Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    કોંગ્રેસના ઉમેદવારને ખરીદવાનો પ્રયાસનો આક્ષેપ:અમદાવાદના કોંગ્રેસના મહિલા ઉમેદવારને ભાજપના ઉમેદવારે 25 થી 50 લાખ રૂપિયાની ઓફર કરી, મહિલાએ કહ્યું ચૂંટણી લડીશ જ

    6 days ago

    ગુજરાતમાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓમાં ઉમેદવારો પોતાની જીત માટે ફોર્મ ભરીને જોર-શોરથી પ્રચાર કરી રહ્યા છે. ત્યારે ઉમેદવારી ફોર્મ પાછું ખેંચવા માટે થઈને ભાજપના ઉમેદવારો કોંગ્રેસના ઉમેદવારોને લાલચ આપી રહ્યા હોવાના આક્ષેપ લાગ્યા છે. અમદાવાદના રામોલ-હાથીજણ વોર્ડના ભાજપના ઉમેદવાર મૌલિક પટેલ દ્વારા ફોર્મ પાછું ખેંચી લેવા 25થી 50 લાખ રૂપિયા આપવા સુધીની ઓફર કરવામાં આવી હોવાનો આક્ષેપ કોંગ્રેસના ઉમેદવાર બિનાબેન મોદીએ કર્યો છે. જો કે ભાજપના ઉમેદવાર મૌલિક પટેલે દિવ્ય ભાસ્કરની વાતચીતમાં આ પ્રકારની કોઈ ઓફર ન કરી હોવાનો દાવો કર્યો છે. 25થી 50 લાખની ઓફર મળી:બિના મોદી કોંગ્રેસના મહિલા ઉમેદવાર બીનાબેન મોદીનું કહેવું છે કે, મેં જે દિવસથી કોંગ્રેસમાંથી ફોર્મ ભર્યું છે ત્યારથી સગા સંબંધીઓ અને મિત્રો મારફતે મને ફોર્મ પાછું ખેંચી લેવા માટે થઈ ઓફર આવી રહી છે. એક બે દિવસથી મારી ઉપર ફોન પણ આવી રહ્યા છે. જેમાં ભાજપના ઉમેદવાર મૌલિક પટેલ દ્વારા ફોન કરી 25થી 50 લાખ રૂપિયા આપવા સુધીની ઓફર કરવામાં આવી છે. પૈસાની ઓફર કરી અને મને ફોર્મ પાછું ખેંચી દેવા માટે કહ્યું છે. પરંતુ હું છેલ્લે સુધી ચૂંટણી લડીશ. અમે ચૂંટણી પ્રચારમાં હતા ત્યારે પણ અમારી ઉપર ફોન આવ્યા છે. સગા સંબંધીઓ મારફતે પણ કહેવડાવવામાં આવી રહ્યું છે પરંતુ અમે ચૂંટણી લડીશું. 'અજાણ્યા નંબરથી ફોન આવ્યા' બીનાબેન મોદીએ એક વિડીયો બનાવીને પણ સોશિયલ મીડિયામાં વાયરલ કર્યો છે. જેમાં તેમણે દાવો કર્યો કે અજાણ્યા નંબર ઉપરથી ફોન આવી રહ્યો છે. મેં જ્યારે તપાસ કરી તો ખબર પડી કે મૌલિક પટેલનો નંબર છે જે ભાજપના ઉમેદવાર છે. વોટ્સએપ કોલ અને સગા સંબંધીઓ તેમજ મિત્રો મારફતે તેમને ઓફર કરવામાં આવી રહી છે. 'જનતાની સેવા માટે ઉભી છું પૈસા માટે નહીં' વધુમાં તેમણે કહ્યું હતું કે હું આ વિડીયો મારફતે કહી રહી છું કે મને કોઈ પૈસાની લાલચ આપશો નહીં. બેસી નથી અને બેસીસ નહીં, છેક છેલ્લી ઘડી સુધી લડીશ. કોંગ્રેસ માટે જ લડું છું અને કોંગ્રેસ માટે જ લડીશ. હું જનતાની સેવા માટે ઊભી થઈ છું પૈસા માટે નહી. જેને પણ મારી સામે લડવું હોય તે ચૂંટણીના મતદાનના દિવસે સામસામે મેદાને જંગ માટે તૈયાર છું. કોઈ ઓફર ન કર્યાંનો મૌલિક પટેલનો દાવો તો આ સમગ્ર મુદ્દે રામોલ હાથીજણ બોર્ડના ભાજપના ઉમેદવાર અને પૂર્વ કોર્પોરેટર મૌલિક પટેલે દિવ્યભાસ્કર સાથે વાતચીત કરી હતી. તેમણે જણાવ્યું હતું કે મેં આવી કોઈપણ પ્રકારની ઓફર મહિલાને કરી નથી અને હું તેમને છેલ્લા છ મહિનાથી ઓળખું છું. તેમના મેં ઘણા કામ કરી આપ્યા છે તેમના મોબાઈલ ફોન ઉપર જે ફોન કરવામાં આવ્યો છે. તેમને ફોર્મ ભર્યું ત્યારે મને મળ્યા હતા અને તેમને હિસાબના બાબતે માહિતી આપવા માટે થઈને ફોન કર્યા હતા. તેમને કહ્યું હતું કે મામલતદાર ઓફિસમાં તમે જાઓ તો મને કહેજો એટલા માટે મેં ફોન કર્યો હતો. બાકી મેં બીજા કોઈ બાબતની વાત તેમની સાથે કરી નથી.
    Click here to Read More
    Previous Article
    'જો AAPને જગ્યા આપી તો દુકાનો તોડી પાડીશું':સુરતમાં પાયલ સાકરિયાનો ભાજપ પર કાર્યકરોને ખરીદવાના પ્રયાસનો આક્ષેપ; કહ્યું- જનતા ગુંડાગીરીનો જવાબ આપશે
    Next Article
    પાટણમાં 5 લાખ સામે 17 લાખ વસૂલ્યા:વધુ 7 લાખની પઠાણી ઉઘરાણી, વ્યાજખોર સામે ફરિયાદ

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment