Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    'જો AAPને જગ્યા આપી તો દુકાનો તોડી પાડીશું':સુરતમાં પાયલ સાકરિયાનો ભાજપ પર કાર્યકરોને ખરીદવાના પ્રયાસનો આક્ષેપ; કહ્યું- જનતા ગુંડાગીરીનો જવાબ આપશે

    6 days ago

    સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીનો માહોલ ગરમાયો છે ત્યારે સુરતના વોર્ડ નંબર 16ના આમ આદમી પાર્ટીના ઉમેદવાર અને પૂર્વ કોર્પોરેટર પાયલ સાકરિયાએ સત્તાધારી પક્ષ ભાજપ પર આકરા પ્રહાર કર્યા છે. તેમણે ભાજપ દ્વારા ડર અને ધમકીની રાજનીતિ કરવામાં આવતી હોવાનો ગંભીર આક્ષેપ કર્યો છે. પાયલ સાકરિયાએ જણાવ્યું હતું કે, 2021થી અત્યાર સુધી અમે લોકોની વચ્ચે રહીને સેવા કરી છે. સુરત મહાનગરપાલિકામાં વિરોધ પક્ષ તરીકેની જવાબદારી નિભાવીને અમે વિસ્તારમાં કરોડોના કામો કરાવ્યા છે. જે કામો ભાજપ શાસનમાં 30 વર્ષમાં નથી થયા, તે અમે વિપક્ષમાં રહીને 5 વર્ષમાં કરી બતાવ્યા છે. આ વિકાસ જોઈને હવે ભાજપના પેટમાં તેલ રેડાયું છે. ‘30 વર્ષમાં કામ નથી થયા એ અમે 5 વર્ષમાં કર્યા’ આજે 2026 એટલે કે પાંચ વર્ષ પૂર્ણ થયા બાદ ફરી વખત સ્થાનિક સ્વરાજની ચૂંટણી છે અને આ ચૂંટણીમાં વોર્ડ નંબર 16માંથી મેં ઉમેદવારી કરી છે. લોકોનો ખૂબ સાથ સહકાર મળી રહ્યો છે, પરંતુ ભાજપના પેટમાં તેલ રેડાય છે કે જે પ્રમાણે અમારા કામ વિસ્તારની અંદર બોલે છે કે 380 કરોડના કામ અમે પાંચ વર્ષ દરમિયાન કરાવી શક્યા છીએ, જે કામ 30 વર્ષની સત્તામાં પણ એમના માણસો કે એમના નેતાઓ નથી કરાવી શક્યા એ કામ અમે વિપક્ષમાં રહીને કરાવી શક્યા છીએ. જેનો પેટમાં દુખાવો મંત્રીજીને થઈ રહ્યો છે જેના કારણે અમારા આમ આદમી પાર્ટીના કાર્યકર્તાઓને એન-કેન પ્રકારે લલચાવવા માટે એમના માણસોને મોકલી રહ્યા છે કે ભાજપમાં આવી જાઓ, ભાજપમાં આવી જાઓ. ‘કાર્યાલય માટે જગ્યા આપી તો દુકાન તોડી નાખીશું’ આટલાથી શાંતિ નથી થતી પણ જે જગ્યાઓ ઉપર લોકો અમને કાર્યાલય માટેની જગ્યા આપી રહ્યા છે કે આ કાર્યાલય આ જગ્યા પર તમે કરો, તો એમને પણ એમના માણસો ધમકાવવા માટે પહોંચી જાય છે કે જો કાર્યાલય માટે આમ આદમી પાર્ટીવાળાને જગ્યા આપી તો તમારી જગ્યા તોડી નાખશું, તમારી દુકાન તોડી નાખશું, તમારું બાંધકામ નહીં થવા દઈએ, તમારા ધંધા-રોજગાર ભાંગી નાખશું. ‘ચૂંટણીમાં લોકો તમને જવાબ આપશે’ તો તમે આ જે ગુંડાગર્દી જે લોકશાહીની જે હત્યા કરી રહ્યા છો, ગુંડાગર્દી કરી રહ્યા છો, લોકોને ધમકાવી રહ્યા છો તો એમનાથી સાહેબ તમને મત નહીં મળે. અમે લોકોની વચ્ચે સતત રહ્યા છીએ, લોકોના આશીર્વાદ અમને સતત મળતા રહ્યા છે અને આવનારી ચૂંટણીમાં એ તમામ લોકો તમને જવાબ આપશે, તમારી ગુંડાગર્દીને જવાબ આપશે, તમારી આ તાનાશાહીને જવાબ આપશે. ‘અમે રાજનીતિ બદલવા આવીએ છીએ’ અમે ખૂબ ગર્વ સાથે કહીએ છીએ કે અમે જ્યારે 2021માં લોકોની વચ્ચે આવ્યા, સંકલ્પ લીધો હતો કે અમે રાજનીતિ બદલવા માટે આવ્યા છીએ, સિસ્ટમ બદલવા માટે આવ્યા છીએ. આજે આપણો ભારત દેશ યુવાનોનો દેશ છે અને આજે ઘણી મોટી સંખ્યામાં યુવાનો આમ આદમી પાર્ટી સાથે જોડાઈ રહ્યા છે અને પરિવર્તનની રાજનીતિમાં જ્યારે અમે આગળ વધ્યા છીએ ત્યારે છેલ્લે પાંચ વર્ષની અંદર અમે કામની રાજનીતિ કરીશું એવું અમે કીધું હતું. આજે ભાજપના કાર્યકર્તાઓ, ભાજપના મોટા મોટા મંત્રીઓ અને નેતાઓએ વિસ્તારની અંદર ફરવું પડે છે અને કહેવું પડે છે કે વરાછામાં અમે આ કામ કરાવ્યા, વરાછાની અંદર આ શાળા બનાવી, વરાછાની અંદર આ હોસ્પિટલ બનાવી. ‘અન્ય મહાનગરપાલિકામાં કેમ શાળા-હોસ્પિટલની વાત થતી નથી’ એટલા માટે કહેવું પડે છે કારણ કે વરાછાની અંદર આમ આદમી પાર્ટીના કોર્પોરેટરો હતા. ગુજરાતની અંદર અલગ ઘણી બધી મહાનગરપાલિકાઓ છે, કેમ કોઈ જગ્યા પર શાળાઓ બાબતે વાત નથી થતી? કેમ કોઈ જગ્યા પર હોસ્પિટલો બાબતે વાત નથી થતી? કેમ કોઈ જગ્યા પર રોડ-રસ્તા બાબતે વાત નથી થતી? ‘પાંચ વર્ષમાં અમે તમામ કામો ઉપર સફળ નીવડ્યા છીએ’ હું ખૂબ ગર્વ સાથે એટલા માટે કહું છું કે વરાછાના લોકો અને કતારગામના લોકોએ અમને જે સપોર્ટ અને અમારા ઉપર જે વિશ્વાસ મૂકીને આશીર્વાદ આપ્યા હતા, પાંચ વર્ષમાં અમે તમામ કામો ઉપર સફળ નીવડ્યા છીએ. આજે વરાછાની અંદર તમામ રોડ-રસ્તા સારા છે, હોસ્પિટલની સારી સુવિધાઓ અમે કરાવી શક્યા છીએ, શિક્ષણ માટે લાખો-કરોડો રૂપિયાની ગ્રાન્ટ આપીને અમે સારામાં સારી શાળાઓ ડેવલોપ કરી શક્યા છીએ. ‘મંત્રીઓને કોર્પોરેશનની ચૂંટણીમાં રસ લેવો પડે છે’ ત્યારે આ મંત્રીઓને પોતે કોર્પોરેશનની ચૂંટણીમાં ઈન્ટરફિયર કરવું પડે છે અને કહેવું પડે છે કે આમ આદમી પાર્ટીવાળાને કાર્યાલય નહીં આપતા. આમ આદમી પાર્ટીમાં જે ઉમેદવારી કરી રહ્યા છે એમને ફોર્મ પાછું ખેંચાવવા માટેના તમામ પ્રયત્નો કરી રહ્યા છે, એમના માણસો આવી રહ્યા છે, આગળ-પાછળ દોડી રહ્યા છે કે તમે ફોર્મ પાછું ખેંચી લો. ‘કાર્યકર્તાઓને લાલચ આપે છે’ કાર્યકર્તાઓને કહી રહ્યા છે કે તમારી ટીમ સાથે ભાજપમાં જોડાઈ જાઓ, અમે આ કરીશું, તે કરીશું... તમે ભાવ બોલો, પૈસા બોલો. શું તમે પૈસાથી ચૂંટણી લડવા આવ્યા છો? 30 વર્ષથી તમને લોકોએ મત આપ્યા છે તો કામ કરીને બતાવોને? તો તમારે પૈસા વહેંચવાની કે ખરીદવાની જરૂર ન પડત. ‘પૈસા અને સત્તાનું ઘમંડ વોર્ડ નંબર 16ના લોકો તોડીને બતાવશે’ હું એટલું જ કહેવા માંગુ છું કે તમારું પૈસાનું ઘમંડ અને સત્તાનું ઘમંડ વોર્ડ નંબર 16ના લોકો તોડીને બતાવશે. 2021માં કામની રાજનીતિ પર વિશ્વાસ મૂકીને લોકોએ મત આપ્યો હતો અને પાંચ વર્ષ અમે જે કામગીરી કરી છે એ જોઈને લોકો અમને મત આપવાના છે. તમે કાર્યાલય માટે જગ્યા નહીં આપવા દો, લોકોને ધમકાવશો પણ અમે લોકોના ઘર-ઘર સુધી છીએ. લોકો અમને આશીર્વાદ આપે છે, તમે એમાં કઈ રીતના અટકાવી શકશો? આ લોકશાહી ચાલી રહી છે સાહેબ, ક્યારે તમારી સત્તાનો પાયો ડગમગી જશે અને ક્યારે તમે ખુરશીની નીચે આવી જશો એ ખબર નહીં પડે. એટલે બસ એટલી જ વિનંતી છે કે કર્મ સારા કરો, લોકોના કામ કરો એટલે તમારે છે ને આમ આદમી પાર્ટીના કાર્યકર્તાઓને ખરીદવાની જરૂર નહીં પડે અને કાર્યાલયો માટે લોકોને ધમકાવવાની જરૂર નહીં પડે.
    Click here to Read More
    Previous Article
    સબરીમાલા કેસમાં આજે સુપ્રીમ કોર્ટમાં સુનાવણી:મહિલાઓની એન્ટ્રી માટે દલીલો રજૂ કરાશે; વિરોધમાં સરકાર, કહ્યું- ઘણા દેવી મંદિરોમાં પુરુષો પર પ્રતિબંધ
    Next Article
    કોંગ્રેસના ઉમેદવારને ખરીદવાનો પ્રયાસનો આક્ષેપ:અમદાવાદના કોંગ્રેસના મહિલા ઉમેદવારને ભાજપના ઉમેદવારે 25 થી 50 લાખ રૂપિયાની ઓફર કરી, મહિલાએ કહ્યું ચૂંટણી લડીશ જ

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment