Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    25 વર્ષ બાદ ગુજરાતના CMનો અમેરિકા પ્રવાસ:2005માં મોદીને વિઝા નહોતા મળ્યા, ભુપેન્દ્ર પટેલ અમેરિકા-કેનેડામાં ઉદ્યોગપતિઓ-રોકાણકારોને વાઈબ્રન્ટ સમિટમાં આમંત્રિત કરશે

    2 days ago

    25 વર્ષ બાદ ગુજરાતના મુખ્યમંત્રીનો અમેરિકા પ્રવાસ ગયા છે. CM ભૂપેન્દ્ર પટેલ 17થી 24 ઓગસ્ટ દરમિયાન અમેરિકા અને કેનેડાના પ્રવાસે ગયા છે. તેઓ 16 ઓગસ્ટની વહેલી સવારે 4:40 કલાકે અમદાવાદ ઇન્ટરનેશનલ એરપોર્ટ પરથી અમેરિકા જવા રવાના થયા છે. મુખ્યમંત્રી દુબઈ થઈને અમેરિકાના કેલિફોર્નિયા પહોંચશે. આ પ્રવાસ દરમિયાન તેઓ વાઇબ્રન્ટ ગુજરાત સમિટ અંતર્ગત વિદેશી ઉદ્યોગકારો અને રોકાણકારોને ગુજરાતમાં રોકાણ માટે આમંત્રણ આપશે. ગુજરાતમાં ઉદ્યોગો અને રોકાણ વધારવા માટેના વિવિધ અવસર અંગે વિદેશી ઉદ્યોગજગત સાથે ચર્ચા કરવામાં આવશે. 2005માં મોદીને અમેરિકાએ વિઝા આપ્યા નહોતા મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલનો અમેરિકા પ્રવાસ ઐતિહાસિક બન્યો છે, કારણ કે 1995 બાદ પ્રથમ વખત ગુજરાતના મુખ્યમંત્રી સત્તાવાર અમેરિકા પ્રવાસે ગયા છે. અગાઉ તત્કાલીન મુખ્યમંત્રી કેશુભાઈ પટેલે 1995માં અમેરિકા અને બાદમાં એપ્રિલ 2000માં પણ સત્તાવાર પ્રવાસ કર્યો હતો. ત્યારબાદ નરેન્દ્ર મોદી મુખ્યમંત્રી હતા ત્યારે 2005માં અમેરિકાએ તેને વિઝા આપ્યા નહોતા, જ્યારે આનંદીબેન પટેલે મુખ્યમંત્રી તરીકે પ્રથમ વિદેશ પ્રવાસ ચીનનો કર્યો હતો અને વિજય રૂપાણીએ રશિયાનો પ્રવાસ કર્યો હતો. હવે ભૂપેન્દ્ર પટેલના અમેરિકા-કેનેડા પ્રવાસ સાથે લગભગ 25 વર્ષ બાદ ગુજરાતના મુખ્યમંત્રીનો સત્તાવાર અમેરિકા પ્રવાસ થયો છે. મુખ્યમંત્રી સાથે અધિકારીઓ અને ઉદ્યોગજગતનું પ્રતિનિધિમંડળ પણ અમેરિકા-કેનેડા પ્રવાસે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ સાથે મુખ્ય સચિવ એમ.કે. દાસ, નાણાં વિભાગના અધિક મુખ્ય સચિવ ટી. નટરાજન, ઉદ્યોગ અને ખાણ વિભાગનાં અધિક મુખ્ય સચિવ મમતા વર્મા, મુખ્યમંત્રીના અગ્ર સચિવ સંજીવ કુમાર અને અધિક અગ્ર સચિવ ડૉ. વિક્રાંત પાંડે સહિત રાજ્યના ઉદ્યોગ-વેપાર જગતનું પ્રતિનિધિમંડળ અમેરિકા અને કેનેડાના પ્રવાસે ગયું છે. પ્રવાસ દરમિયાન વોશિંગ્ટન ડી.સી., ન્યૂયોર્ક, સાન ફ્રાન્સિસ્કો અને ટોરેન્ટોમાં રોકાણકારો, ઉદ્યોગ મંડળો, ઉભરતી ટેક્નોલોજી ક્ષેત્રના અગ્રણીઓ અને ગુજરાતી સમુદાય સાથે રાઉન્ડ ટેબલ કોન્ફરન્સ તથા વન-ટુ-વન બેઠકો યોજાશે. આ બેઠકોમાં ગુજરાતની રોકાણની તકો અને વિકાસગાથા રજૂ કરી વિદેશી મૂડીરોકાણ વધારવા તેમજ જાન્યુઆરી 2027માં યોજાનારી વાઇબ્રન્ટ ગુજરાત ગ્લોબલ સમિટમાં આંતરરાષ્ટ્રીય રોકાણકારોને આમંત્રણ આપવા પર ભાર મૂકવામાં આવશે. IAS અધિકારીઓને વધારાનો ચાર્જ મુખ્યમંત્રીના અમેરિકા-કેનેડા પ્રવાસ દરમિયાન પ્રતિનિધિમંડળમાં સામેલ અધિકારીઓના મહત્વપૂર્ણ વિભાગોનો વહીવટ ચાલુ રહે તે માટે સરકારે વૈકલ્પિક ચાર્જની વ્યવસ્થા કરી છે. આ આદેશ સામાન્ય વહીવટ વિભાગે રાજ્યપાલના નામે જારી કર્યો છે. ડૉ. ટી. નટરાજન (IAS) ની ગેરહાજરી દરમિયાન ડૉ. અંજુ શર્મા (IAS) ને નાણાં વિભાગનો વધારાનો ચાર્જ સોંપાયો છે. મમતા વર્મા (IAS) ના સ્થાને રાજીવ ટોપનો (IAS) ને ઉદ્યોગ અને ખાણ વિભાગનો ચાર્જ આપવામાં આવ્યો છે. સંજીવ કુમાર (IAS) ની ગેરહાજરીમાં અરુણકુમાર એમ. સોલંકી (IAS) ને ગૃહ વિભાગનો વધારાનો ચાર્જ સોંપાયો છે. તે જ રીતે સ્વરૂપ પી. (IAS) ની ગેરહાજરી દરમિયાન પ્રવીણા ડી.કે. (IAS) ને ઉદ્યોગ કમિશનરનો ચાર્જ સોંપાયો છે. ડૉ. વિક્રાંત પાંડે (IAS) ના સ્થાને ડૉ. અજય કુમાર (IAS) ને માહિતી અને પ્રસારણ વિભાગનો ચાર્જ આપવામાં આવ્યો છે. ઉપરાંત ગુજરાત સરકારના નવી દિલ્હી સ્થિત રેસિડેન્ટ કમિશનરના ચાર્જ માટે પણ વ્યવસ્થા કરવામાં આવી છે અને ડૉ. સંધ્યા ભુલ્લર (IAS) ને કમિશનર, હેલ્થ (અર્બન) તરીકેની જવાબદારી સોંપવામાં આવી છે. મુખ્યમંત્રીનો ચાર્જ કોને સોંપાશે? મુખ્યમંત્રીના વિદેશ પ્રવાસ દરમિયાન તેમનો ચાર્જ અન્ય કોઈને સોંપવામાં આવશે નહીં. સરકારના સૂત્રોના જણાવ્યા મુજબ, આ સત્તાવાર સરકારી પ્રવાસ હોવાથી મુખ્યમંત્રીનો ચાર્જ સોંપવાની જરૂરિયાત રહેશે નહીં. જોકે, મુખ્યમંત્રી હસ્તકના કેટલાક વિભાગોનો વહીવટી ચાર્જ અન્ય મંત્રીને સોંપવામાં આવી શકે છે. મુખ્યમંત્રીનો બંધારણીય ચાર્જ કોઈને સોંપવા માટે ચોક્કસ બંધારણીય પ્રક્રિયા જરૂરી હોય છે અને ઇન્ચાર્જ મુખ્યમંત્રીને શપથ લેવડાવવાની પ્રક્રિયા પણ કરવી પડે છે. આથી મુખ્યમંત્રીના અમેરિકા-કેનેડા પ્રવાસ દરમિયાન તેઓ મુખ્યમંત્રી તરીકેની બંધારણીય જવાબદારીઓ ચાલુ રાખશે અને તેમની ગેરહાજરીમાં જરૂરી વહીવટી કામગીરી માટે સંબંધિત વિભાગોનો ચાર્જ સોંપવાની વ્યવસ્થા કરવામાં આવી શકે છે.
    Click here to Read More
    Previous Article
    જમાલપુર બ્રિજ નીચે શાકભાજીની ગાડીઓ અને દબાણોના કારણે ટ્રાફિકજામ:રોજની સમસ્યા છતાં પોલીસ-AMCની કાર્યવાહી નહીં, એમ્બ્યુલન્સને નીકળવું પણ મુશ્કેલ
    Next Article
    વઢવાણ ટ્રસ્ટ દ્વારા ગાંધી હોસ્પિટલમાં સાડી-ફૂટ વિતરણ:27 દાખલ મહિલાઓને સશક્તિકરણના સંકલ્પ સાથે મદદ કરાઈ

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment