Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    શિક્ષક દિનની ઉજવણી પ્રસંગે શ્રેષ્ઠ શિક્ષકોનું સન્માન કરાયું:સરકારી કન્યા વિદ્યાલયમાં જિલ્લા કક્ષાના શિક્ષક દિનની ઉજવણી, 9 શ્રેષ્ઠ શિક્ષકો અને એક સીઆરસીનું સન્માન કરાયું

    7 hours ago

    ​ભારતના ભૂતપૂર્વ રાષ્ટ્રપતિ અને મહાન શિક્ષણવિદ ડૉ. સર્વપલ્લી રાધાકૃષ્ણનની જન્મજયંતી નિમિત્તે જૂનાગઢની સરકારી કન્યા વિદ્યાલય ખાતે જિલ્લા કક્ષાના શિક્ષક દિવસની ભાવસભર ઉજવણી કરવામાં આવી હતી. જિલ્લા વહીવટી તંત્ર, જિલ્લા શિક્ષણાધિકારી કચેરી અને શિક્ષણ વિભાગના સંયુક્ત ઉપક્રમે યોજાયેલા આ કાર્યક્રમમાં વર્ષ 2026 અંતર્ગત સમગ્ર વર્ષ દરમિયાન ઉત્કૃષ્ટ કામગીરી કરનારા શિક્ષકોનો સન્માન સમારોહ યોજાયો હતો. શ્રેષ્ઠ શિક્ષકોને એવોર્ડ આપીને સન્માનિત કરવામાં આવ્યા ​આ કાર્યક્રમમાં કુલ 4 જિલ્લા કક્ષાના અને 5 તાલુકા કક્ષાના શ્રેષ્ઠ શિક્ષકોને એવોર્ડ આપીને સન્માનિત કરવામાં આવ્યા હતા. આ ઉપરાંત રાજ્ય કક્ષાએ પસંદગી પામેલા સીઆરસી બહાદુરસિંહ વાળાનું પણ વિશેષ બહુમાન કરવામાં આવ્યું હતું. કાર્યક્રમની શરૂઆત દીપ પ્રાગટ્ય અને સ્વાગત વિધિથી થઈ હતી. ત્યારબાદ જૂનાગઢ જિલ્લા પંચાયતના પ્રમુખ લીનાબેન કાવાણીએ પ્રાસંગિક ઉદબોધન આપ્યું હતું, જ્યારે જિલ્લા પ્રાથમિક શિક્ષણાધિકારી લતા ઉપાધ્યાયે કાર્યક્રમની રૂપરેખા રજૂ કરી હતી. તમામ શિક્ષકોને શુભેચ્છાઓ અને અભિનંદન પાઠવ્યા ​આ પ્રસંગે શિક્ષણ સમિતિ ચેરમેન હર્ષાબેન સોસાણી, આસિસ્ટન્ટ કલેક્ટર અને જૂનાગઢ એસડીએમ વૃષાલી કાંબલે, વિસાવદર એસડીએમ હિરવાણિયા, ડીવાયએસપી ધાંધલિયા, બોર્ડ સભ્ય નીલેશ સોનારા સહિત શિક્ષણ વિભાગની સમગ્ર ટીમ અને મોટી સંખ્યામાં શિક્ષકો ઉપસ્થિત રહ્યા હતા. કાર્યક્રમના અંતે નાયબ જિલ્લા પ્રાથમિક શિક્ષણ અધિકારી અશોક વાણવીએ આભારવિધિ આખરી કરી હતી. લતા ઉપાધ્યાયે સન્માનિત થયેલા તમામ શિક્ષકોને શુભેચ્છાઓ અને અભિનંદન પાઠવ્યા હતા.
    Click here to Read More
    Previous Article
    Mayawati on Saharanpur Masjid Demolished:Mayawati ने सहारनपुर मस्जिद पर Yogi सरकार को क्या नसीहत दी?
    Next Article
    માણસા IIFL ફાયનાન્સના બ્રાંચ મેનેજરની હત્યા:₹6 લાખની લેવડદેવડ ને ગીરવે મુકેલું સોનું પાછું મેળવવા ગળુ કાપી નાખ્યું, કાર ખાડામાં ફસાતા આરોપીઓ ભાગ્યા, પ્રેમિકા ઝડપાઈ, પ્રેમી ફરાર

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment