Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    ભાસ્કર એક્સક્લુસિવ:સમાજના ઝઘડા માટે હવે કોર્ટ નહીં, 25 નિવૃત્ત IAS-IPS અધિકારીની ટીમે 4 મહિનામાં 20 કેસ ઉકેલ્યા

    6 घंटे पहले

    સમાજમાં જમીન-મિલકતના ઝઘડા, વારસાઈ હકના પ્રશ્નો કે પારિવારિક વિવાદોનો ઉકેલ મેળવવા લોકો કોર્ટનાં વર્ષો સુધી ધક્કા ખાતા હોય છે. જોકે, હવે આવા વિવાદો કોર્ટ સુધી પહોંચે તે પહેલાં જ તેનો ઉકેલ લાવવા માટે સમાજમાં એક નવી વ્યવસ્થા ઊભી થઈ છે. સરદારધામ સમાજ સુરક્ષા કેન્દ્રમાં 25 નિવૃત્ત IAS અને IPS અધિકારીઓની ટીમ આવા વિવાદોના નિરાકરણ માટે સક્રિય છે. આ ટીમ ચાર મહિનામાં અત્યાર સુધી 20 કેસનો કોર્ટની બહાર ઉકેલ લાવી ચૂકી છે. સરદાર ધામના અગ્રણી કેટી કામરિયાએ કહ્યું કે આ વ્યવસ્થામાં નિવૃત્ત અધિકારીઓ પોતાના વહીવટી અને પોલીસ વિભાગના લાંબા અનુભવનો ઉપયોગ કરીને સમાજના લોકોના પ્રશ્નો ઉકેલે છે. જમીન-મહેસૂલના પ્રશ્નો, મિલકતની વહેંચણી, વારસાઈ હક, વૈવાહિક વિવાદો અને પોલીસ કાર્યવાહી સંબંધિત પ્રશ્નોનો તેમાં સમાવેશ થાય છે. પરંતુ અહીં વિવાદની શરૂઆતમાં જ બંને પક્ષને સાંભળીને સમાધાનનો રસ્તો શોધાય છે. કેન્દ્રમાં માત્ર સલાહ આપવાની વ્યવસ્થા નથી. જરૂરિયાત મુજબ બંને પક્ષોને સામસામે બેસાડીને નિવૃત્ત અધિકારીઓ અને સંબંધિત નિષ્ણાતોની હાજરીમાં ચર્ચા થાય છે. આ માટે સરદાર દરબાર પણ યોજાય છે. મિલકતના વિવાદે વૃદ્ધને આત્મહત્યા સુધી પહોંચાડ્યા, કાઉન્સેલિંગથી જીવન જીવવાનો નવો વિશ્વાસ આપ્યો સંસ્થાના પ્રમુખ ગગજી સુતરિયાએ કહ્યું કે પોતાના જ સંબંધીઓ દ્વારા જમીન પચાવી પાડવા અને મોટી રકમની આર્થિક ઉચાપતના આક્ષેપો વચ્ચે એક વરિષ્ઠ નાગરિક ગંભીર માનસિક આઘાતમાં સરી પડ્યા હતા. મિલકતનો વિવાદ, આર્થિક બોજ અને સતત માનસિક ત્રાસ વચ્ચે જીવનસંગિનીનું અવસાન થતાં તેઓ આત્મહત્યાના વિચારો કરવા લાગ્યા હતા. આ સ્થિતિમાં તેમણે સરદારધામ સમાજ સુરક્ષા કેન્દ્રનો સંપર્ક કર્યો હતો. કેન્દ્રના કાઉન્સેલરોએ માનસિક ટેકો આપતા જીવવાનો નવો વિશ્વાસ આપ્યો હતો. સંયુક્ત જમીનમાં વીજજોડાણ માટે NOCની શરત દૂર કરવાની પહેલ સંયુક્ત માલિકીની ખેતીની જમીનમાં અન્ય સહમાલિક NOC ન આપે તો ખેડૂતોને કૃષિ વીજજોડાણ મેળવવામાં મુશ્કેલી પડે છે. આ મુદ્દે સરદારધામ સમાજ સુરક્ષા કેન્દ્ર રાજ્ય સરકારના ઊર્જા વિભાગ સમક્ષ નીતિવિષયક રજૂઆત કરવાની તૈયારી કરે છે. તેમાં સહમાલિકની NOCની શરત દૂર કરીને ખેડૂત પાસેથી રૂ.300ના સ્ટેમ્પ પેપર પર ઇન્ડેમ્નિટી બોન્ડ અને બાંહેધરીપત્ર મેળવવાની જોગવાઈ સૂચવાઈ છે. 20 વિવાદમાં જમીન પ્રશ્નોનું પ્રમાણ સૌથી વધુ સમાજ સુરક્ષા કેન્દ્રમાં આવેલા વિવાદોમાં સૌથી ઓછો 1 જ કેસ પોલીસ કાર્યવાહીનો હતો જમીનના કેસ કરો તો વકીલ પાછળ જ રૂ. 50 હજારથી 1.50 લાખનો ખર્ચ થાય છે જમીન, મિલકત કે વારસાઈ હકનો વિવાદ કોર્ટ સુધી પહોંચે ત્યારે પક્ષકારોને માત્ર તારીખો જ નથી મળતી, આર્થિક બોજ પણ વધે છે. વકીલની ફી, કાનૂની નોટિસ, દસ્તાવેજોની તૈયારી અને સુનાવણી સહિતના ખર્ચમાં એક કેસ પાછળ અંદાજે રૂ.50 હજારથી રૂ.1.50 લાખ કે તેથી વધુ ખર્ચ થઈ શકે છે. કેસ લાંબો ચાલે તો ખર્ચ પણ વધે છે. આવા સંજોગોમાં કોર્ટમાં કેસ પહોંચે તે પહેલાં જ સમાધાન કરાવતી સમાજની વ્યવસ્થા પક્ષકારો માટે આર્થિક અને માનસિક રાહતનો માર્ગ બની શકે છે.
    Click here to Read More
    Previous Article
    સાઈબર ક્રાઈમની ટીમે ડમી એકાઉન્ટ બનાવી ડીલ કરી:ડાર્ક વેબ પર ‘ધ કેન્ડી’, ‘બેબી યોડા’ જેવાં નામથી ડ્રગ્સનું વેચાણ; 100% મનીબેક ગેરંટી જેવી સ્કીમથી યુવાનોને લલચાવાતા હતા
    Next Article
    સિટી એન્કર:ફાયર બ્રિગેડમાં ગરુડ ડ્રોનની એન્ટ્રી, 25મા માળ સુધી ઉડાડી આગ બુઝાવી શકાશે, ફસાયેલા લોકોનું લોકેશન ટ્રેસ કરવામાં મદદ મળશે

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment