Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    શહેરી વિસ્તારો માટે વધુ 25 નવી PM ઈ-બસ સેવાનો પ્રારંભ:મંત્રી જીતુ વાઘાણીના હસ્તે લીલી ઝંડી, હવે શહેરના અંતરિયાળ વિસ્તારો પણ જોડાશે

    1 week ago

    ભાવનગર શહેરમાં જાહેર પરિવહનની સુવિધાને વધુ મજબૂત બનાવવા માટે મહાનગરપાલિકા દ્વારા વધુ એક મહત્વનું કદમ ઉઠાવવામાં આવ્યું છે, જેમાં શહેરમાં બે મહિના પહેલાં શરૂ કરાયેલી PM ઈ-બસ સેવા શહેરી વિસ્તારોને બદલે ગ્રામ્ય પંથકોમાં દોડાવવામાં આવતી હોવાના આક્ષેપો અને લોકોના ભારે રોષ વચ્ચે તંત્ર દ્વારા આજે વધુ 25 નવી PM ઈ-બસોનું લોકાર્પણ કરવામાં આવ્યું છે, ​આજે કુંભારવાડા ખાતે શીતળા માતાજીના મંદિર પાસેથી આ નવી બસ સેવાનો ભવ્ય પ્રારંભ કરવામાં આવ્યો હતો. આ કાર્યક્રમમાં રાજ્યના કેબિનેટ કૃષિ મંત્રી જીતુ વાઘાણી, ભાવનગરના મેયર ઉષાબેન તલરેજા, સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન કિશન મહેતા સહિતના પદાધિકારીઓ અને અગ્રણીઓ ઉપસ્થિત રહ્યા હતા. મહાનુભાવોએ લીલી ઝંડી બતાવી બસોને પ્રસ્થાન કરાવી હતી અને પોતે પણ બસમાં મુસાફરી કરી આનંદ વ્યક્ત કર્યો હતો. ભાવનગર શહેરમાં ઘણા વર્ષોથી સિટી બસ સેવા બંધ હાલતમાં હતી. જેને પુનઃ શરૂ કરવા માટે મહાનગરપાલિકાએ બે મહિના પહેલાં જ PM ઈ-બસ સેવાનો પ્રારંભ કર્યો હતો. જેમાં ગુજરાત સરકાર દ્વારા 100 બસો ફાળવવામાં આવી હતી જેના ભાગરૂપે પ્રથમ તબક્કામાં 50 જેટલી બસો મુકવામાં આવી હતી, જોકે, શરૂઆતના તબક્કામાં આ બસોનો પૂરતો લાભ શહેરના લોકોને મળવાને બદલે મુખ્યત્વે ગ્રામ્ય વિસ્તારોમાં રૂટ ફાળવવામાં આવ્યા હોવાના ગંભીર આક્ષેપો થયા હતા. ત્યારે આજરોજ મહાનગરપાલિકાએ બીજા તબક્કામાં આવેલી આ તમામ 25 નવી ઈ-બસોને શહેરના અંતરિયાળ અને મુખ્ય વિસ્તારો સુધી જ દોડાવવાનો નિર્ણય કર્યો છે, ​આ નવી 25 બસો શરૂ થવાથી ભાવનગરના નાગરિકોને શહેરના અંતરિયાળ વિસ્તારો હવે સીધા જાહેર પરિવહન સાથે જોડાશે, જેનાથી હજારો મુસાફરોને રોજિંદી અવરજવરમાં સરળતા રહેશે. તેમજ ખાનગી વાહનો અને રીક્ષાના સતત વધતા ભાડાના ખર્ચમાંથી સામાન્ય અને મધ્યમ વર્ગના લોકોને મોટી રાહત મળશે, તેમજ ઈલેક્ટ્રિક બસો હોવાના કારણે શહેરમાં વાયુ અને અવાજનું પ્રદૂષણ ઘટશે.
    Click here to Read More
    Previous Article
    ગડુ ગેંગના સાગરીતો ઝડપાયા:પૂર્વ વિસ્તારમાં ચોરી કરવા માટે સગીરનો ઉપયોગ, ત્રણ આરોપીઓની ઝોન-5 LCBએ ધરપકડ કરી
    Next Article
    હિંમતનગરમાં વિશ્વ રક્તદાતા દિવસે રક્તદાન-સન્માન કાર્યક્રમ યોજાયો:અર્બન હેલ્થ સેન્ટરમાં 51 રક્તદાતાઓએ રક્તદાન કર્યું; 21,533 યુનિટ રક્ત એકત્ર

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment