Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    પાટણમાં 5 લાખ સામે 17 લાખ વસૂલ્યા:વધુ 7 લાખની પઠાણી ઉઘરાણી, વ્યાજખોર સામે ફરિયાદ

    6 days ago

    પાટણ શહેરના એક બિલ્ડર પાસેથી ધંધા માટે લીધેલા 5 લાખ રૂપિયાની સામે વ્યાજ સહિત કુલ 17.38 લાખ રૂપિયા વસૂલ કરી લીધા હોવા છતાં, વધુ 7 લાખ રૂપિયાની પઠાણી ઉઘરાણી કરી માનસિક ત્રાસ આપતા વ્યાજખોર દેવેન્દ્ર પટેલ વિરુદ્ધ પાટણ સીટી બી ડીવીઝન પોલીસ મથકે ગુનો નોંધવામાં આવ્યો છે. પાટણના મીરા દરવાજા રોડ પર રહેતા અને કન્સ્ટ્રક્શનના વ્યવસાય સાથે સંકળાયેલા મિતુલકુમાર અમિતકુમાર રાવતે નોંધાવેલી ફરિયાદ મુજબ, વર્ષ 2023માં ધંધાર્થે નાણાંની જરૂર પડતા પરિચિત દેવેન્દ્ર શંકરલાલ પટેલ પાસેથી 5 લાખ રૂપિયા 1 ટકા માસિક વ્યાજે લીધા હતા. આ રકમ મેળવતી વખતે જામીન પેટે ફરિયાદીએ પોતાના બે કોરા ચેક આપ્યા હતા. શરૂઆતમાં ફરિયાદીએ નિયમિત વ્યાજ ચૂકવ્યું હતું, પરંતુ ત્યારબાદ વ્યાજખોરે વ્યાજનો દર વધારીને 3 ટકા કરી નાખ્યો હતો. નવેમ્બર 2024માં આરોપીએ નાણાંની ઉઘરાણી માટે દબાણ કરતા ફરિયાદીએ પોતાની સોનાની વીંટી વેચીને અને મિત્ર પાસેથી ઉછીના નાણાં લઈને કુલ 2 લાખ રૂપિયા મૂળ રકમ પેટે જમા કરાવ્યા હતા. તેમ છતાં, આરોપી દેવેન્દ્ર પટેલે વિચિત્ર ગણતરી રજૂ કરી હતી. આરોપીએ એવો દાવો કર્યો હતો કે તેણે ફરિયાદીને આપેલા નાણાં અન્ય વ્યક્તિ પાસેથી લાવ્યા હતા, જેમાં તેને એરંડાના વેચાણમાં નુકસાન થયું છે અને તે રકમ વ્યાજમાં ગણવી પડશે. આરોપીએ આ રીતે 5 લાખ સામે 12.41 લાખ રૂપિયા આપવા પડશે તેમ કહી જો નાણાં નહીં ચૂકવાય તો કોરા ચેકમાં 10 લાખ ભરીને જેલમાં મોકલી દેવાની ધમકી આપી હતી. ભયભીત થયેલા ફરિયાદીએ એપ્રિલ 2025થી જુલાઈ 2025 દરમિયાન ટુકડે-ટુકડે બેંક ટ્રાન્સફર (IMPS) અને રોકડ મળીને કુલ 17,38,243 રૂપિયા ચૂકવી દીધા હતા. આટલી માતબર રકમ વસૂલ્યા પછી પણ આરોપી સંતોષાયો ન હતો અને વધુ 7 લાખ રૂપિયાની પઠાણી ઉઘરાણી ચાલુ રાખી હતી. સતત મળતી ધમકીઓથી કંટાળીને અંતે ફરિયાદીએ પોલીસનો સંપર્ક સાધ્યો હતો. પોલીસે આરોપી દેવેન્દ્રભાઈ શંકરલાલ પટેલ વિરુદ્ધ બી.એન.એસ.ની કલમ 308(2), 308(3) તથા ગુજરાત નાણાની ધીરધાર કરનારા બાબત અધિનિયમની કલમ 40 અને 42 હેઠળ ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે
    Click here to Read More
    Previous Article
    કોંગ્રેસના ઉમેદવારને ખરીદવાનો પ્રયાસનો આક્ષેપ:અમદાવાદના કોંગ્રેસના મહિલા ઉમેદવારને ભાજપના ઉમેદવારે 25 થી 50 લાખ રૂપિયાની ઓફર કરી, મહિલાએ કહ્યું ચૂંટણી લડીશ જ
    Next Article
    Stock Market LIVE Updates, Sensex Today: Sensex Jumps 1,300 Points As Oil Falls On US-Iran Talk Hopes

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment