Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    8 કિલો પ્યોર સોનામાંથી બનેલા સુવર્ણ વાઘામાં સજ્જ કષ્ટભંજનદેવ:શણગાર આરતીમાં ભક્તોની ભીડ; 151 કિલોની કેક અને 1 લાખ બલૂન ડ્રોપિંગ સાથે સાળંગપુરધામમાં દાદાનો જન્મોત્સવ મનાવાશે

    5 days ago

    શ્રી સ્વામિનારાયણ મંદિર વડતાલધામ સંચાલિત પ્રસિદ્ધ યાત્રાધામ સાળંગપુર ખાતે હનુમાન જયંતી નિમિત્તે 'કૃતજ્ઞતા મહામહોત્સવ'નો દબદબાભેર પ્રારંભ થયો છે. આજે 2જી એપ્રિલના રોજ હનુમાન જયંતીના મુખ્ય દિવસે વહેલી સવારે મંગળા આરતી અને ત્યાર બાદ શણગાર આરતી સાથે જન્મોત્સવની ઉજવણીનો ધમધમાટ શરૂ થઈ ગયો છે. આજના પાવન અવસરે દાદાને 8 કિલો શુદ્ધ સોનામાંથી બનેલા નૂતન સુવર્ણ વાઘા પહેરાવવામાં આવ્યા છે, જેનું દર્શન કરવા ભક્તોની ભારે ભીડ ઉમટી છે. દિવસ દરમિયાન વિશેષ રૂપે 151 કિલોની કેક કાપીને અને 1 લાખ બલૂન ડ્રોપિંગ સાથે દાદાનો જન્મોત્સવ ખૂબ જ ધામધૂમથી મનાવવામાં આવશે, જેમાં વિવિધ ધાર્મિક કાર્યક્રમોની હારમાળા યોજાશે. ગઈકાલે બુધવારે ઉત્સવના પ્રથમ દિવસે શ્રીકષ્ટભંજનદેવ હનુમાનજી દાદાનું અત્યંત શ્રદ્ધાપૂર્વક ઐતિહાસિક અને દિવ્ય 'રાજોપચાર પૂજન' કરવામાં આવ્યું હતું. રાત્રિના સમયે 'કિંગ ઓફ સાળંગપુર'ની વિરાટ પ્રતિમા પાસે ભવ્ય મહાઆરતીનું આયોજન થયું હતું, જેમાં હજારો ભક્તો ઉમટી પડ્યા હતા. મધરાતે કાઉન્ટડાઉન પૂર્ણ થતાની સાથે જ આકાશમાં શાનદાર આતશબાજી કરીને દાદાના પ્રાગટ્યને વધાવવામાં આવ્યું હતું. અહીં ક્લિક કરીને વાંચો સંપૂર્ણ અહેવાલ સાળંગપુર ધામમાં હનુમાન જયંતી ઉત્સવની પળેપળની અપડેટ્સ માટે વાંચો લાઇવ બ્લોગ…
    Click here to Read More
    Previous Article
    इस एक्ट्रेस के ससुर और एक्स पति दोनों ने हनुमान बनकर पाई पॉपुलैरिटी, 6 साल में टूट गया था रिश्ता
    Next Article
    રાત ઓછી વેશ ઝાઝા:ચૂંટણીની તૈયારી માટે માત્ર 25 દિવસનો સમય, અગાઉ 36 દિ’ મળ્યા હતા

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment