Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    ડોક્ટરની અંગત પળોના વીડિયો મેળવી 25 લાખની ખંડણી માંગી:3000 વીડિયો હોવાનો ઘટસ્ફોટ, હોસ્પિ.ના લેબર રૂમમાં વીડિયો શૂટ કર્યા હતા, ડો.નાંઢા અને પત્રકારો સહિત 12 સામે ગુનો

    1 week ago

    રાજકોટ શહેર પોલીસ દ્વારા શહેરમાં ન્યુસન્સ બની પત્રકાર તરીકે ઓળખ આપી સામાન્ય લોકોને બ્લેકમેલ કરી ગેરકાયદે રીતે ખંડણી માંગતા પત્રકારો સામે કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. રાજકોટ સાયબર ક્રાઇમ પોલીસ સ્ટેશનમાં એક તબીબ સહિત કુલ 12 લોકો સામે ખંડણી તેમજ ધમકી આપી રૂપિયા પડાવવા અંગે ફરિયાદ દાખલ કરવામાં આવી છે, જેમાં રાજકોટના એક નામાંકિત ડોકટરના ક્લિનક પર લેબર રૂમની અંદર હોલ્ડરમાં ગુપ્ત CCTV કેમેરો લગાવી બાદમાં ડોક્ટરની અંગત પળોના વીડિયો વાઇરલ કરવાની ધમકી આપી ખંડણી રૂપે રૂપિયા 25 લાખની માંગણી કરી 50,000 પડાવવા અંગે ફરિયાદ નોંધી તમામ આરોપીઓની શોધખોળ હાથ ધરી છે. ઉલ્લેખનીય છે કે આરોપીઓ દ્વારા વર્ષ 2024થી આજ દિન સુધી તબીબને ખોટી રીતે હેરાન કરી બદનામ કરવાના ઇરાદે સતત ત્રાસ આપી રૂપિયાની માંગણી કરવામાં આવતી હતી જેનાથી કંટાળી આખરે ફરિયાદ નોંધાવતા પોલીસે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે. તબીબ અને પત્રકાર સહિત 12 લોકો સામે ફરિયાદ દાખલ રાજકોટ શહેર ડીસીપી ક્રાઇમ જગદીશ બાંગરવાએ જણાવ્યું હતું કે, રાજકોટ શહેર સાયબર ક્રાઇમ પોલીસ સ્ટેશન ખાતે BNS કલમ 308(5), 308(4), 351(2), 356(3), 61 અને આઇટી એક્ટની કલમ 66(E), 67, અને 67(A) મુજબ ગુનો દાખલ કરવામાં આવ્યો છે. જેમના વિરુધ્ધ ફરિયાદ દાખલ કરવામાં આવી છે તેમાં સાધુવાસવાણી રોડ પર ગૌતમ ક્લિનિકના ડો.કમલ નાંઢા, હિરેન મકવાણા, અજય ચુડાસમા, હાર્દિક ડોડીયા, જગદીશ તેરૈયા, જીગર સોઢા, ઘનશ્યામ પટેલ, જતીન નથવાણી, સ્વાતિ નથવાણી, અમિત ઠક્કર, ભરતભાઈ તેમજ તપાસમાં ખુલે તે તમામનો સમાવેશ થાય છે. લેબર રૂમની અંદર બલ્બ હોલ્ડરમાં એક સ્પાય કેમેરો ફિટ કરવામાં આવ્યો ફરિયાદીએ ફરિયાદમાં જણાવ્યા મુજબ ફરિયાદીના ક્લિનિકમાં ડો. કમલ નાંઢા નામનો શખ્સ છે જેના દ્વારા ક્લિનિકમાં લેબર રૂમની અંદર બલ્બ હોલ્ડરમાં એક સ્પાય કેમેરો ફિટ કરવામાં આવ્યો હતો જે કેમેરાની અંદર મેમરી કાર્ડ ઇનબિલ્ટ હતું. જયારે પણ બલ્બ હોલ્ડરની સ્વીચ ચાલુ કરવામાં આવે ત્યારે તે સ્પાય કેમેરામાં રેકોર્ડિંગ ચાલુ થઇ જતું હતું અને મેમરી કાર્ડમાં તે સ્ટોરેજ થતું હતું. 25 લાખની ખંડણી માંગવામાં આવી હતી તેમને વધુમાં જણાવ્યું હતું કે, ડો. કમલ નાંઢા દ્વારા જે ક્લિનિક પર સ્પાય કેમેરો લગાવવામાં આવ્યો હતો તે સ્પાય કેમેરા મારફત ક્લિનિકના માલિક તબીબની અંગત પળોની વિડીયો ફૂટેજ સ્ટોર કરી બાદમાં કેટલાક કહેવાતા પત્રકારો સાથે શેર કરી બાદમાં તેની સાત મળી તબીબને બ્લેકમેલ કરી તેની પાસેથી ખંડણી રૂપે રૂપિયા 25 લાખની માંગણી પણ કરવામાં આવી હતી જે પૈકી રૂપિયા 50,000ની રકમ આરોપી દ્વારા સ્વીકારવામાં પણ આવી હતી. આ ગુનામાં પોલીસે ફરિયાદના આધારે આરોપી તરીકે સત્યની ગર્જના, ભારત ટાઇમ્સ, ભારત હેડલાઇન્સ, રાજકોટ હેડલાઇન્સ નામના મિડીયા પ્લેટફોર્મ સામે કાર્યવાહી કરી તબીબ સહિત બોગસ પત્રકારો મળી 12 લોકો સામે ફરિયાદ દાખલ કરવામાં આવી છે. ડો.કમલ નાંઢાને મહિલા તબીબ સાથે એક તરફી પ્રેમ હતો આ ઉપરાંત એવું પણ જાણવા મળ્યું હતું કે, સાધુ વાસવાણી રોડ પર આવેલા ગૌતમ ક્લિનિકમાં કામ કરતા ડો.કમલ નાંઢા નામના તબીબને મહિલા તબીબ સાથે એક તરફી પ્રેમ હતો, જેના કારણે તેને ફરિયાદીના ક્લિનિકમાં સ્પાય કેમેરો ઇન્સ્ટોલ કર્યો હતો. બાદમાં તેને તબીબ સાથેની અંગત પળોના ફૂટેજ જોતા દાનત બગડી હતી અને ખંડણી માટે પ્લાન બનાવ્યો હતો અને ખંડણીની માંગણી કરી હતી. આ તમામ અંગત પળોના વીડિયો 2023ના હતા જેમાં જૂન 2024થી સતત ફરિયાદીને ધાક ધમકીઓ આપી વારંવાર બદનામ કરવાનું કહી રૂપિયાની માંગણી કરવામાં આવતી હતી. તાજેતરમાં પણ આજ રીતે ફરી ફોન મેસેજ અને પેમ્ફલેટ બનાવી વાયરલ કરી રૂપિયાની માંગણી સતત ચાલુ રાખવામાં આવતા અંતે કંટાળી ફરિયાદ નોંધાવતા પોલીસ ગુનો નોંધી તપાસ હાથ ધરી છે. 3000થી વધુ વીડિયો રેકોર્ડિંગ હોવાનું સામે આવ્યું ઉલ્લેખનીય છે કે પોલીસની પ્રાથમિક તપાસમાં આરોપીઓ પાસે કુલ 3000થી વધુ વિડીયો રેકોર્ડિંગ હોવાનું સામે આવ્યું છે જેમાં ડોક્ટરની અંગત પળોના વીડિયોનો સમાવેશ થાય છે અને સાથે જે દર્દીઓને ઇન્જેક્શન લગાવવામાં આવતા હોય તે વીડિયો ફુટેજનો પણ સમાવેશ થાય છે. રાજકોટ શહેર પોલીસ દ્વારા લોકોને અપીલ કરવામાં આવી છે કે, જો કોઈને મીડિયાના નામથી ખોટી રીતે બ્લેકમેલ કરવામાં આવતા હોય અથવા રૂપિયાની માંગણી કરતા હોય તો ડરવાની જરૂર નથી રાજકોટ ક્રાઇમ બ્રાન્ચ અથવા રાજકોટ શહેર પોલીસનો સંપર્ક કરી તેઓ ફરિયાદ નોંધાવી શકે છે. જેથી આવા તોડબાજ પત્રકારો સામે કડકમાં કડક કાર્યવાહી કરી શકાય.
    Click here to Read More
    Previous Article
    આજે દેશભરમાં ઈદની ઉજવણી:રાષ્ટ્રપતિ મુર્મુ અને PM મોદીએ શુભેચ્છા પાઠવી; અજમેર શરીફ દરગાહ ખાતે જન્નતી દરવાજા ખુલ્યા
    Next Article
    વડોદરાવાસીઓ પાણી ભરી રાખજો:શહેરની બે મુખ્ય ટાંકીઓ હેઠળના 1 લાખ ઘરોમાં 2 દિવસ પાણીકાપ; જાણો તમારા વિસ્તારમાં ક્યારે નહીં આવે પાણી

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment