Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    નર્મદા સુગર ફેક્ટરીને ફાઇનાન્સિયલ મેનેજમેન્ટમાં પ્રથમ ક્રમનો રાષ્ટ્રીય એવોર્ડ:કેન્દ્રીય મંત્રી નિતિન ગડકરીના હસ્તે સન્માન, સંસ્થાનો આ 25મો એવોર્ડ

    7 hours ago

    રાજપીપળાની નર્મદા ખાંડ ઉદ્યોગ સહકારી મંડળી લિમિટેડ, ધારીખેડાને વર્ષ 2025-26 માટે ફાઇનાન્સિયલ મેનેજમેન્ટ કેટેગરીમાં પ્રથમ ક્રમનો રાષ્ટ્રીય એવોર્ડ મળ્યો છે. આ એવોર્ડ નેશનલ ફેડરેશન ઓફ કો-ઓપરેટિવ સુગર ફેક્ટરીઝ દ્વારા નવી દિલ્હીમાં યોજાયેલા એક કાર્યક્રમમાં આપવામાં આવ્યો. કેન્દ્રીય માર્ગ પરિવહન અને રાજમાર્ગ મંત્રી નિતિન ગડકરીના હસ્તે આ સન્માન કરાયું હતું. સંસ્થાના ચેરમેન ઘનશ્યામ પટેલ, વાઇસ ચેરમેન અજયસિંહ પરમાર, ડિરેક્ટર અને ભાજપ જિલ્લા પ્રમુખ શબ્દશરણ તડવી, કમલેશ પટેલ, CEO નરેન્દ્ર પટેલ અને એમ.ડી.એ આ એવોર્ડ સ્વીકાર્યો. બોર્ડ ઓફ ડિરેક્ટર્સના સભ્યો અને અન્ય અધિકારીઓ પણ હાજર રહ્યા હતા. રાષ્ટ્રીય એવોર્ડ મળ્યા પછી નર્મદા સુગર ખાતે ખેડૂત આગેવાનો અને સભ્યોએ ચેરમેન સહિત આખી ટીમનું સન્માન કર્યું. નર્મદા સુગરના ચેરમેન ઘનશ્યામ પટેલે જણાવ્યું કે, સંસ્થાને મળેલો આ 25મો એવોર્ડ છે. તેમણે કહ્યું કે, નર્મદા સુગર છેલ્લા 28 વર્ષથી ડિજિટલ પેમેન્ટની સુવિધા સાથે પારદર્શક વહીવટ કરી રહી છે. ગયા વર્ષે શેરડીના પિલાણની ચુકવણી માટે એક જ દિવસે લગભગ 250 કરોડ રૂપિયા ખેડૂતોના બેંક ખાતામાં ઓનલાઈન જમા કરાયા હતા. ચેરમેનના કહેવા મુજબ, સંસ્થાની નાણાકીય વ્યવસ્થાપન પદ્ધતિ, પારદર્શક વહીવટ અને ખેડૂતોને સમયસર ઓનલાઈન ચુકવણી જેવા મુદ્દાઓને ધ્યાનમાં રાખીને આ રાષ્ટ્રીય સન્માન મળ્યું છે.
    Click here to Read More
    Previous Article
    ગણપતિ વિસર્જનમાં સુરતમાં મુંબઈ જેવો માહોલ જામ્યો, ડ્રોન VIDEO:ભાગળ વિસ્તારમાં પોલીસ-યુવાનો વચ્ચે ઘર્ષણ, 30 ફૂટની 5 મૂર્તિની એક સાથે શાહી સવારી; વડોદરામાં ભક્તો ભાવુક થયા
    Next Article
    કોઠારામાં ગેરકાયદે વ્યાજખોરીનો પર્દાફાશ:રૂ.2.25 કરોડથી વધુનો મુદ્દામાલ જપ્ત, 2 આરોપી ઝડપાયા

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment