Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    રાત ઓછી વેશ ઝાઝા:ચૂંટણીની તૈયારી માટે માત્ર 25 દિવસનો સમય, અગાઉ 36 દિ’ મળ્યા હતા

    2 days ago

    ગુજરાતમાં સ્થાનિક સ્વરાજ્યની સંસ્થાની ચૂંટણીની જાહેરાત થઇ ચૂકી છે. જે મુજબ 26 એપ્રિલના રોજ મતદાન અને 28 એપ્રિલના રોજ મતગણતરી યોજાશે. આ વખતની ચૂંટણીની જાહેરાતથી માંડી પરિણામ જાહેર થવા સુધી માત્ર 25 દિવસનો સમયગાળો મળે છે. જે ગત વખતની ચૂંટણી કરતાં 11 દિવસ ઓછો છે. કચ્છમાં 9 તાલુકા પંચાયત 1 જિલ્લા પંચાયત અને 1 મહાનગરપાલિકાની ચુંટણી યોજાવાની છે. ગાંધીધામ મહાનગરપાલિકાના 13 વોર્ડની 52 બેઠકો પર ચુંટણી યોજાશે જ્યારે 5 નગરપાલિકામાં અંજાર, માંડવી, ભુજ, મુન્દ્રા-બારોઇ, નખત્રાણાના 43 વોર્ડની 172 બેઠકો, કચ્છની 9 તાલુકા પંચાયતોના 186 સીટ જ્યારે જિલ્લા પંચાયતની 38 સીટ પર મતદાન થવાનું છે. ત્યારે ઉમેદવાર પસંદગી, ફોર્મ ભરવા, પ્રચાર પ્રસાર અને અન્ય તૈયારી માટે માત્ર 25 દિવસનો સમયગાળો હોવાથી કચ્છમાં ચુંટણી જાહેર થતા જ રાજકીય ગરમાવો જોવા મળી રહ્યો છે. ગાંધીધામ મહાનગરપાલિકાના 13 વોર્ડ માટે પ્રથમવાર જામશે ખરાખરીનો જંગ મનપા વિસ્તારમાં મર્જ થયેલા 11 ગામના મતદારોએ અત્યાર સુધી ગ્રામ પંચાયતની ચૂંટણીમાં પક્ષીય ધોરણે મતદાન કર્યું નહતું, પહેલીવાર પક્ષના પ્રતિક પર લડાતી ચૂંટણીમાં ભાગ લેશે. રાજ્ય ચૂંટણી પંચ દ્વારા ગાંધીધામ મનપાના 13 વોર્ડ માટે સામાન્ય ચૂંટણી યોજવાની વિધિવત જાહેરાત આજે કરી દીધી છે. આ સાથે કડક આચારસંહિતા અમલી બનવાની સાથે સાથે શહેરમાં ચૂંટણી પ્રક્રિયાનો પ્રારંભ થઇ ગયો છે. શહેરના 52 વોર્ડમાં નગરસેવકોને ચૂંટવા માટે મતદાર પોતાના મતાધિકારીનો ઉપયોગ કરશે. ગાંધીધામ મનપાની ચૂંટણીમાં 2 લાખ 15 હજાર 313 મતદારો પોતાના મતાધિકારનો ઉપયોગ કરીને 52 ઉમેદવારોને ચૂંટશે. મનપામાં 1 લાખ 12 હજાર 250 પુરૂષ અને 1 લાખ 03 હજાર 059 સ્ત્રી તેમજ 4 અન્ય મતદારો મતદાન કરી શકશે. મનપાની ચૂંટણી માટે 234 મતદાન મથકો રહેશે સાથે જ મનપા માટે 3 આર.ઓ. અને 3 એ.આર.ઓ.ની નિમણુંક વહીવટી તંત્ર દ્વારા કરવામાં આવી છે. ગાંધીધામ મનપાની પ્રથમવાર ચૂંટણી યોજાઇ રહી છે. ભાજેપ ઉમેદવાર માટે કડક અને પારદર્શક માપદંડ નક્કી કર્યા સ્થાનિક સ્વરાજ્યની આવનારી ચૂંટણીને ધ્યાનમાં રાખી જિલ્લા ભાજપ દ્વારા ઉમેદવાર પસંદગી પ્રક્રિયા શરૂ કરવામાં આવી છે. પક્ષ દ્વારા ચૂંટણી લડવા ઈચ્છુક ઉમેદવારો માટે વિશેષ ફોર્મ જાહેર કરવામાં આવ્યું છે, જેમાં વિગતવાર માહિતી ફરજિયાત કરવામાં આવી છે. ઉમેદવારોએ પોતાના સોશિયલ મેડિયામાં સક્રિયતા અંગે સંપૂર્ણ વિગતો આપવી પડશે, જેમાં ફોલોઅર્સની સંખ્યા અને વિવિધ પ્લેટફોર્મ પરની હાજરીનો સમાવેશ થાય છે. ઉપરાંત ઉમેદવાર સામે નોંધાયેલા પોલીસ કેસોની સંખ્યા તથા તેની વિગત પણ રજૂ કરવી ફરજિયાત રહેશે. આ સાથે ઉમેદવારોએ સરકારી સંસ્થાઓ તથા એનજીઓમાં સંભાળેલી જવાબદારીઓ, પક્ષમાં વર્તમાન હોદ્દો, પ્રાથમિક અને સક્રિય સભ્યપદની વિગતો પણ આપવાની રહેશે. જિલ્લા, મંડળ/વોર્ડ, વિધાનસભા અને લોકસભા સીટની સંપૂર્ણ માહિતી સાથે અરજી કરવાની રહેશે. ધારાસભ્યો-સાંસદની ભલામણ નહીં ચાલે ચૂંટણી પૂર્વે યોજાયેલી બેઠકમાં ભાજપ પ્રદેશ અધ્યક્ષ જગદીશ વિશ્વકર્મા દ્વારા ટિકિટ ફાળવણી અને કાર્યપદ્ધતિ અંગે કડક માર્ગદર્શિકા જાહેર કરવામાં આવી છે. પક્ષે કાર્યકરોને કેન્દ્રમાં રાખી નિર્ણય લેવાનો ભાર મૂક્યો છે અને સાંસદ-ધારાસભ્યો દ્વારા વ્યક્તિગત આધાર પર ટિકિટ કાપવાની પ્રથા ન અપનાવવા સૂચના આપી છે. ટિકિટ ફાળવણીમાં જૂના અને સંનિષ્ઠ કાર્યકરોને ન્યાય મળે તે માટે ખાસ ધ્યાન રાખવાની સાથે સેન્સ કમિટીને લોબિંગ અને દબાણ કરનારાઓના નામ અલગથી નોંધવા જણાવાયું છે. અનામિક પત્રો, સીડી અથવા પેનડ્રાઈવ દ્વારા આવતી ફરિયાદોને સ્વીકારવામાં નહીં આવે તેવી સ્પષ્ટતા પણ કરવામાં આવી છે. આ મુદ્દાઓ પર ચૂંટણીનો જંગ ખેલાશે ચૂંટણીનું રણશીંગુ ફૂંકાઇ ચૂક્યું છે, ત્યારે આ વખતની સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં સ્થાનિક મુદ્દા પર ચૂંટણી લડાશે, જેમાં નગરપાલિકા વિસ્તારોમાં રોડ, સફાઇ, ગટર, પાણી સહિતના મુદ્દાઓ બાબતે લડાશે જ્યારે તાલુકા પંચાયતની ચૂંટણીમાં સ્થાનિક સ્તરે વિવિધ ગામોમાં ગૌચર પર થયેલા દબાણો, પવનચક્કીઓ દ્વારા સીમ વિસ્તારમાં વૃક્ષોનું નિકંદન અને ભ્રષ્ટાચાર સહિતના મુદ્દાઓ ચર્ચામાં રહ્યા છે, ત્યારે આ તમામ મુદ્દાઓને ધ્યાનમાં રાખીને આ વખતે લોકો મતદાન કરશે. ભાસ્કર એક્સપ્લેનર મનપામાં નવી બોડી અસ્તિત્વમાં આવ્યા પછી શું બદલાશે? અસ્તિત્વમાં આવનારી નવી બોડીના વહીવટમાં સૌથી મોટો ફેરફાર શું રહેશે? જવાબ : કોર્પોરેશનમાં નીતિ વિષયક બાબતોમાં સ્થાયી સમિતિ (સ્ટેન્ડિંગ કમિટી) પાસે સૌથી વધુ સત્તા હોય છે. ઉપરાંત કમિશનર વહીવટી વડા હોવાથી તમામ કામોની અમલવારી તેમના દ્વારા થાય છે. વિવિધ સમિતિઓ દ્વારા સેવા સંબંધિત કાર્યોનું વિકેન્દ્રીકરણ થવાથી માળખાકીય કામોમાં ઝડપી નિર્ણય લઈ શકાય છે. સામાન્ય નાગરિકોને રોજિંદા કામો માટે ચૂંટાયેલા પ્રતિનિધિઓ પાસે જવાની જરૂર રહેતી નથી. સરકારી કામગીરીમાં કેવા પ્રકારના ફેરફાર આવશે? જવાબ : કમિશનર વહીવટી વડા હોવાથી પ્રજાના રોજિંદા કામો, જેમ કે મિલ્કત નામ ફેરફાર, નકશા મંજૂરી, પાણી અને ગટર કનેક્શન, તેમજ વેરા સંબંધિત કામગીરી સીધી અથવા તેમના તાબામાં પૂર્ણ થાય છે. ઘણીવાર આ કામો નાયબ કમિશનર કક્ષાના અધિકારીઓ દ્વારા પણ પૂર્ણ થઈ શકે છે. સરકારી ગ્રાન્ટમાં થનારા ફેરફારો? જવાબ : કોર્પોરેશનમાં માળખાકીય પ્રોજેક્ટ્સ જેમ કે રેલવે ઓવરબ્રિજ, અંડરબ્રિજ, કમ્યુનિટી હોલ, પે એન્ડ પાર્કિંગ જેવી યોજનાઓ માટે ગ્રાન્ટ અને લોન મળી શકે છે. હવે કેટલીક કોર્પોરેશનો બોન્ડ દ્વારા પણ નાણાકીય વ્યવસ્થા ઉભી કરે છે. રાજ્ય, કેન્દ્ર સરકાર અને નાણાકીય સંસ્થાઓ પાસેથી પૂરતી સહાય મળી રહે છે. ચૂંટાયેલી પાંખની સત્તામાં વધારો... જવાબ : લોકસભા અને વિધાનસભાની જેમ, કોર્પોરેશનમાં પણ ચૂંટાયેલા પ્રતિનિધિઓને પોતાના વિસ્તારમાં નિશ્ચિત મર્યાદામાં વિકાસ કામો સૂચવવાની સત્તા હોય છે. બજેટમાં જોગવાઈ કરીને અને બોર્ડની મંજૂરીથી આ કામો હાથ ધરવામાં આવે છે. હાલ આવા ફંડમાંથી જાહેર સ્થળોએ બાંકડા વગેરે મૂકવામાં આવે છે, તેમજ અન્ય હેતુઓ માટે પણ તેનો ઉપયોગ થઈ શકે છે. સત્તાધારી પક્ષની કામગીરી અને સુવિધામાં ફેરફાર જવાબ : કોર્પોરેશન બન્યા બાદ મેયરને રહેવાની સુવિધા, ટેલિફોન, મોબાઇલ અને અન્ય ભથ્થાઓ મળે છે. સેમિનાર અને મીટિંગ માટે દેશ-વિદેશ પ્રવાસનો ખર્ચ પણ કોર્પોરેશન દ્વારા કરવામાં આવે છે. મેયર, સ્ટેન્ડિંગ કમિટી ચેરમેન અને અન્ય સમિતિઓના ચેરમેનને વાહન સહિતની સુવિધાઓ આપવામાં આવે છે. નગરસેવકોના બજેટમાં કોઈ ફેરફાર? જવાબ : નગરસેવકોને પોતાના વિસ્તારમાં વિકાસ કામો કરવા માટે કોર્પોરેશનની આર્થિક સ્થિતિને ધ્યાનમાં રાખીને બજેટમાં જોગવાઈ કરવામાં આવે છે અને બોર્ડ દ્વારા રકમ નક્કી થાય છે. મનપામાં ભળેલા ગામોમાં કાર્યો કેવી રીતે થશે? જવાબ : નવા વિસ્તારોમાં પાણી, ગટર, રસ્તા, સ્ટ્રીટ લાઇટ, કમ્યુનિટી હોલ, સ્મશાન, જનસેવા કેન્દ્રો, આરોગ્ય કેન્દ્રો, એમ્બ્યુલન્સ અને ફાયર સેવા જેવી સુવિધાઓ ઉપલબ્ધ થશે. ઉપરાંત રિંગ રોડ, બાયપાસ, નવા સ્ટેશન-સ્ટોપ અને સિટી બસ સેવા પણ શરૂ થશે. - રમેશકુમાર પી. જોષી, નિવૃત્ત ચીફ ઓફિસર, ડેપ્યુટી સિવિલ એન્જિનિયર પાંચ નગરપાલિકાના મતદારોની સંખ્યા 2021માં 5 પાલિકામાં ભાજપ, બે તાલુકા પંચાયતમાં કોંગ્રેસ જીતી હતી નોંધનીય છે કે પાંચ વર્ષ પહેલા 2021માં યોજાયેલી ચૂંટણી વખતે કચ્છ જિલ્લાએ ફરી કમળ સાથે રહી ભાજપને એક તરફી વિજયી અપાવ્યો હતો. માત્ર બે તા.પં. સિવાય જી.પં., 5 ન.પા. અને 8 તા.પં.માં ભાજપનો જ્વલંત વિજય થયો હતો. પાંચેય નગરપાલિકામાં ભાજપની જીત થઈ હતી. ભૂજની 44 પૈકી ભાજપે 36 અને કોંગ્રેસે 8 બેઠકો મેળવી હતી. અબડાસા અને લખપત તાલુકા પંચાયતમાં કોંગ્રેસનો વિજય થયો હતો.
    Click here to Read More
    Previous Article
    8 કિલો પ્યોર સોનામાંથી બનેલા સુવર્ણ વાઘામાં સજ્જ કષ્ટભંજનદેવ:શણગાર આરતીમાં ભક્તોની ભીડ; 151 કિલોની કેક અને 1 લાખ બલૂન ડ્રોપિંગ સાથે સાળંગપુરધામમાં દાદાનો જન્મોત્સવ મનાવાશે
    Next Article
    કામગીરી:ચોર સમજી પ્રૌઢની હત્યામાં ચાર આરોપીની ઓળખ

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment