Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    અમરેલીમાં 25 માર્ચે AAPની જંગી સભા:રાષ્ટ્રીય સંયોજક અરવિંદ કેજરીવાલ, પંજાબ CM ભગવંત માન ચૂંટણી પ્રચારનો પ્રારંભ કરશે

    3 days ago

    સ્થાનિક સ્વરાજની ચૂંટણીના પડઘમ વચ્ચે રાજકીય પક્ષો સક્રિય બન્યા છે. આમ આદમી પાર્ટી (AAP) આવતીકાલે અમરેલીથી ચૂંટણી પ્રચારનો શ્રીગણેશ કરશે. AAPના રાષ્ટ્રીય સંયોજક અરવિંદ કેજરીવાલ અને પંજાબના મુખ્યમંત્રી ભગવંત માન અમરેલીમાં એક જંગી સભાને સંબોધશે. પાર્ટીએ અગાઉ જ 445 જેટલા ઉમેદવારોના નામ જાહેર કરીને રાજકીય માહોલ ગરમાવ્યો છે. આ સભા અમરેલી શહેરમાં નવા માર્કેટિંગ યાર્ડ પાસે યોજાશે. બપોરે 3 વાગ્યે શરૂ થનારી આ સભામાં અરવિંદ કેજરીવાલ અને ભગવંત માન ઉપરાંત ઈશુદાન ગઢવી, ગોપાલ ઈટાલિયા સહિતના AAPના નેતાઓ ઉપસ્થિત રહેશે. ચૂંટણી જાહેર થાય તે પહેલાં આ સભા દ્વારા પ્રચાર કરવામાં આવશે. સૌરાષ્ટ્રમાં અમરેલી જિલ્લો સ્થાનિક સ્વરાજની ચૂંટણીઓમાં AAPના મુખ્ય લક્ષ્યમાંનો એક જણાઈ રહ્યો છે. વર્ષોથી અમરેલી ચૂંટણીઓમાં સૌરાષ્ટ્રનું રાજકીય કેન્દ્રબિંદુ રહ્યું છે. આવતીકાલે અમરેલી જિલ્લામાંથી મોટી સંખ્યામાં કાર્યકર્તાઓ અને હોદ્દેદારો ઉપસ્થિત રહી સરકાર સામે આક્ષેપો કરીને ચૂંટણીનું રણશિંગુ ફૂંકશે. ગુજરાત આમ આદમી પાર્ટીના પ્રદેશ મહામંત્રી મનોજ સોરઠિયાએ જણાવ્યું કે, અમરેલીમાં અરવિંદ કેજરીવાલ અને પંજાબના મુખ્યમંત્રીની આ પ્રથમ જંગી સભા છે. તેમણે આ સભાને 'પરિવર્તનનો વિશ્વાસ' ગણાવી અને કહ્યું કે તે ભાજપના અત્યાચારમાંથી મુક્તિ અપાવશે. આ સભામાં AAPના હોદ્દેદારો, કાર્યકરો અને આસપાસના જિલ્લાના લોકો પણ હાજર રહેશે. ઉલ્લેખનીય છે કે, તાજેતરમાં 22 તારીખે ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ અને પ્રદેશ ભાજપ પ્રમુખ જગદીશ વિશ્વકર્મા સહિતના ભાજપના નેતાઓએ અમરેલી માર્કેટિંગ યાર્ડની અંદર વિકાસ કાર્યોને લઈને સભા કરી હતી. હવે AAPના દિગ્ગજ નેતાઓ માર્કેટિંગ યાર્ડની બાજુમાં સભા યોજીને રાજકીય ગરમાવો વધારશે.
    Click here to Read More
    Previous Article
    પાટણમાં યુથ કોંગ્રેસનો રાંધણ ગેસ મુદ્દે દેખાવ:ભાવ વધારા અને અછત સામે પ્રદર્શન, 8 કાર્યકરોની અટકાયત
    Next Article
    22 વર્ષીય પરિણીતાનો ગળાફાંસો ખાઈ આપઘાત:8 મહિનાની બાળકીની નજર સામે માતાએ જીવન ટુંકાવ્યું, સુરતના હોડી બંગલા વિસ્તારમાં અરેરાટી

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment