Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    મહેસાણામાં પિસ્તોલ સાથે યુવક ઝડપાયો:શંકરપરામાંથી રૂ.25 હજારની ગેરકાયદે પિસ્તોલ સાથે 20 વર્ષીય યુવકની અટકાયત

    9 hours ago

    મહેસાણા એસ.ઓ.જી.ટીમ દ્વારા ગેરકાયદેસર હથિયાર ધરાવતા ઇસમો પર વોચ રાખવાની કામગીરી દરમિયાન મોટી સફળતા મળી છે. મહેસાણા શહેરના બી ડિવિઝન પોલીસ સ્ટેશન વિસ્તારમાં આવેલ શંકરપરામાંથી દેશી બનાવટની પિસ્તોલ સાથે એક યુવકની અટકાયત કરવામાં આવી છે. SOG પોલીસે બાતમી મળતા રેડ પાડી ગાંધીનગર રેન્જ ડી.આઈ.જી. વીરેન્દ્રસિંહ યાદવ તથા મહેસાણા જિલ્લા પોલીસ અધિક્ષક હિમાંશુ સોલંકીની સૂચના મુજબ એસ.ઓ.જી. પી.આઈ. યોગરાજસિંહ પરમારના માર્ગદર્શન હેઠળ એસ.ઓ.જી. ટીમ પેટ્રોલિંગમાં હતી. તે દરમિયાન હેડ કોન્સ્ટેબલ મુકેશકુમાર અને પોલીસ કોન્સ્ટેબલ મનુભાને મળેલ ચોક્કસ બાતમીના આધારે દૂધ સાગર ડેરી પાસે, શંકરપરામાં આવેલ જોગણી માતાના મંદિર નજીક રેડ કરવામાં આવી હતી. ગેરકાયદે પિસ્તોલ સાથે 20 વર્ષીય યુવકની અટકાયત આ દરોડા દરમિયાન ત્યાં રહેતા 20 વર્ષીય શૈલેષસિંહ ઉર્ફે એસ.કે. સુરેશજી ઠાકોરના ઘરની ઝડતી લેતાં, તેના ઘરમાં સંતાડેલી લાયસન્સ વગરની ગેરકાયદેસર પિસ્તોલ નંગ-01કિંમત રૂ.25 હજાર મળી આવી હતી. એસ.ઓ.જી. પોલીસે ગેરકાયદેસર પિસ્તોલનો મુદ્દામાલ જપ્ત કરી આરોપી વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી હાથ ધરી મહેસાણા શહેર બી ડિવિઝન પોલીસ સ્ટેશનમાં ગુનો નોંધાવવા તજવીજ ધરી છે.
    Click here to Read More
    Previous Article
    લાલપુરમાં 7 શખ્સો જુગાર રમતા ઝડપાયા:ગલ્લા ગામેથી ₹10,660 મુદ્દામાલ જપ્ત, કાર્યવાહી શરૂ
    Next Article
    રામસાગર તળાવમાંથી મળેલ યુવકના મૃતદેહની ઓળખ થઈ:યુવક હિલપાર્ક સોસાયટીનો સમીર શેખ, 31 જુલાઈથી ગુમ હતો

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment