Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    હિંમતનગરમાં વિશ્વ રક્તદાતા દિવસે રક્તદાન-સન્માન કાર્યક્રમ યોજાયો:અર્બન હેલ્થ સેન્ટરમાં 51 રક્તદાતાઓએ રક્તદાન કર્યું; 21,533 યુનિટ રક્ત એકત્ર

    1 week ago

    વિશ્વ રક્તદાતા દિવસ નિમિત્તે 14 જૂનના રોજ હિંમતનગરના અર્બન હેલ્થ સેન્ટર ખાતે જિલ્લા આરોગ્ય અધિકારીની અધ્યક્ષતામાં રક્તદાન અને રક્તદાતા સન્માન કાર્યક્રમ યોજાયો હતો. આ રક્તદાન કેમ્પમાં કુલ 51 રક્તદાતાઓએ રક્તદાન કર્યું હતું. આ અવસરે GMERS બ્લડ બેંકના સહયોગથી આયોજિત કેમ્પમાં 51 સ્વૈચ્છિક રક્તદાતાઓએ ઉત્સાહભેર ભાગ લીધો હતો. 'રક્તદાન-મહાદાન'ના સંદેશ સાથે યુવાનો અને સ્થાનિક નાગરિકોમાં સારો પ્રતિસાદ જોવા મળ્યો હતો. કાર્યક્રમ દરમિયાન ગત વર્ષે ઉત્તમ કામગીરી કરનાર 2 પ્રાથમિક આરોગ્ય કેન્દ્રો, 2 સબ સેન્ટરો અને 6 સ્વૈચ્છિક રક્તદાતાઓનું સન્માન કરવામાં આવ્યું હતું. તેમને પ્રમાણપત્ર અને જાયન્ટ્સ સહિયર ગ્રુપ હિંમતનગરના સહયોગથી સ્મૃતિચિહ્ન અર્પણ કરાયા હતા. સાબરકાંઠા જિલ્લા આરોગ્ય વિભાગ દ્વારા પ્રાપ્ત માહિતી અનુસાર, ગત વર્ષે જિલ્લામાં 360 રક્તદાન કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમો થકી કુલ 21,533 યુનિટ રક્ત સ્વૈચ્છિક રક્તદાન દ્વારા એકત્ર કરવામાં આવ્યું હતું. આરોગ્ય વિભાગે જણાવ્યું હતું કે રક્તદાન દ્વારા અનેક જીવ બચાવી શકાય છે. દરેક સ્વસ્થ વ્યક્તિએ નિયમિત રક્તદાન કરીને સમાજ પ્રત્યેની પોતાની જવાબદારી નિભાવવી જોઈએ. તેમણે રક્તદાન અંગેના ભ્રમો દૂર કરીને વધુમાં વધુ લોકોને આ પુણ્ય કાર્યમાં જોડાવા અનુરોધ કર્યો હતો. આ કાર્યક્રમમાં આરોગ્ય શાખાના અધિકારીઓ, મેડિકલ સ્ટાફ, આશા કાર્યકરો અને સ્થાનિક નાગરિકો ઉપસ્થિત રહ્યા હતા.
    Click here to Read More
    Previous Article
    શહેરી વિસ્તારો માટે વધુ 25 નવી PM ઈ-બસ સેવાનો પ્રારંભ:મંત્રી જીતુ વાઘાણીના હસ્તે લીલી ઝંડી, હવે શહેરના અંતરિયાળ વિસ્તારો પણ જોડાશે
    Next Article
    Gujarat Weather Update Live | આવતા 9 દિવસ ગુજરાતમાં કેવો વરસાદ? અથ્રેયા શેટ્ટીનું અનુમાન | N18L

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment