પ્રક્રિયામાં પારદર્શિતા અને ગુણવત્તાને પ્રાધાન્ય આપવા માટે સમગ્ર ગુજરાતમાંથી ઉમેદવારોની પરીક્ષા લેવામાં આવે છે. GPSCથી લઈને PSI અને કોન્સ્ટેબલની ભરતી માટે તૈયારી વિદ્યાર્થીઓને GPSC, UPSC, વર્ગ-1, વર્ગ-2, વર્ગ-3, PSI અને પોલીસ કોન્સ્ટેબલ સહિતની સ્પર્ધાત્મક પરીક્ષાઓને ધ્યાનમાં રાખીને તૈયાર કરવામાં આવશે. ટ્રસ્ટ દ્વારા નિષ્ણાતોની મદદથી અભ્યાસક્રમ તૈયાર કરવામાં આવે છે. ઉમેદવારોને અગાઉથી અભ્યાસક્રમ આપવામાં આવે છે અને તેના આધારે ઓબ્જેક્ટિવ પ્રકારની MCQ પરીક્ષા લેવામાં આવે છે. ત્યાર બાદ મેરિટના આધારે વિદ્યાર્થીઓની પસંદગી કરવામાં આવે છે. 2020માં 39 વિદ્યાર્થીઓથી શરૂઆત, 26ને સરકારી નોકરી મળી કાઠી દરબાર એજ્યુકેશન ટ્રસ્ટનો હેતુ સમાજના યુવાનોને શિક્ષિત કરીને સ્પર્ધાત્મક પરીક્ષાઓ માટે તૈયાર કરવાનો છે. આ દિશામાં ટ્રસ્ટે વર્ષ 2020માં કામ શરૂ કર્યું હતું. શરૂઆતમાં કામચલાઉ કાઠિયાવાડ ભવનમાં 39 વિદ્યાર્થીઓની પ્રથમ બેચ શરૂ કરવામાં આવી હતી, જેમાં વર્ગ-1, વર્ગ-2 અને વર્ગ-3ની સરકારી ભરતી માટે કોચિંગ આપવામાં આવતું હતું. ટ્રસ્ટના જણાવ્યા પ્રમાણે, આ બેચના આશરે 26 વિદ્યાર્થીઓને સરકારી નોકરી મળી હતી. આ સફળતા બાદ યુવાનોને કાયમી ધોરણે કોચિંગ અને રહેવાની સુવિધા મળી રહે તે માટે કાયમી ભવન બનાવવાનો નિર્ણય લેવાયો હતો. કાઠી દરબાર એજ્યુકેશન ટ્રસ્ટનો પ્રયાસ સમાજના યુવાનોને સ્પર્ધાત્મક પરીક્ષાઓ માટે યોગ્ય માર્ગદર્શન, રહેઠાણ અને અભ્યાસનું વાતાવરણ પૂરું પાડીને સરકારી સેવાઓમાં આગળ વધવાની તક આપવાનો છે.
    Click here to Read More
    Previous Article
    Surety hurdles, questions over video, then release: The SEM proceedings for CJP leaders
    Next Article
    અમદાવાદમાં 25 કરોડના ડ્રગ્સ સાથે UP-દિલ્હીના 3 કુખ્યાતની ધરપકડ:રાજ્યભરના અલગ-અલગ સ્થળે ડ્રગ્સ મોકલવાનું હતું, અમદાવાદ-સુરત ક્રાઈમ બ્રાંચનું સંયુક્ત ઓપરેશન

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment