Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    ગડુ ગેંગના સાગરીતો ઝડપાયા:પૂર્વ વિસ્તારમાં ચોરી કરવા માટે સગીરનો ઉપયોગ, ત્રણ આરોપીઓની ઝોન-5 LCBએ ધરપકડ કરી

    1 week ago

    અમદાવાદ શહેરના પૂર્વ વિસ્તારમાં ઘરફોડ ચોરી કરનાર ગડુ ગેંગના ત્રણ સાગરીતોની ઝોન-5 LCBની ટીમે ધરપકડ કરી છે. ગડુ ગેંગમાં ઘરમાં ચોરી કરવા માટે ખાસ સગીરનો ઉપયોગ કરવામાં આવતો હતો. ચોરી કરવા માટે સગીરને સાથે લઈ જતા હતા અને ઘરમાં મકાનમાંથી ચોરી કરી અને સગીર તમામ મુદ્દામાલ લઈને આવતો હતો અને ત્યારબાદ તેને સરખે ભાગે વહેંચી લેવામાં આવતો હતો. ઝડપાયેલા ત્રણમાંથી આરોપી સગીર છે, જ્યારે ગેંગ ચલાવનાર સમીર ઉર્ફે ગડુ હાલમાં જેલમાં બંધ છે. પોલીસે ત્રણેય આરોપીઓની ધરપકડ કરી વધુ પૂછપરછ શરૂ કરી છે. કોઈપણ જગ્યાએ ચોરી કરવાની હોય ત્યારે ગેંગમાં સગીરને સાથે રાખે છે શહેરમાં ઘરફોડ ચોરીને અંજામ આપનારા આરોપીઓને શોધવા માટે ઝોન 5 LCBના PSI કે.કે જાડેજા અને તેમની ટીમ દ્વારા તપાસ શરૂ કરવામાં આવી હતી. નગર અને નિકોલ પોલીસ સ્ટેશન વિસ્તારમાં ઘરફોડ ચોરીમાં સમીર ઉર્ફે ગડુ પટણીના ગેંગના જ માણસો સંડોવાયેલા હોવા અંગેની બાતમીના આધારે શન્ની ઉર્ફે બિસ્કીટ પટણી (રહે. સરસપુર), કૃણાલ પટણી (રહે. બાપુનગર) અને સગીર વયના આરોપીને ઝડપી પાડ્યા હતા. ત્રણેય આરોપીઓ સમીર ઉર્ફે ગડુ પટણી માટે કામ કરે છે. જ્યારે કોઈપણ જગ્યાએ ચોરી કરવાની હોય ત્યારે ગેંગમાં સગીરમાં વ્યક્તિને સાથે રાખે છે સગીરને સાથે રાખી ઘરની રેકી કરવામાં આવે છે, ત્યારબાદ તેને ઘરમાં ચોરી કરવા માટે મોકલવામાં આવે છે. એલસીબી ટીમે આરોપીઓની ધરપકડ કરી વધુ પૂછપરછ શરૂ કરી ગેંગના બીજા માણસો ઘરની બહાર રહેતા હતા. જો કોઈ કારણોસર ઘરમાં ચોરી કરતા પકડાઈ જાય તો સગીર વયનો આરોપી હોવાથી નાનો બાળક સમજી અને તેને કોઈ કાયદાકીય કાર્યવાહી ન કરવામાં આવે અથવા તો માત્ર નોટિસ આપીને જવા દેવો પડે. જેથી, ગેંગમાં એક સગીરને સાથે રાખવામાં આવતો હતો. ચોરી કર્યા બાદ તમામ મુદ્દામાં લઈને સમીર પાસે આવતા હતા અને સમીર તેનો સરખે ભાગે વહેંચણી કરતો હતો. ઝોન 5 એલસીબી ટીમે આરોપીઓની ધરપકડ કરી વધુ પૂછપરછ શરૂ કરી છે.
    Click here to Read More
    Previous Article
    લાશ પર ઉપરાછાપરી ઘા મારતો રહ્યો જૈનુલ અબ્બાસ:પુત્રવધૂને 44 અને વેવાણને 23 ઘા મારી મોતને ઘાટ ઉતારી, દોઢ મહિના પહેલા પ્લાન ઘડ્યો; ભરૂચ ડબલ મર્ડરમાં મોટો ઘટસ્ફોટ
    Next Article
    શહેરી વિસ્તારો માટે વધુ 25 નવી PM ઈ-બસ સેવાનો પ્રારંભ:મંત્રી જીતુ વાઘાણીના હસ્તે લીલી ઝંડી, હવે શહેરના અંતરિયાળ વિસ્તારો પણ જોડાશે

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment