Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    22 વર્ષીય પરિણીતાનો ગળાફાંસો ખાઈ આપઘાત:8 મહિનાની બાળકીની નજર સામે માતાએ જીવન ટુંકાવ્યું, સુરતના હોડી બંગલા વિસ્તારમાં અરેરાટી

    2 days ago

    સુરત શહેરના લાલગેટ વિસ્તારમાં આવેલા હોડી બંગલા પાસે એક હૃદયદ્રાવક ઘટના સામે આવી છે. અહીં એક 22 વર્ષીય પરિણીતાએ પોતાની માસૂમ પુત્રીની હાજરીમાં જ ગળેફાંસો ખાઈ આત્મહત્યા કરી લેતા સમગ્ર પંથકમાં ચકચાર મચી ગઈ છે. લગ્નના માત્ર બે જ વર્ષમાં પરિણીતાએ આવું અંતિમ પગલું કેમ ભર્યું તે રહસ્ય હજુ અકબંધ છે. એકની એક દીકરીએ માતા ગુમાવી મળતી માહિતી મુજબ, હોડી બંગલા આશિક એપાર્ટમેન્ટની બાજુમાં આવેલા ગોવાડીયા ફળિયામાં સિદ્ધિકભાઈ ખટીક પોતાના પરિવાર સાથે રહે છે. સિદ્ધિકભાઈ કતારગામ વિસ્તારમાં ચિકનની દુકાન ચલાવી પરિવારનું ગુજરાન ચલાવે છે. બે વર્ષ પૂર્વે તેમના લગ્ન સાદીયા (ઉં.વ. 22) સાથે થયા હતા. આ સુખી દંપતીને સંતાનમાં આઠ મહિનાની એક પુત્રી પણ છે. પત્નીને લટકતી હાલતમાં જોઈ પતિ સ્તબ્ધ થઈ ગયો બનાવની વિગતો એવી છે કે, ગતરોજ બપોરે સિદ્ધિકભાઈ તેમના પિતાને કતારગામ સ્થિત ચિકનની દુકાને મૂકવા ગયા હતા. આ દરમિયાન સાદીયા ઘરે પોતાની આઠ મહિનાની બાળકી સાથે એકલી હતી. કોઈ અગમ્ય કારણોસર સાદીયાએ ઘરના પંખાના હુક સાથે દુપટ્ટો બાંધી ફાંસો ખાઈ લીધો હતો. જ્યારે સિદ્ધિકભાઈ દુકાનેથી પરત ઘરે આવ્યા ત્યારે પત્નીને લટકતી હાલતમાં જોઈ સ્તબ્ધ થઈ ગયા હતા. આત્મહત્યાનું કારણ શોધવા પરિવારજનોની પૂછપરછ હાથ ધરી આ ઘટનાની જાણ થતા જ આસપાસના લોકો એકઠા થઈ ગયા હતા અને તાત્કાલિક પોલીસને જાણ કરવામાં આવી હતી. લાલગેટ પોલીસ કાફલો ઘટનાસ્થળે પહોંચી ગયો હતો અને મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે ખસેડવાની તજવીજ હાથ ધરી હતી. હાલ લાલગેટ પોલીસ આત્મહત્યાનું કારણ શોધવા પરિવારજનોની પૂછપરછ કરી રહી છે. લગ્નજીવનના ટૂંકા ગાળામાં પરિણીતાનો આપઘાત આઠ મહિનાની માસૂમ બાળકીએ જે ઉંમરે માતાની મમતાની સૌથી વધુ જરૂર હોય, તે જ ઉંમરે તેની નજર સામે માતાએ જીવન ટુંકાવ્યું હોવાની વાતથી સ્થાનિકોમાં ભારે અરેરાટી વ્યાપી ગઈ છે. લગ્નજીવનના ટૂંકા ગાળામાં સાદીયાએ કયા માનસિક તણાવ કે કારણસર આ પગલું ભર્યું તે પોલીસ તપાસ બાદ જ બહાર આવશે.
    Click here to Read More
    Previous Article
    અમરેલીમાં 25 માર્ચે AAPની જંગી સભા:રાષ્ટ્રીય સંયોજક અરવિંદ કેજરીવાલ, પંજાબ CM ભગવંત માન ચૂંટણી પ્રચારનો પ્રારંભ કરશે
    Next Article
    YouTuber Who Murdered Girlfriend Used 6-Hour Pre-Recorded GTA Stream As Alibi

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment