Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    કામગીરી:ચોર સમજી પ્રૌઢની હત્યામાં ચાર આરોપીની ઓળખ

    2 days ago

    શહેરના અંબર ચોકડી પાસે, ઝુંપડપટ્ટીમાં રહેતા રાજુભાઈ રામદેવભાઈ કોષ્ટી (ઉ.વ.55) નામના પ્રૌઢ અને ધ્રોલથી આવેલા સંજયભાઈ પોતાના ઘરની નજીક ગત તા.30ના સાંજના સમયે બેઠા હતા. ત્યારે બાઈકમાં આવેલા ચાર અજાણ્યા શખસોએ દુકાનમાંથી ત્રાંબાની નળીની ચોરી કરી હોવાની શંકા રાખીને મારકુટ કરી હતી. જે બાદ બન્નેને બાઈકમાં બેસાડીને ચર્ચની પાછળ ડેલામાં લઈ ગયા હતા. જ્યાં બન્નેને ચારેય શખસોએ માર માર્યો હતો. વહેલી સવારમાં ડેલામાંથી બહાર કાઢી મુકીને મૃતક પ્રૌઢ બેશુદ્ધ હાલતમાં મળી આવતા તેમની સારવાર કારગત નિવડે તે પહેલા જ મૃત્યુ નિપજ્યું હતું. જ્યારે તેમની સાથે રહેલ સંજયભાઈ ધ્રોલ જતો રહ્યો હતો અને શરીરે ગંભીર ઈજા પહોંચી હોવાથી મોરબી હોસ્પિટલમાં દાખલ થયો છે. આ અંગેની મૃતક રાજુભાઈ કોષ્ટીના જમાઈ ઉદલભાઈએ અજાણ્યા ચાર શખસો સામે ફરિયાદ નોંધાવી હતી. જે ફરિયાદના આધારે પીઆઈ પી.પી.ઝાએ તપાસ હાથ ધરીને સીસીટીવી ફુટેજ મેળવ્યા હતા. જેમાં બાઈક ઉપર લઈ જતાં ચારેય શખસોની ઓળખ કરી હતી. જેમાં સાગર ડાયાલાલ નકુમ, ઋષિ ચૌના, પુનિત રાઠોડ અને હિંમતસિંહ ગોહિલનું નામ ખુલતા પોલીસે ચારેય શખસોની શોધખોળ આરંભી છે.
    Click here to Read More
    Previous Article
    રાત ઓછી વેશ ઝાઝા:ચૂંટણીની તૈયારી માટે માત્ર 25 દિવસનો સમય, અગાઉ 36 દિ’ મળ્યા હતા
    Next Article
    Caste-based socioeconomic survey started in Punjab: Mann

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment