Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    અટકપારડી પંચાયત પર વાંકી નદીના કિનારે ગંદો કચરો ફેંકવાનો આરોપ:લોકોમાં રોષ, કલેક્ટરને તાત્કાલિક કાર્યવાહી માટે આવેદનપત્ર અપાયું

    7 hours ago

    વલસાડ તાલુકાના અટકપારડી ગ્રામ પંચાયત પર વાંકી નદીના કિનારે ગંદો કચરો ફેંકવાનો આરોપ લાગ્યો છે. સ્થાનિક લોકોએ આ અંગે જિલ્લા કલેક્ટરને આવેદનપત્ર આપી તાત્કાલિક કાર્યવાહીની માંગ કરી છે. નદીના તટ વિસ્તારમાં સરકારી જમીન પર કચરાના ઢગ ખડકાયા છે. નજીકની ફેક્ટરીઓ પણ પ્રદૂષિત પાણી નદીમાં છોડી રહી છે, જેનાથી નદીનું પાણી દૂષિત બની રહ્યું છે. સ્થાનિક અગ્રણી અજિત પટેલે જણાવ્યું કે, પંચાયત દ્વારા નાખવામાં આવતો કચરો સળગાવવામાં આવે છે. આના ધુમાડાથી વાંકી ફળિયા, ચકલોરી ફળિયા, ભગત ફળિયા અને વચલા ફળિયાના લોકો તેમજ વાંકી ફળિયા પ્રાથમિક શાળાના બાળકોને શ્વાસ લેવામાં તકલીફ પડે છે. ગામજનોએ અટકપારડીના સરપંચ અને પંચાયતને મૌખિક રજૂઆતો કરી હતી, પરંતુ કોઈ ધ્યાન અપાયું નથી. લોકોએ માંગ કરી છે કે નદીમાં ગંદુ પાણી અને કચરો નાખવાનું બંધ કરી કચરાનો યોગ્ય નિકાલ કરવામાં આવે.
    Click here to Read More
    Previous Article
    આહવામાં ‘સેવા જ્યોતિ યાત્રા’ શરૂ:પીએમ નરેન્દ્ર મોદીના શાસનના 25 વર્ષ પૂર્ણ થવા પર ડાંગમાં ‘સેવા સંકલ્પ અભિયાન’ યોજાયું
    Next Article
    Apple, Google remove Bitchat in India on govt order: Those determined to bypass it will, the ordinary user gets locked out

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment