Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    આહવામાં ‘સેવા જ્યોતિ યાત્રા’ શરૂ:પીએમ નરેન્દ્ર મોદીના શાસનના 25 વર્ષ પૂર્ણ થવા પર ડાંગમાં ‘સેવા સંકલ્પ અભિયાન’ યોજાયું

    7 hours ago

    ડાંગ જિલ્લાના આહવા ખાતે ‘સેવા સંકલ્પ અભિયાન-2026’ અંતર્ગત ‘સેવા જ્યોતિ યાત્રા’ કાર્યક્રમ યોજાયો. વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીના જાહેર જીવનના 25 વર્ષ પૂરા થવા પર આયોજિત આ કાર્યક્રમમાં પ્રભારી મંત્રી ડો. જયરામભાઈ ગામીત હાજર રહ્યા. વડાપ્રધાનના વર્ચ્યુઅલ સંબોધનનું જીવંત પ્રસારણ પણ કરાયું. મંત્રી ડો. જયરામભાઈ ગામીતે સેવા, સુશાસન અને રાષ્ટ્રનિર્માણના સંકલ્પ સાથે અભિયાનને સફળ બનાવવાનો અનુરોધ કર્યો. ઉપસ્થિત મહાનુભાવો અને નાગરિકોએ 2047 સુધીમાં સક્ષમ અને સમૃદ્ધ રાષ્ટ્રના નિર્માણ માટે ‘વિકસિત ભારત@2047’નો સામૂહિક સંકલ્પ લીધો. પ્રભારી મંત્રી સહિત મહાનુભાવોએ સેવા જ્યોતિ પ્રગટાવી યાત્રાનો પ્રારંભ કરાવ્યો. પોલીસ પરેડ ગ્રાઉન્ડથી નીકળેલી આ યાત્રા રંગઉપવન સુધી પહોંચી. દેશભક્તિના ગીતો સાથે નીકળેલી યાત્રાનું ગ્રામજનો અને વેપારીઓએ સ્વાગત કર્યું. ‘રાષ્ટ્ર કે રંગ, સેવા કે સંગ’ સ્પર્ધાના વિજેતાઓને પણ સન્માનિત કરાયા. જિલ્લા કલેક્ટર એન.ડી. પરમાર, જિલ્લા વિકાસ અધિકારી કુલદીપસિંહ ઝાલા, જિલ્લા પોલીસ વડા પૂજા યાદવ સહિત પદાધિકારીઓ હાજર રહ્યા.
    Click here to Read More
    Previous Article
    પોસ્ટર ફાડનાર પર બગડ્યા ગેનીબેન ઠાકોર:10 સ્કૂલ-મોદી સ્ટેડિયમ અને એએમસી ઓફિસને ધમકી,કોંગ્રેસ કાર્યકરની AI જનરેટેડ પોસ્ટથી વિવાદ,લાજપોર જેલમાં VIP ટ્રીટમેન્ટનો પર્દાફાશ
    Next Article
    અટકપારડી પંચાયત પર વાંકી નદીના કિનારે ગંદો કચરો ફેંકવાનો આરોપ:લોકોમાં રોષ, કલેક્ટરને તાત્કાલિક કાર્યવાહી માટે આવેદનપત્ર અપાયું

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment